________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
प्लावनाद्भरिवस्तूनां, कृत्वा कौतुकमुच्चकैः । द्वितीयमाददे सोऽपि, द्विजरूपं सयौवनं ।। नगर्यां भ्रमता तेन. पंचवर्णानि वर्त्मनि । मालिकैग्रंथ्यमानानि. पष्पाणि वीक्ष्य भाषितं भो मालिकाः किमर्थोऽयं, प्रथ्यते कुसुमोत्करः । तेऽभणन् भानुविवाह-निमित्तोऽयं विधीयते ॥ विप्रः प्राह मम द्रव्यं, नास्ति धर्मधिया यदि । युष्माभिश्चारुपुष्पाणि प्रदीयते कियंत्यपि ॥११॥ तदहं सत्यभामाया, गेहं गत्वा बुभुक्षितः। आशिषैतानि दत्वा च, भोजनं प्रार्थयाम्यहं ॥१२॥ तदा ते मालिकाः प्रोचू, रे रे मूर्खशिरोमणे । तारुण्योपचितस्यापि, तव शुद्धिर्न विद्यते ।१३। अयं पुष्पोत्करः सत्य-भामायास्तनयस्य वै । विवाहहेतवे प्रथ्य-मानः प्रवर्तते भृशं ।१४। प्रसूनमेकमप्यस्मा-द्यद्यस्माभिः प्रदीयते । तहि तेन सहास्माकं, देयो जीवोऽपि संभवेत् ।१५। वार्ता ततश्च एतस्य, कार्या सुमनसो न हि । तस्यां विधीयमानायां, तवापि भावि घातनं ।१६। आकर्ण्य वचनं तेषां, प्रजजल्प त्रयीमुखः । धूर्तायाः सत्यभामायाः, कि साम्यं प्रविधीयते ।१७। कथयित्वेति हस्ताभ्या-मनल्पशक्तिधारकः । गृहीत्वा तानि पुष्पाणि, सोऽपश्यत्कलया ततः॥ अशोकशाखिपुष्पाणि, नवचंपकजान्यपि। मंदारबकुलोत्थानि, जपाजातिभवानि च ।१९। सहस्रशतपत्राणिः पयोरुहाणि पंचभिः । वर्णैर्युक्तानि पुन्नाग-यूथिकासंभवानि च ।२०। इत्यादीनि प्रसूनानि, पाणिसंस्पर्शतस्तदा । विधायार्कमयान्याशु, पुरतोऽथ चचाल सः ।२१।
તેણે પછી યુવાન બ્રાહ્મણનું રૂપ કર્યું. આગળ ચાલતા પ્રદ્યુમ્ન ઉદ્યાનની માલણોને પાંચ વર્ણના પુષ્પોની માલા ગુંથતી જોઈ. માલણેને કહ્યું: “હે માલણે, આ પુષ્પને ઢગલો શા માટે છે ? અને આવી સુંદર માલાઓ કેને માટે શું છે ?” માલણોએ કહ્યું: “વિપ્ર, ભાનુકુમારને વિવાહ મહોત્સવ ચાલે છે. તેના નિમિત્તે માલાઓ તૈયાર કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું: “મારી પાસે કંઈ દ્રવ્ય નથી, જો ધર્મબુદ્ધિથી થોડાં પુષ્પો આપો તો ભૂખ્યો એવો હું, સત્યભામાના ઘેર જઈ તેને આશિર્વાદ આપીને ભોજનની પ્રાર્થના કરીશ.” ત્યારે માલણએ કહ્યું : “મૂર્ખ શિરોમણી, યુવાન હોવા છતાં તને કંઈ સુધબુધ છે કે નહિ ? તને ખબર છે, આ પુષ્પો ઢગલો સત્યભામાના પુત્ર ભાનુકુમારના વિવાહ નિમિત્તે માલાઓ બનાવવા માટે છે. એમાંનું એક પુષ્પ પણ જે આઘું પાછું થાય તે અમારું આવી જ બને. અમારૂં મત તે થાય, તેને જે આપીએ તે તારૂ પણ મેત થાય. માટે પુષ્પ જોઈતાં હોય તો બીજે ક્યાંયથી મેળવી લેજે.” માલણની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું : “તારી માલકણ સત્યભામાં ધૂત છે. શું એનામાં આટલું પણ સૌજન્ય નથી ?” એમ કહીને અચિંત્યશક્તિના ધારક પ્રદ્યુમ્ન બે હાથથી પુષ્પો લઈને, બીજા પુષ્પ પર હાથથી સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે અશોક વૃક્ષનાં, ચંપક વૃક્ષનાં, મંદારનાં, બકુલનાં, જાઈનાં, સહસ્ત્રપત્ર કમલે, શતપત્ર કમલે અને પુનાગ વિગેરે પાંચ વર્ણન પુષ્પો આકડાનાં ફૂલ જેવાં નિર્માલ્ય અને નિર્ગધ થઈ ગયાં. તે ત્યાંથી આગળ ચાલ્યા. चलन्नग्रे चकारासौ, पदार्थान् विपणिस्थितान्। दुगंधान विलसद्गंधान,सुगंधान् गंधवजितान् । खलं कस्तूरिकारूपं, कस्तूरिकां खलोपमां। कर्पूरं लवणाकारं, लवणं कपूरोपमं ।२३। कासरान् द्विरदस्थाने, कासरेषु गजानपि । वेसरांस्तुरगस्थाने, तुरगान वेसरेष्वपि ।२४।