________________
સર્ગ-૧૫
૨૪૫
अस्मदर्थ युवाभ्यां तु, प्रयत्नो जनितो महान् । तथापि मुच्यते मास्मान्, दुसाध्या भवितव्यता । यदि प्रथममस्माभिः, श्रीनेमिक्रमसन्निधौ । नाददे संयमः कर्म-फलं भोक्ष्यामहे तदा ॥५२॥ इत्युक्तेऽपि न गच्छेतां, यावत्तौ सीरिशाङ्गिणौ । अश्रुपातं प्रकुर्वाणौ, संस्थितौ तत्र मोहतः॥ देवकीरोहिणीतात-वसुदेवैर्महार्हतः । तावच्चविधाहार–प्रत्याख्यानं विनिर्ममे ॥५४॥ अथ श्रीनेमिनाथस्य, संसारदुःखनाशिनः । अस्माकं शरणं भूया-द्भवेत्राऽपि भवांतरे ।५५। शरणं भवतादह-सिद्धसाधुवृषस्य नः । स्वयमाराधनां कृत्वा, नमस्कारान् मुखेऽस्मरन् ।५६। विमुक्तजीविताकांक्षा-स्त्रयोऽपि तेऽभवन् यदा । तदा वह्निमयं मेघ, सोऽसुरस्स्तेष्ववर्षयत् ॥ त्रयोऽप्यासन शुभध्याना-न्मृतास्ते स्वर्गभाजिनः। ततः सान्वतगोविदौ, जीर्णोद्यानं प्रचेलतुः॥
રાત્રિમાં ઉકાપાત થવા લાગ્યા. ચન્દ્ર, નક્ષત્ર, તારા આદિ ઝાંખા પડી ગયા. નક્ષત્ર રાશિમાંથી વિજળીનાં જેવા અંગારાની વૃષ્ટિ થવા લાગી. ત્યાં રહેલા લોકોને દ્રષ્ટિની ભ્રાંતિ થવા લાગી. ચંદ્ર-સૂર્યનું તેજ ક્ષીણ થઈ ગયું. પોતાના પ્રાસાદો ઉપર રહેલા શિખરો આપોઆપ પડવા લાગ્યાં. રાત્રિમાં ચારે દિશામાંથી થતાં ભયંકર અટ્ટહાસ્યના અવાજથી ભયભીત થયેલા લોકેની નિદ્રા ઉડી ગઈ. પૂર્વે કયારે પણ નહીં સાંભળેલા એવા ઘૂવડ આદિના ભયંકર અવાજે આવવા લાગ્યા. દિશાઓમાં અગ્નિ ઉત્પન્ન થતે દેખાવા લાગ્યો. લોકેના મનને ઉદ્વેગકારી એવા ધરતીકંપના અવાજ થવા લાગ્યા. પાષાણમાં કતરેલી પૂતળીઓ જાણે સાક્ષાત્ હસતી ના હોય તેવું દ્રશ્ય દેખાવા લાગ્યું. અને રાત્રિના સમયે ભૂત-પ્રેત, પિશાચ, વૈતાલ આદિની સાથે દ્વૈપાયન અસુર દ્વારિકામાં ભમવા લાગ્યો. પુણ્યકર્મના ઉદયથી વિષ્ણુને શંખ, ચક્ર આદિ સાત રત્ન, અને બલદેવને ચાર રત્ન ઉત્પન્ન થયેલાં હતાં, તે રત્નો પાપકર્મના ઉદયથી આપોઆપ ચાલ્યા ગયાં. અર્થાત્ નાશ પામ્યાં. ત્યારબાદ અસુરે પ્રચંડ “સંવત” નામના (વાવાઝોડુ) વાયુને વિકર્યો. તેનાથી નગરીમાં અને નગરીની બહાર રહેલા તૃણ-કાષ્ટ આદિ એક જગ્યાએ (નગરીની મધ્યમાં) ભેગા કર્યા. અને નગરીની બહાર રહેલા કાષ્ટ, તૃણુ અને વૃક્ષોને લાવી લાવીને અધમ એવા અસુરે નગરીની મધ્યમાં એકઠા કર્યા. યાદવની સાઈઠ કુલકટિ જે બહાર રહેલી, તે અને નગરીમાં રહેલી હોંતેર કુલકોટિ યાદવોને ભેગા કરીને, તેઓ ઉપર અગ્નિનો વરસાદ વર્ષો. પાતાલમાં જાય કે આકાશમાં જાય, ગુફામાં પેસે, કે ભેંયરામાં પેસે, પરંતુ માનવ જેમ યમરાજાથી મૂકાતે નથી તેમ આ અધમ અસુરે એક પણ માનવ કે પશુ-પક્ષીને છોડયા નહીં. જ્યાં ત્યાંથી લાવી લાવીને અગ્નિમાં ભસ્મીભૂત કરવા લાગ્યો. ધગધગૂ કરતી અગ્નિની ભયંકર જ્વાલાઓ જાણે આખા જગતને બાળી નાંખવા માટે તૈયાર થઈ ના હોય, તે પ્રકારે દ્વારિકા નગરીમાં ચારે બાજુ વિસ્તરી ગઈ. કલ્પાંત કાલની આગ સમાન ભયંકર જવાલાઓને વમતા અગ્નિમાંથી કેઈ બહાર જઈ શકે નહી તે માટે ના હોય, તેમ ધૂમાડાના ગોટે ગેટા કરતે અંધકાર વ્યાપી ગયો. અગ્નિની
જ્વાલાઓથી પીડાઈ રહેલા વસુદેવ, દેવકી અને રોહિણી પણ પોતાના પુત્રો કૃષ્ણ અને બલભદ્રને પિકારવા લાગ્યાં - “હે બલભદ્ર, હે કૃષ્ણ, તમે કેમ આમ ઊભા રહ્યા છો? કયાં ગયું તમારું બલ? તમે બે જણે તો મોટી મોટી અક્ષૌહિણી સેનાને જીતી લીધી છે, અમે આટલા દુ:ખી થઈ રહ્યા છીએ, ને તમે કંઈ પણ કરતા નથી? હે પુત્રો, અમારાથી આ દુઃખ સહન થતું નથી. તમારા સિવાય અમારું દુઃખ કેણુ દૂર કરશે? હે પુત્રો, તમે કયાં ગયા? તમે જલદી આવો.