________________
સ-૧૪
સાત સાત પુત્ર થયા પરંતુ મે. અભાગિણીએ એક પણ પુત્રને રમાડયા નહી. તું આઠમેા પુત્ર દેવે દીધેલા છે. તેનુ પાલન કર્યું. હવે તું જો સયમ ગ્રહણ કરીશ તે મારી શું ગતિ થશે ? તારી જો દીક્ષા લેવાની પ્રબળ ઇચ્છા હોય તેા ભાગસુખાને ભાગવીને વૃદ્ધાવસ્થામાં જરૂર લે જે.’ કુમારે કહ્યું = ‘માતા, વૃદ્ધાવસ્થા આવશે, એ હું જાણતા નથી. માટે મને હમણાં જ કૃપા કરીને દીક્ષાની અનુમતિ આપે.’ ‘યુવાવસ્થામાં જ આ પુત્ર દીક્ષા ગ્રહણ કરશે.' એવુ' દેવાએ મને પહેલેથી જ કહ્યું હતુ. આ પ્રમાણે વિચારતી દેવકીએ દુઃખી થવા છતાં પણ એને એક શબ્દ પણ કહ્યો નહી. મૌન ધારીને બેસી ગઈ. ‘મૌનમેવ અનુમતમ્' એ ન્યાયે ગજસુકુમાલે માતાની અનુમતિ મેળવી, પિતા વસુદેવ તેમજ કૃષ્ણમહારાજાની પણ રજા મેળવી. તેની દીક્ષાના ચેાકકસ નિણૅય જાણીને કૃષ્ણે મહાત્સવપૂર્વક તેને ભગવાન નેમનાથ પાસે દીક્ષા અપાવી. મેાહથી રૂદન કરતા કૃષ્ણ આદિ યાદવેા ઘેર આવ્યા. બંને પત્નીએ સાથે દીક્ષા ગ્રહણ કરીને આખા દિવસ શુભધ્યાનમાં પસાર કરી, સાંજે ગજસુકુમાળે ભગવાન નેમિનાથને વિજ્ઞપ્તિ કરી : ‘ભગવન્ જો આપની આજ્ઞા હાય તા આજે જ રાત્રિના સમયે સ્મશાન ભૂમિમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહુ.’ ત્યારે નેમિનાથે તેની મુક્તિ નિશ્ચિત જાણીને ‘ જહાસુખમ્ ’–‘ જેમ તને સુખ પડે તેમ કર. ’ એ પ્રમાણે કહીને અનુમતિ આપી. ભગવંતના આદેશ શિરોધાય કરી; ભગવંતને નમસ્કાર કરીને શ્મશાનભૂમિમાં જઇને ગજસુકુપાલ મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ગજસુકુમાલે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેના સસરા સામશર્મા બ્રાહ્મણ, કાય પ્રસ`ગે બહારગામ ગયેલા. બહારગામથી આવતાં તેણે રાત્રિના સમયે ગજસુકુમાલને સાધુના વેષમાં કાઉસ્સગ્ગધ્યાને ઊભા રહેલા જોયા. જોઈ ને ક્રેાધાતુર બનેલા સામશર્મા બ્રાહ્મણે વિચાર્યું : ‘જો આને આવા પાખંડ કરવા હતા તા મારી પુત્રીને કેમ પરણ્યા ? મુંડીયેા બનીને એણે મારી દીકરીને દુઃખી કરી દીધી.’ આ પ્રમાણે ક્રોધથી વિચારતા સાધુની હત્યા કરવા માટે ભીની માટી લાવીને કાઉસ્સગ્ગધ્યાનમાં રહેલા ગજસુકુમાલ મુનિના માથા ઉપર સગડી બનાવી, અને તેમાં ખળતા મૃતકના સળગતા અગારા લાવીને ભર્યાં. તેનાથી ઉત્પન્ન થયેલી વેદનાને સમભાવે સહન કરતા ધ્યાનસ્થ મહામુનિ મસ્તકની સાથે શુકલ ધ્યાનથી ક રૂપી કાષ્ઠને ખાળતા ઘાતીકના ક્ષય કરી કેવલજ્ઞાન પામી અંતર્મુહુર્તામાં જ અંતકૃત કેવલ થઇને મેાક્ષમાં ગયા.
૨૨૫
अथ प्रात कुंदोऽपि परिवारेण पूरितः । चचाल नेमिनं नंतुं, गजं दृष्टुं समुत्सुकः ॥७०॥ द्वारवत्या बहिर्याव-निर्गतः पुरुषोत्तमः । ब्राह्मणं तावदैक्षिष्ट, मूर्ध्ना वहंत मिष्टिकां ॥ ७१ ॥ तं वीक्ष्याचितयत्कृष्ण, एकामेकामपोष्टिकां । वहन् वृद्धो द्विजन्मायं कदा नेष्यति पूर्णतां ॥ तस्य वृद्धस्य विप्रस्य विष्णुनेत्यनुकंपया । लात्वेष्टिका करेणैका, मुक्ता देवनिकेतने ॥७३॥ ततो द्विजन्मनस्तस्य सर्वा अपोष्टिका जनैः । आदाय निजपाणिभ्यां तत्रामुच्यंत तत्क्षणात् ॥ ब्राह्मणं तं सुखीकृत्य, नेमिपार्श्वे गतो हरिः । नत्वा स्थितो गजं दृष्टुं न तमैक्षत कुत्रचित् ॥ ७५ ॥ अहो वाचंयमेष्वेपु, न दृश्यते गज क्वचित् । नेमि पृच्छाम्यहं तह्यं पृच्छद्ध्यात्वेति तं हरिः । स्वामिन्नमी विनेयास्ते, दृश्यंते शोभनाननाः । एकस्तु नूतनः शिष्यो, नेक्ष्यते कुत्रचिन्मया ॥७७॥ युष्माभिः प्रेषितः क्वाऽपि ध्यानलीनोऽस्ति वा क्वचित् ।
पठत्यन्यत्र साधूना -माचारं च स्थितः क्वचित् ॥ ७८ ॥
૨૯