________________
સગ–૧૫
૨૪૧
सहोदरसुहद्वाक्य-मित्थमाकर्ण्य मन्मथः । तैर्जनन्या च कांताभिः, समारोह हस्तिन ।९२॥ रुक्मिणीमस्तुवन् केचित् केचित्तदा नरायणं । प्रद्युम्नसांबमित्राणि, स्त्रियः केचिच्च नेमिनं ॥ सा धन्या जननी यस्याः, कुक्षिजः सुन ईदृशः । धन्यः स पद्मनाभोऽपि, यस्य वंशः प्रदीपकः ।। धन्यः सांबकुमारोऽपि, यस्तस्य सहचार्यभूत् । धन्यानि तानि मित्राणि, यमैत्रो प्रतिपालिता। एता धन्याः स्त्रियो रूप-लावाद्धसमन्विताः । सम्यक् पतिव्रताधर्म-पालका अभवंश्च याः। धन्यो नेमिजिनो येन, त्रैलोक्योत्तापकारकः । सुधामधुरया वाण्या, प्रद्युम्नोऽपि प्रबोधितः ॥ अयं धन्यः कुमारोऽपि, विनोदान् परिहृत्य यः । कैवल्यसाधनायाभू-तारुण्येऽपि समुद्यतः ॥ द्वारिकानरनारीभिः, स्तुत्येति क्रियमाणया। ददद्दानं महद्धः, प्रद्युम्नः प्राप नेमिनं ॥९९॥ नत्वा प्रदक्षिणाभिः स, श्रीनेमिनं व्यजिज्ञपत् । भवोद्विग्नस्य मे देहि, चारित्रं निजपाणिना । दुःखितानामनाथानां, धर्मिणां पापिनां नृणां । त्वमेव वर्तसे नाथ, संसारात्तारणक्षमः ॥१॥ ततः श्रीनेमिनाथेन, तेषां दीक्षा समपिता। स्वजन्मन्यमन्यंत, सर्वेऽपि ते कृतार्थतां ॥२॥ रुक्मिण्या जांबवत्या च, गृहितः संयमो यदा । तदोपाददिरे प्राज्या, अपि तद्यादवांगनाः ॥
આ પ્રમાણે માતા, પત્નીઓ, બંધુઓ અને મિત્રોની અનુમતિ મેળવી પ્રદ્યુમ્ન પોતાના પિતા કૃષ્ણ પાસે જઈ નમસ્કાર કરી પોતાની સાથે સંયમ લેવા માટે ઉત્સુક થયેલી માતા, પત્નીએ, બંધુ અને મિત્રોની વાત કરી. સાંભળીને દુઃખી થયા છતાં જિનેશ્વર ભગવંતનાં વચનોને આત્મસાત્ કરનારા સમયકત્વધારી કૃષ્ણ પ્રદ્યુમ્નકુમાર આદિની દીક્ષાને મહામહોત્સવ કરાવ્યો, અને દ્વારિકાનગરીમાં ઉષણ કરાવી કે, “જે કેઈને પણ નેમિનાથ ભગવંતની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવી હોય, તેને દીક્ષા મહોત્સવ રાજ્ય તરફથી થશે અને તેના કુટુંબની આર્થિક જવાબદારી રાજ્ય ઉપાડી લેશે.” આ પ્રમાણે ઉષણ કરાવી કૃષ્ણ શાંબ-પ્રદ્યુમ્ન આદિ કુમાર, રૂકિમણી, જાંબવતી આદિ પટ્ટરાણીઓ, રતિકુમારી આદિ પ્રદ્યુમ્નની પત્નીએ તેમજ બીજા પણ નગરવાસી સ્ત્રી-પુરૂષને મહામહોત્સવપૂર્વક પોતે વિદાય આપી. માતા અને પત્નીની સાથે હસ્તિ ઉપર આરૂઢ થયેલા પ્રદ્યુમ્નકુમાર, શાંબ આદિ મિત્રો તેમજ બીજા કરડે યાદવ સ્ત્રીપુરૂષ હાથી, ઘોડા, રથ, શિબિકા આદ જુદા જુદા વાહનોમાં બેસીને વરસીદાન દેતા ચારિત્રગ્રહણ કરવા માટે, દ્વારિકામાંથી નીકળી સહસ્ત્રાપ્રવનમાં ભગવાન નેમિનાથ પાસે ગયા, જ્યારે શાંબ-પ્રદ્યુમ્ન આદિનો વરઘેડે દ્વારિકામાંથી પસાર થયો, ત્યારે કેટલાક લોકો રૂકિમણીની, કેટલાક કૃષ્ણની, કેટલાક શાંબ-પ્રદ્યુમ્ન આદિ મિત્રના તે કેટલાક શાંબ-પ્રદ્યુમ્નની પત્નીઓની પ્રશંસા કરતા હતા. કેટલીક સ્ત્રીએ ભગવાન નેમિનાથની સ્તુતિ કરતી હતી, કેટલીક સ્ત્રીઓ હર્ષનાં આંસુ સારતી બેલતી હતીઃ “ધન્ય છે તે માતાને કે જેની કુક્ષીમાં આવો પુત્રરત્ન ઉત્પન્ન થયો. ધન્ય છે કૃષ્ણને કે જેના વંશમાં આવો કુલદીપક પેદા થયો. ધન્ય છે શાંબકુમારને કે જેને આ પ્રદ્યુમ્ન જેવો બંધુ સહચારી બન્યો. ધન્ય છે પ્રદ્યુમ્નના મિત્રોને કે જેઓએ મિત્ર ધર્મનું બરાબર પાલન કર્યું. ધન્ય છે રૂપ સૌંદર્યવતી પ્રદ્યુમ્નની પત્નીઓને કે જેઓએ પતિ
૩૧