________________
શ્લોક ઃ
ચતુર્થ પ્રસ્તાવ : માનમૃષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન
अर्हं नमः ।
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ ।
પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત
ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
ભાગ-૪
-:
શ્લોકાર્થ :
હવે, વિખ્યાત સૌંદર્યવાળા સપુણ્યવાળા લોકોથી સેવિત સિદ્ધાર્થનગર હોતે છતે ત્યાં=સિદ્ધાર્થનગરમાં નરવાહન રાજા હતો. I|૧||
શ્લોક ઃ
-
रिपुदारणजन्म
अथ विख्यातसौन्दर्ये, सपुण्यजनसेविते । सिद्धार्थनगरे तत्र, भूपोऽभून्नरवाहनः । । १ । ।
રિપુદારણનો જન્મ
શ્લોકાર્થ
જે મહાબલવાળો નરવાહન રાજા તેજથી સૂર્યને, ગાંભીર્યથી મહોદધિને, સ્વૈર્યથી શૈલરાજેન્દ્રને= પર્વતોના ઈન્દ્રને, જીતતો હતો. IIII
यस्तेजसा सहस्रांशुं, गाम्भीर्येण महोदधिम् ।
स्थैर्येण शैलराजेन्द्रं, जयति स्म महाबलः । । २ ।।