________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
कामस्य विकृतिं ज्ञात्वा, चितयामास चेतसि । शरीरे कथमेतस्याः, समाधिहि भविष्यति ॥ सर्वेषामपि रोगाणां, चिकित्सा वर्तते बहु । कंदर्पस्य विकारस्य, भोगादेव प्रतिक्रिया । ५२ । कल्पनामिति यावत्स, प्रकुर्वाणो व्यचतयत् । तावत्कनकमालाप्य-नंगचेष्टामचीकरत् ॥ ५३ ॥ कुमारेण तदा पृष्टं, मातस्ते कास्ति वेदना । तया विततनिःश्वासै - रेवोत्तरं समर्पितं ॥ ५४ ॥ अत्याग्रहाद्यदा पृष्टं, मदनेन विवेकिना । कृत्वा परिकरं दूरे, विविक्तं कारितं तया ॥५५॥ सा जाते विजनेऽजल्पत्, क्कणंती कामपीडया । समाकर्णय मद्वाक्य - मेकाग्रेण वियोगभित् ॥ विजानासि यया कुक्षौ धृत्वा सूतस्त्वमंगजः । सा का ते जननी को वा, जनको यस्य वीर्यभूः ॥ हसित्वाचे कुमारोऽपि किमेतत्पृछयते त्वया । मम त्वमेव मातासि, पिता च कालसंवरः । ५८ा समाकति सा देवी, मनोभवमवीवदत् । आदितस्तव वृत्तांतं मन्मुखादवधारय ।५९। अन्यदा स्वामिना सार्धं, क्रीडां कर्तुं गताऽभवं । सरित्सरोद्रहाराम - वापीकूपाद्रिसानुषु । ६० । hi यच्छया कृत्वा, तेषु स्थानेषु भूरिशः । पुरींप्रति निजामावां, दंपती प्रतिचेतुः । ६१ । वैताढ्यभूधरे भूत - रमणारामसंस्थिता, अस्ति । टंकशिला तस्या, उपरि त्वं स्थितोऽभवः || गच्छद्विमानमाकाशे, स्तंभितं तव पुण्यतः । उत्तीर्णाभ्यां तदावाभ्यां दृष्टस्त्वं सुंदराकृतिः । ६३ । ततो मया समादाय समानीतो निकेतने । अयं मम पतिर्भावी, प्रमोदादिति वर्धितः । ६४ । अथ त्वं ममतां वांछा - मनल्पकालचितितां । भोगान् भुंक्त्वा मया सार्धं संपूर्णोकुरु सुंदर || ततो ममाखिलप्राण- दानं तव भविष्यति । अन्यथा रमणीहत्या - भवं च पातकं महत् । ६६ । एतदूरीकुरु त्वं च मदीयं वचनं गुणिन् । कार्ये विचार्यमाणे हि कालक्षेपः प्रजायते । ६७। तवाहं जननी नास्मि, यः प्रोक्तः सोऽपि नो पिता । अधुना भोगयोग्योऽसि, तत्पूरय मनोरथं ॥
२८
માતાતુલ્ય રાણીની આવી દશા જોઇને સમસ્ત નગરવાસી સ્ત્રી-પુરૂષોના મનમાં ઘણું દુ:ખ થયું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈદ્યો આવીને તેની ચિકિત્સા કરે છે, તેા પણ તેના શરીરને જરા પણ સમાધિ થતી નથી. કાલસંવર રાજાએ રાજસભામાં બેઠેલા પ્રદ્યુમ્નકુમારને કહ્યું : ‘તારી માતાને કેાઈ વ્યાધિ ઉત્પન્ન થયા છે. ગમે તેટલા ઉપચારો કરવા છતાં તેને સારૂ થતું નથી. તું તારી માતાની ખબર પૂછવા ગયા હોઈશ. તને કેમ લાગે છે ?” પ્રદ્યુમ્ને કહ્યું: ‘પિતાજી, માતાની વ્યાધિના સમાચાર મને મલ્યા જ નથી. મને કઈ ખબર જ નથી. આપના કહેવાથી મેં જાણ્યું. તે। હમણાં જ મારી માતાની ખબર પૂછવા જાઉં છું.’ એમ કહીને પ્રદ્યુમ્ન માતાના આવાસમાં ગયા. તેણીના આકાર, વાણી, નેત્રના વિકાર અને શરીરની ચેષ્ટા ઉપરથી પ્રધુમ્નને ખ્યાલ આવી ગયેા કે નક્કી આ કામદેવના વિકાર છે. કામની વિકૃતિ જાણીને પ્રદ્યુમ્ને મનમાં વિચાર્યુ” : ‘આના શરીરે સમાધિ કેવી રીતે થશે ? સર્વ રોગોની દવા હોય છે, પરંતુ કામવિકારની દવા કાઇ નથી. એ તા ભાગથી જ તેની પ્રતિક્રિયા થઇ શકે.? આ પ્રમાણે કલ્પના કરતા પ્રદ્યુમ્ન કનકમાલા નજીક આવ્યા ત્યારે તેણી કામચેષ્ટા કરવા લાગી. જ્યારે કુમારે પૂછ્યું : ‘માતા, તને શું વ્યાધિ છે ?” ત્યારે તેને લાંબે નિસાસે। મૂકથો, અતિ આગ્રહથી પૂછ્યું ત્યારે દાસ-દાસીઓને દૂર માકલી એકાંતમાં તેણે કહ્યું : ‘દુખને દૂર કરનારી મારી વાતને તું સાવધાન થઈને સાંભળ. કેની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા તું