________________
સર્ગ–૧૦
शक्तिख़ता पुरतस्य, दृष्टं रूपं च सांप्रतं । द्वाभ्यां तस्याः प्रमोदो यो-ऽभूत्तं वक्तुं न शक्यते ॥ भूषितो भूषणः सर्वै-भूरिवर्यमणीमयः । साम्यं देवकुमारस्य, दधानो विरराज सः ॥४८॥ तस्य रूपं समालोक्य, कन्या हृष्टा स्वचेतसि । सहसा भवतो हर्ष-विषादावतिदुस्सहो ।४९। यदीहशेन रुपेण, मनुष्योऽयं भविष्यति । अयं च मे भवेद्भर्ता, तदोया भाग्यवत्यहं ५०॥ भविष्यति सुपर्वासौ, यदोडक्शक्तिसंयुतः । मनुष्यत्वादवश्यं मां, त्यक्षेन्मे तहि का गतिः ।५१॥ स्पष्टीकृतेऽपि तेनात्म-रुपे दीनमुखी कनों । वीक्ष्याचख्यौ मुनिर्भद्रे-ऽद्यापि दीनानना कथं ॥ सा प्रोचे कथितं तात, यत्त्वयायं पतिस्तव । तदसत्यं विजानामि चित्तकल्पनया हयहं ।५३। यदेषोऽस्ति मनुष्यो न, देवोऽयं कोऽपि वर्तते । देवस्य मानुषीकांता, न योग्या सर्वथा भवेत् ॥ स्मित्वा तदा मुनिः प्राह, माकार्षास्त्वमधीरतां। यो मया कथितः पूर्व, तवैव पतिरेष सः।५५। द्वितीयवारमित्युक्ते, मुनिना तेन शर्मणे । विश्वासं जनयंती सा, तस्मिन् प्रेमरसं दधौ ।५६। प्रद्युम्नेन यदा प्राप्ता, रमणीरमणीयरुक् । प्रद्युम्नश्च यदा नार्या, प्रीतिः प्राज्या कथं न तत् ॥ उभयोरपि संजाता, दंपतीत्वेन भूयसी । यदा परस्परं प्रीति-रिदर्षेस्तदा त्रपा ५८॥ ततस्तौ दंपती स्नेह-रसमादधतुर्भृशं । सोऽचलत्पितरौ द्रष्टुं मुनिभार्यायुतस्ततः ।५९।
“અરેરે, આપણે ક્ષત્રિય થઈને ભીલડાઓથી હારી ગયા બલવાન અને પરાક્રમી હોવા છતાં આવા જંગલી વનચરોથી પરાજિત થયા.લોકોમાં આપણી કેટલી હાંસી થશે. રાજાને આપણે શું મોંઢું બતાવીશું?' આ પ્રમાણે વિષાદ કરતા કૌર વેત મુખવાળા હોવા છતાં શ્યામ સુખવાળા બની ગયા. કૌરનું સઘળું સૈન્ય નષ્ટપ્રાય: થયેલું જેઈને નારદ ઋષિના દેખતાં ભિલલવેષધારી પ્રદ્યુમ્ન રાજપુત્રીનું અપહરણ કર્યું અને પિતાના સુંદર વિમાનમાં લાવીને નારદ ઋષિની પાસે શાંતિ માટે તેને બેસાડી. ત્યારે જેમ ગાય વાઘને જોઈને ભયભીત બની જાય તેમ રાજકન્યા ભયંકર એવા આ બિલને જોઈને ભયથી વિહલ બની ગઈ. “મારા ભયથી આ બિચારી પ્રાણત્યાગ ના કરે,” એમ માની કુમાર તેની પાછળ મોંઢું ફેરવીને બેઠો. ભયંકર એવા બિભત્સ રૂપને જોઈને રાજકન્યા મૃત્યુની શંકાથી ધ્રુજવા લાગી. રૂદન કરતી, નિસાસા નાખતી, મુનિ ઉપર વિશ્વાસ ધારણ કરતી રાજપુત્રી દીન મુખે મુનિની સામે જોઈને વારંવાર વિલાપ કરતી આંસુ સારતી બોલી : “હે પિતા, મેં એવું કયું કર્મ કર્યું હશે ? માતા-પિતાએ મને કેટલા પ્રેમથી પાળી-પોષીને મટી કરી... મારા સુખ માટે માતા-પિતાએ મેકલી, ને કમસંગે મારી આવી વિપરીત દશા થઈ. જન્મ થતાં પહેલાં રૂકિમણીના પુત્ર સાથે વાગ્દાન થયું હતું, પરંતુ કે પાપાત્માએ જન્મતાની સાથે જ રુકિમણીના પુત્રનું અપહરણ કર્યું. ત્યાર બાદ સત્યભામાના પુત્ર ભાનુકુમાર સાથે મારું લગ્ન નકકી કર્યું. તેની સાથે પાણિગ્રહણ કરવા માટે મને મોકલી, પરંતુ આ પાપાત્મા લુંટારાઓએ મારૂં હરણ કર્યું. હે નાથ, આ પાપીના હાથમાંથી મને કણ બચાવશે ? હે નારદ ઋષિ, આપ તે કરૂણાના સાગર છો, જગતની સઘળી સ્ત્રીઓના નિષ્કારણ બંધુ છો. મારું અપહરણ કરાયું છતાં આપ કેમ મૌન બેસી રહ્યા છે ? શું આપને પણ મારી દયા નથી આવતી ? હે માતા, બાળપણથી તે મારું પાલન-પોષણ કર્યું, મોટી કરી, છતાં આ ૧૦