________________
૨૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આરાધના કરી, તપ તપીને દેવલોકમાં જાય તે તારે મને પ્રતિબંધ કરવા આવવું પડશે.” જે તું આટલું વચન આપે તો તને દીક્ષા લેવાની અનુમતિ આપું. સિદ્ધાર્થ સારથીએ બલભદ્રનું વચન માન્ય રાખી, ભગવાન નેમિનાથ પાસે દીક્ષા અંગીકાર કરી. છ માસ સુધી તીવ્ર તપ કરીને સિદ્ધાર્થ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. इतः क्षिप्तं पुरा मद्यं, शिलाकुंडेषु यज्जनः । वृक्षाणां पुष्पपातेन, तत्तीव्र प्रत्युताभवत् ।२१। ग्रीष्मकाले तृषाक्रांतः, सांबस्य कोऽपि पूरुषः । पर्यटन प्रययौ तत्र, स शिलाकुंडमक्षत ॥२२॥ यथेष्टं तत्र पीत्वा तां, सुरां स्वादुकरी मुखे । स प्राप्तभूरिसौहित्य-स्तां लात्वा द्वारिकां ययौ । तेन सांबकुमारस्य, तस्या अकारि ढौकनं । तां निपीय कुमारोऽवि, मोदमानोऽवदन्नरं ।२४। इतं त्वया कुतःप्राप्ता, सुराणामपि दुर्लभा ।सोऽबग्यदि दिहक्षा ते, दर्शयामि तदा विभो ।२५। स्थानप्रदर्शिना तेन, कुमाररुत्कटः सह । द्वितीयदिवसे सांबः, शिलाकुंडेषु जग्मिवान् ।२६। निरीक्ष्य चिरकालेन, तेषु तां मदिरां वरां । गृध्रत्वेन पपौ सांबो, भ्रातृ-भ्रातृव्यमित्रकैः ॥ तारुण्येन सुरापान-विधानेन यदृच्छया। सर्वेऽपि ते मदोन्मत्ता, बभूवुद्धिरदा इव ॥२८॥ गायंतो निपतंतस्ते, ददतो हस्ततालकान् । ध्यानं प्रकुर्वतो द्वैपा-यनस्य पार्श्वमागताः ।२९। तापसं वीक्ष्य तं जाग्र-त्कोपः शांबोऽब्रवीदिदं । मार्यतां मार्यतामेषो-ऽस्मद्वेषोत्पादधारकः ।। वराको मारितोऽस्माकं, द्वारिकायाः कुलस्य च । ज्वालनेन परिध्वंसं, प्रविधास्यत्ययं कथं? ॥ मुष्टिभिश्च चपेटाभि-र्लेष्टुभिश्चरणैस्तथा । निहतः पातयित्वोयां, मुक्तो मृतकवत्कृतः ।३२॥ मदाद् द्वैपायनषि तं, जानंतो मानसे मृतं । पुरी द्वारवती गत्वा, ते स्वगेहमशिश्रयन् ।।३३।।
ગીરનાર પર્વતના શિલાકુંડમાં નાખેલી મદિરા નજીકમાં રહેલા વૃક્ષોના પુપોના પડવાથી તીવ્રપણે વધી. આ શિલાકુંડ મદિરાથી છલોછલ ભરાઈ ગયે. હવે એક વખત ચીમકાલમાં શબકુમારને કે માણસ પર્યટન કરવા માટે ગયેલો. તૃષાતુર થયેલો તે પાણીની શોધમાં ફરતા ફરતા દૈવયોગે શિલાકુંડ પાસે આવ્યા. કુંડમાં મઘમઘાયમાન સુગંધી મદિરા જેઈને ખૂશ થયો. તેણે આકંઠ મદિરાપાન કર્યું. ત્યાં વૃક્ષની છાયામાં થોડો સમય આરામ કરીને, પોતાના સ્વામિ શાંબકુમાર માટે થોડી સ્વાદિષ્ટ મદિરા સાથે લીધી અને દ્વારિકામાં જઈને શબકુમારને આપી. કુમાર પણ મદિરાનું પાન કરીને, ખૂશ થઈને પેલા માણસને પૂછ્યું: “અરે, આવી દેવોને પણ દુર્લભ એવી સ્વાદિષ્ટ મટિરા ક્યાંથી લાવ્યો?” તેણે કહ્યું - “સ્વામિન, આપને જોવાની ઈચ્છા હોય તે બતાવું” બીજે દિવસે ઉચ્છખંલ એવા રાજકુમારોને સાથે લઈને શાંબકુમાર પોતાના માણસે બતાવેલા સ્થાને ગયે. ત્યાં શિલાકુંડમાં લાંબા સમયે સુગંધી મદિરા જોઈને શાંબ આદિ રાજકુમારે ખૂશ થઈને નાચવા લાગ્યા. લાલુપતાથી શાંબે, તેના ભાઈઓએ, ભત્રીજાઓએ અને મિત્રોએ આકંઠ મદિરાપાન કર્યું. રૂપ, યૌવન, સત્તા અને તેમાં પાછું મદિરાપાન. એટલે બાકી શું રહે? એ સવે કુમાર મદોન્મત્ત બનીને જંગલી હાથીઓની જેમ મસ્તી કરતા, હાથથી જોર જોરથી તાલીઓ પાડતા, ગીતો ગાતા પર્વત પર આમ તેમ ફરવા લાગ્યા. ફરતા ફરતા પર્વતની એક ગુફામાં ગયા. ત્યાં ધ્યાનમાં બેઠેલાં પાયન તાપસને જે. દ્વૈપાયનને જોઈ ને કીધાતુર