________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
महाविषयकल्लोललोलमालाकुला सदा ।
विकल्पानल्पसत्त्वौघैः पूरिता च निगद्यते ।।१३।। શ્લોકાર્ય :
મહાવિષયના કલ્લોલના આવતથી આકુલ અને સદા ઘણા વિકલ્પોના વિધમાન સમૂહથી પુરાયેલી કહેવાય છે. ll૧૩|| શ્લોક :
योऽस्यास्तटेऽपि वर्तेत, नरो बुद्धिविहीनकः ।
तमुन्मूल्य महावर्ते, क्षिपत्येषा महापगा ।।१४।। શ્લોકાર્ચ -
જે બુદ્ધિવિહીન મનુષ્ય આના તટમાં પણ=પ્રમત્ત નદીના કિનારામાં પણ, વર્તે છે. તેને ઉપાડીને આ મહાનદી મહાઆવર્તમાં ફેંકે છે. ll૧૪ll શ્લોક :
यस्तु प्रवाहे नीरस्य, प्रविष्टोऽस्याः पुमानलम् ।
स यज्जीवति मूढात्मा, क्षणमात्रं तदद्भुतम् ।।१५।। શ્લોકાર્થ :
વળી જે પુરુષ આના=પ્રમત્ત નદીના પાણીના, પ્રવાહમાં અત્યંત પ્રવેશ પામ્યો તે મૂઢાત્મા ક્ષણ માત્ર જે જીવે છે તે આશ્ચર્ય છે અર્થાત્ તે જીવી શકે નહીં, છતાં કંઈક આત્મહિતને અનુકૂળ કંઈક ચેતના જાગૃત છે તે અદ્ભુત છે. II૧૫ll શ્લોક :
यदृष्टं भवता पूर्वं, रागकेसरिपत्तनम् ।
यच्च द्वेषगजेन्द्रस्य, सम्बन्धि नगरं परम् ।।१६।। શ્લોકાર્થ :
જે તારા વડે=પ્રકર્ષ વડે, પૂર્વે રાગકેસરીનું નગર જોવાયું અને બીજું જે દ્વેષગજેન્દ્ર સંબંધી નગર જોવાયું, I૧૬ll શ્લોક -
ताभ्यामेषा समुद्भूता, विगा मां महाटवीम् । गत्वा पुनः पतत्येषा, घोरसंसारनीरधौ ।।१७।।