________________
૨૫૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
पूर्व तापसमात्रेण, ज्वालिता नगरी मम । कृतः सर्ववियोगश्च, रामोऽपि सांप्रतं गतः ।५५। , अहं देवेन केनाप्य-परेण भूचरेण वा । समुदायवता पूव, न हतोऽस्मि कदाचन ॥५६॥ रचनेचरानुकारेणे-काकिनापि दुरात्मना । हतो जराकुमारणो-छाय गृह्यामि तं शठं ।५७।
खंड खंडं विधायाहं, तस्यांगस्यापराधिनः । ददामि वनजोवानां, भक्षणं मांसकांक्षिणां ।५८॥ ध्यानेनेत्यतिरौद्रेण, तृतीये नरके हरिः । आयुः सहस्रवर्षाणां, संपूर्णीकृत्य जग्मिवान् ॥५९॥
જરાકુમારના ગયા પછી કૃષ્ણના પગે અત્યંત વેદના થવા લાગી. પરંતુ ભાવી તીર્થકર થવાના કારણે સમ્યકત્વધારી હોવાથી શુભ ધ્યાનમાં લીન બની ગયા. શ્રીકૃષ્ણ શુભ ભાવના ભાવતા બેલ્યા- “અરિહંત ભગવંતને મારે નમસ્કાર થાઓ,સિદ્ધ પરમાત્માને મારે નમસ્કાર થાઓ, આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય તેમજ સાધુઓને મારો નમસ્કાર થાઓ, યાદવવંશના કુલદીપક આબાલબ્રહ્મચારી ભગવાન શ્રી નેમિનાથને મારે નમસ્કાર થાઓ.” આ પ્રમાણે ચાર શરણ સ્વીકારી, શરણ્યને નમસ્કાર કરીને, તૃણનો સંથારે કરી, પગ ઉપર પગ ચઢાવી, શરીર ઉપર પીતાંબર ઓઢીને સૂતા. તેઓ શુભભાવનામાં ચઢયા : ધન્ય છે વરદત્ત આદિ રાજાઓને, ધન્ય છે રુકિમણી આદિ યાદવસ્ત્રીઓને, અને ધન્ય છે પ્રદ્યુમ્નશાંબ આદિ કુમારને, કે જેઓ સાંસારિક સુખેને તૃણવત્ છોડીને ભગવંત પાસે વ્રત ગ્રહણ કરી, જીવન ધન્ય બનાવી રહ્યા છે. પૂર્વજન્મમાં કરેલા નિયાણાના પાપે વાસુદેવ થયેલો એવો હું, આ બધી વિડંબનાએ ભેગવી રહ્યો છું. આ પ્રમાણે શુભ ભાવના ભાવી રહ્યા હતાં ત્યારે મૃત્યુની અંતમુહૂર્ત ઘડી આવી પહોંચી. “ગતિ એવી મતિ” એ સિદ્ધાંતને અનુસારે કૃષ્ણને વાસુદેવપણું હોવાથી નરકગતિમાં જવાનું હોઈ, ક્રૂર રૌદ્રધ્યાન શરૂ થયું. પગની પીડા, ભયંકર તૃષા અને શોક, ત્રણે પ્રકારના વાતષથી અસહ્ય વેદનાને અનુભવતા નરકગામી કૃષ્ણ ભયંકર રૌદ્રધ્યાનમાં ચઢી ગયા. પેલા તાપસે મારી સ્વર્ગપુરી સમી દ્વારિકાને બાળી નાખી, અને મને બધાની સાથે વિયાગ કરાવ્યું. એ દુષ્ટ પાપી દ્વૈપાયનના શરીરના ખંડ ખંડ ટુકડા કરીને વનચર પશુઓને બલી માટે આપી દઉં ! કયાં ગયો એ દુષ્ટાત્મા તાપસ ? એ જ્યાં હોય ત્યાંથી કે પકડી લાવે. અરે, કઈ દેવ, દાનવ કે ભૂચર એકલો હોય કે સમુદાયમાં હોય, કેઈની તાકાત નથી કે મને એક જરા સરખો ઘા કરી શકે. ત્યારે પેલા વનેચર અધમાધમ જરાકુમારે મને બાણ માર્યું ? એ દુષ્ટ પાપી, તું અહીં આવ. તારું ગળું પકડીને તને ગુંગળાવી નાખું. એ શઠ, લુચ્ચા, તું ક્યાં ભાગી ગયો ? તારા શરીરના ટુકડા કરી કરીને માંસભક્ષી ગીધડાઓને આપી દઉં. તારા શરીરની ઉજવણી કરતા ગીધડાઓને જોઈને મને શાંતિ થશે. આ પ્રમાણે રૌદ્રધ્યાનમાં મરી, એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, કૃણ ત્રીજી નરકમાં ઉત્પન્ન થયા.
अथ पानीयमानीय, समागच्छन् विदूरतः । निश्च ष्टं काष्टवद् दृष्ट्वा, बंधु बलोचिंतयत् ॥ माभूत्केनापि जीवेन, हतोऽयं वैरिणाथवा । पश्यामि त्वरितं गत्वौ-त्सुक्यादागात्तदंतिके ।६१॥ आगत्य तस्य तेनोक्त-मुत्तिष्टोत्तिष्ट बांधव । त्वदर्थं तायमानीतमस्ति, तृष्णाच्छिदे पिब ।६२॥ नोत्तिष्ठेन्नवदेद्याव-न्मोहेन विह्वलस्तदा । विलापैरिति वाक्यानि, रामो रुदन्नभाषत ॥६३॥