________________
સર્ગ-૧૬
.
રથ ઉપર આરૂઢ થતાં રાજા-મહારાજાઓ પણ ક્ષણમાત્રમાં રંક બની જાય છે. એટલે સંપત્તિવૈભવ અને ઐશ્વર્ય સંખ્યાના રંગોની જેમ ક્ષણભંગુર છે. જે સ્વજનેને સવારમાં જોયા હોય તે મધ્યાહમાં દેખાતા નથી. અને મધ્યાહ્નમાં જોયા હોય તે રાત્રિમાં દેખાતા નથી. એટલે કે અનુષનું આયુષ્ય અંજલિમાં રહેતા જલની જેમ ક્ષણ-ક્ષણ વિનાશી છે. તેથી જ જ્ઞાની પુરૂષેએ કહ્યું છે કે - આવા વિનશ્વર શરીર, સંપત્તિ અને સ્વજન સંયોગને જાણી હે જીવ, અવિનાશી એવા પરમાત્માને સાક્ષાત્કાર કરી લે. એ જ તારા માટે હિતાવહ છે. પ્રદ્યુમ્ન મુનિ આ પ્રમાણે અનિત્યભાવનાનું નિરંતર ચિંતન કરતા હતા.
૨ : અશરણ-ભાવના જે માતાએ ઘણી ઘણી આશાથી પુત્રને નવ માસ ગર્ભરૂપે ઉદરમાં વહન કર્યો હોય છે, તે પુત્રને જયારે રાજા કોપાયમાન થઈને હણું નાંખે છે ત્યારે માતા પુત્રનું રક્ષણ કરી શકી નહીં. બાલ્યાવસ્થામાં પુત્રના બધા મનોરથ પૂર્ણ કરી તેને માટે કર્યો હોય, તે પુત્રનું એને વહાલસેયા પિતા પણ યમરાજાથી રક્ષણ કરી શકતા નથી. અને જેની સાથે નિરંતર પાંચે ઈન્દ્રિયોના મનહર વિષયસુખે અનુભવ્યાં હોય તેવી પ્રેમાળ પત્ની પણ આધિ-વ્યાધિથી પતિને શરણ આપી શકતી નથી. એટલે આ સંસારમાં માતા, પિતા, પત્ની, સ્નેહી-સ્વજનની વચમાંથી બેં બેં કરતા બેકડાની જેમ જીવને યમરાજા ઉપાડી જાય છે, ત્યારે કેઈ યમરાજાના મુખમાંથી છોડાવનાર નથી કે કોઈ શરણ આપનાર નથી
૩ : સંસાર સ્વરૂપ ભાવના ઋષિમુનિઓ તેમજ જિનેશ્વરોએ કહ્યું છે કે આ સંસાર અસાર છે. તુચ્છ છે, દગાબાજ છે અને તે જ વને નરકમાં લઈ જવા માટે કારણરૂપ છે. જે માણસે પોતાના સ્વાર્થ માટે બંધુઓની જેમ પ્રેમ રાખે છે, સ્નેહ ધારણ કરે છે, તે જ મનુષ્યો જ્યારે પોતાનો સ્વાર્થ ઘવાય છે અર્થાત્ સ્વાર્થની સિદ્ધિ થતી નથી ત્યારે દુશમન કરતાં પણ અધિક વિશ્વાસઘાત કરે છે. આ સંસારમાં માતા-પિતા-સ્નેહી-સ્વજન વિગેરે પોતપોતાના સ્વાર્થની સિદ્ધિ માટે જ તત્પર રહે છે. તે આવા દગલબાજ સંસારથી મુક્ત થઈ પિતાનું આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. સંસારના બધા સંબંધો પણ શાશ્વત નથી. અનાદિકાળથી ભ્રમણ કરતા આ જીવને એવું કંઈ સ્થાન નથી કે એવો કોઈ સંબંધ નથી કે જ્યાં જન્મ્યો ના હોય, મર્યો ના હોય કે કોઈ સંબંધ કર્યા વિના ને બાકી રહ્યો હોય. આ પ્રમાણે સંસારસ્વરૂપની ભાવના પ્રદ્યુમ્ન મુનિ રોજ ભાવતા હતા.
૪: એકત્વ.ભાવના. અનાદિકાળથી જીવ એકલે જન્મે છે અને એકલો મરે છે. એકલો દુઃખ ભોગવે છે અને એકલો જ સદ્દગતિ કે દુર્ગતિમાં જાય છે. ઉપાર્જન કરેલી ધન-સંપત્તિને ભેગવટો બધા જ કરે છે, પરંતુ ધન ઉપાર્જન કરતા બાંધેલ કર્મોના ફલસ્વરૂપ દુઃખ જીવ એકલો જ ભોગવે છે. એમાં કોઈ ભાગ પડાવતુ નથી. અશુભ કર્મની ફળશ્રુતિ રૂપે અંધત્વ, જડત્વ, મુર્ખવ, રાગીપણું વગેરે એકલાને જ ભોગવવું પડે છે. તે છે જીવ, સચિદાનંદસ્વરૂપ તારા પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરૂષાર્થ કર.