________________
૨૮૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
વાચક (ઉપાધ્યાય) પદવીને ધારણ કરનારા હતા અને સહજપણે સમુદ્ર સમાન ગંભીર, લોકો વડે પૂજ્ય શ્રી રાજસાગરગણી, સ્વપર શાસ્ત્રના જાણકાર, જેનાગમના પ્રખર પંડિત, તાર્કિક શિરોમણી, નીરંતર સાધુ-શ્રાવકને અધ્યયન કરાવનારા, સાધુક્રિયામાં તત્પર, વિશુદ્ધ સંયમથી સુશોભિત, વિનયધર્મના હિમાયતી, વચનસિદ્ધ, અને જેઓના પ્રભાવથી મનુષ્યોની ઈચ્છિત અર્થની સિદ્ધિ કરનાર, એવા શ્રી રાજસાગરગણીવર્યના શિષ્ય રવિસાગરગણુ હતા. ગુરૂ કૃપાથી તથા ભગવતનું ધ્યાન, મહાનંદપકના ઈચ્છુક, અશુભ કર્મજ વિપત્તિઓને દૂર કરનારા તેમજ સંયમની સાધના વડે દુર્ગતિઓના દુઃખને દૂર કરનારા એવા શ્રી રવિસાગરગણીએ પિતાની બુદ્ધિને અનુસાર સમસ્ત શ્રોતાગણના હૃદયને આનંદ આપનારા એવા પ્રદ્યુમ્નચરિત્રની ઘણું ઉ૯લાસથી રચના કરી.
જેણે ચતુર્દશી (ચૌદશ) ના દિવસે અથવા પર્વતિથિએ શિકાર નહી કરવાનો નિયમ કરેલો, પશુપક્ષીઓને અભયદાન આપનારા, અને પોતાના દ્રવ્ય વડે જ્યારે જિનેશ્વર ભગવાનનાં મંદિરને જેમણે જિર્ણોદ્ધાર કરાવે ત્યારે ઘણું ઉલ્લાસ પૂર્વક ઘણા રૂપિયા ખરચેલા એવા ખેંગાર નામના રાજાના રાજ્યમાં આવેલા માંડલ નામના સુંદર નગરમાં (કે જે નગરમાં જિનેશ્વરભગવંતના સમવસરણની સુંદર રચના થઈ હતી.) ઘણું રસિક અને પાપોને હરનારું, મંગલને કરનારૂ, પ્રદ્યુમ્નચરિત્ર પુરૂં કર્યું હતું. વિ. સં. સેલને પીસ્તાલીસ [૧૬૪૫] ની સાલમાં ૭ર ૦૦ શ્લેક પ્રમાણુવાળું “શાંબપ્રદ્યુમ્નચરિત્ર” યાવચંદ્રદિવાકરી જયવંતુ વર્તો.
पुष्पिका पातिसाहश्रीअकबरदत्तबहुमानपूर्वजगद्गुरु-श्रीमतपागच्छगगने गगनध्वजसमानश्रोभट्टारक पुरंदर श्रीश्रीश्री हीरविजयसूरीश्वरराज्येऽऽसमाने श्रोविजयसेनसूरिप्रमुखानेकसुविहितसाधुसमुदायराजमाने संवत १६४५ वर्षे चैत्रसित प्रतिपदि गुरु-रेवतीयोगे श्रीबिभीतकनगरे महोपाध्यायश्रीहर्षसागरगणि-तच्छिष्य-पंडितप्रकांड पं. राजसागरगणि तच्छिष्य-नूतनचरित्रकरणपरायण पण्डित चकचक्रवति पं० श्रीश्रीश्री रविसागरगणि तच्छिष्यकण जिनसागर ફત મદ્ર છે
__ सुश्रावकपुन्यप्रभावक-जिनाजाप्रतिपालक- द्वादशवतधारक-सर्वोपमायोग्याभिधभारधूरीण सिद्धसाध्य श्रीहीरविजयसूरिआज्ञाप्रतिपालक-साहशिरोमणि सा० छीतरपु० साह ताल्हण पु० हेमराज नयणा सा० उदयवंत कुवर सांदूरुवारपाल समस्त परति प्रतिलाभिता पं० श्री श्री श्री रविसागर शिष्य जिनसागर परति दत्ता पतिलाभिता पन्यार्थ पंचमी निमित्ताथ शुभं भवतु ग्र० ७२०० समस्तं कल्याणं भूयात् ॥ ॥ इति श्रीसांबप्रद्युम्नचरित्रं समाप्तं ॥
પુપિકા: ભારત સમ્રાટ અકબરે બહુમાન પૂર્વક જેમને જગદગુરુની પદવી આપેલી, એવા શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન અને જેમનું સામ્રાજ્ય (શાસન) શ્રી વિજયસેનસૂરિ આદિ