________________
૨૨૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ગૌચરી માટે દ્વારિકા નગરીમાં ગયા. એક સંઘાટક અનીયશ મુનિ અને અનંતસેન મુનિને હતો. તે મુનિવર ફરતા ફરતા દેવકીમાતાના આવાસમાં ગયા. કૃષ્ણ સમાન આકૃતિવાળા બે મુનિવરને જોઈને ખૂશ થયેલી દેવકીએ સિંહકેશરીયા મોદક બંને મુનીવરોને હરાવ્યા. તે બે મુનિવરે ગોચરી લઈને ગયા બાદ અજિતસેન મુનિ અને જિતારી મુનિ નામના બે મુનિવર બંધુઓ ભિક્ષા માટે દેવકીના ઘેર પધાર્યા. ત્યારે ભક્તિભાવપૂર્વક દેવકીએ તે બંને મુનિવરોને પણ સિંહ કેશરીયા લાડુ વહોરાવ્યા. તે બંને મુનીવર ગયા પછી, તરત જ દેવયશમુનિ અને શત્રુસેનમુનિ દેવકીના આવાસમાં પધાર્યા. તેમને પણ દેવકીએ શુભભાવપૂર્વક માદક લહેરાવ્યા. પરંતુ દેવકીના મનમાં એક આશ્ચર્ય થયું કે : “શું આ બે મુનિવરોને બીજે ક્યાંય ગેચરી નહી મળતી હોય? ફરી ફરીને આ બે મુનિવરો મારા ઘરે કેમ પધાર્યા હશે? રૂ૫ અને ભાષાથી એક સરખા હોવાથી બબ્બેની જોડીમાં ત્રણ સંઘાટકના ભેદને નહી જાણતી દેવકીએ હાથ જોડીને તે બે મુનિવરને પૂછયું :- “હે મુનિવરે, તમે શું દિશા ભૂલી જવાથી ત્રીજી વખત મારા ત્યાં પધાર્યા કે મારી જોવામાં કઈ ભ્રાંતિ થઈ છે? તમે બે શું અલગ અલગ વિહાર કરે છે, કે મારી મતિમૂઢતાથી તમે મને એક સરખા દેખાઓ છો? અથવા ધનધાન્યથી પરિપૂર્ણ સ્વર્ગલક્ષમી સમાન દ્વારિકાપુરીમાં મુનિવરોને શું ભિક્ષા આપનાર કેઈ નથી? મુનિવરોએ કહ્યું :
ભ, અમારી કે દિમૂઢતા નથી થઈ, તેમજ તમારા ચિત્તની કોઈ ભ્રાંતિ પણ નથી. દ્વારિકા નગરીમાં લેકે ધર્મ-અર્થ અને કામ પુરૂષાર્થની સાધનામાં તત્પર છે. તેથી ભિક્ષા પ્રાપ્તિ કંઈ દુર્લભ નથી. પરંતુ ભદ્દિલપુરવાસી નાગ અને સુલસાના પવિત્ર આશયવાળા અમે છ સહોદરબંધુઓ છીએ. ભગવાન નેમિનાથની દુર્ગતિને છેદનારી ધર્મદેશના સાંભળી, સંસારસુખથી વિરક્ત બની, છએ ભાઈઓએ સાથે ચારિત્રગ્રહણ કરી, ભગવાન નેમિનાથના અમે શિષ્ય બન્યા છીએ. અમે છ ભાઈઓ બબ્બેની ટુકડીમાં દ્વારિકામાં ગોચરી માટે ફરતા, વારાફરતી છ ભાઈઓ તમારે ત્યાં આવ્યા. તે બે મુનિવરોની વાણી સાંભળીને દેવકી મનમાં વિચારવા લાગી :- “આ છએ મુનિવરોને જોઈને, તેમના પર મને કૃષ્ણ જેટલે પ્રેમ આવે છે. તેથી સમવસરણમાં જઈને ભગવાન નેમિનાથને આ છએનું વૃત્તાંત પૂછું. અથવા અતિમુક્ત મુનિએ મને કહેલું કે દેવકી, તને આઠ પુત્રો થશે.” તે શું આ છે મારા પુત્રો હશે? ખેર, હું શા માટે સંકલ્પ
કરૂ? ભગવંતને પૂછીને સમાધાન મેળવી લઈશ.” આ પ્રમાણે વિચારીને દેવકી બીજા દિવસે નેમિનાથ ભગવાનના સમવસરણમાં ગઈ. ભગવાનને વંદના કરી, ધર્મદેશના સાંભળીને એ છીએ મુમુક્ષુ મુનિવરોનું સ્વરૂપ પૂછયું. ભગવાન નેમિનાથે કહ્યું – “દેવકી, હરિણગમેષ દેવે પાલન કરવા માટે સુલસાને જે છ પુત્રો આપેલા, તે આ છએ સાધુ તારી કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા તારા જ પુત્રો છે.” ભગવંતની વાણી સાંભળીને દેવકી મનમાં શોક કરવા લાગી :- “અહો, સઘળી સ્ત્રીઓમાં હું કેવી ભાગ્યહીન છું કે જેને મેં નવ નવ મહિના સુધી પેટમાં ગર્ભરૂપે ધારણ કર્યા. મહાકટે છએ ને જન્મ આપ્યો, પરંતુ એમાંના એક પણ પુત્રનું લાલન પાલન કરી શકી નહીં. એક પણ પુત્રને ધવરાવ્યા નહીં અને રમાડ પણ નહી. ધન્ય છે સુલસાને કે જેણે આ દેવ જેવા પુત્રનું લાલન-પાલન કર્યું. ધન્ય છે બીજી સ્ત્રીઓને કે જે સ્ત્રીઓ પોતાનાં પુત્રોનું બાલ્યાવસ્થામાં લાલન પાલન કરે છે. અરે, પેલી મૃગલી, સિંહણ કે કુતરી આદિ પશુ સ્ત્રીઓ પણ મારાથી અધિક ભાગ્યવંતી છે, કે જે પોતાના પુત્રોનું લાલન પાલન કરે છે.” આ પ્રમાણે દેવકી દુઃખથી મનમાં શેક કરી રહી છે, ત્યાં એકસરખા સુંદર આકૃતિવાળા છે એ સાધુએ આવ્યા. છએ મુનિવરોને જોઈને, તેમને પ્રણામ કરીને દેવકી બેલી : ‘મારી કુક્ષીથી