________________
૨૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
षोडशभिः सहस्र श्च, राज्ञां मुकुटधारिणां । समृद्धयादभ्रया विष्णुः, प्राप रेवतकाचलं ५०॥ यावत्समवसरण-समीपं समुपागतः । हस्तितस्तावदुत्तीर्य राजचिह्नानि सोऽमुचत् ॥५१॥ प्रविश्य समवसृत्या, उत्तरद्वारि केशवः । नेमि प्रदक्षिणीकृत्य, ववंदे भूरिभक्तितः ॥५२॥ अनुशक्रं स्थितो विष्णु-र्यथोचितं परेऽपि च । पुनर्नत्वेंद्रगोविंदौ, नेमिस्तुति प्रचक्रतुः ।५३। नमो देवाधिदेवाय, नमो दुःखविनाशिने । नमो दारिद्रयघाताय, नमस्तथास्तकर्मणे ॥५४॥ योग्यं तवैव वैराग्यं, ज्ञानं ध्यानं जपस्तपः । येनाबाल्यादपि स्वामि-स्त्वया ब्रह्मव्रतं वृतं ॥ दर्शनात्तवपापानि, दर्शनात्ते विपत्तयः । भव्यानां विलयं यांति, फलंति च मनोरथा : ५६। ध्यानं विधीयते येन, तावकोनं जिनेश्वर । स घोराग्विातापि, भवेत्कर्मविनाकृतः ॥५७॥ यत्र तत्र स्थितेनापि, यत्तत्कृत्यं प्रकुर्वता । नरेण ध्यायसे चेत्त्वं, तोष न पराभवेत् ।।५८।। इति स्तुत्वा यथास्थानं, यादिंद्राच्युतौ स्थितौ। तावद्भगवतारेभे, देशना क्लेशनाशिनी ॥
ભગવાન નેમિનાથે ત્યાગ કરેલી હોવા છતાં રાજિમતી વૈરાગ્યથી નેમિનાથ પ્રત્યે દ્રઢ અનુરાગને ધારણ કરતી રહી. ચારિત્રગ્રહણ કર્યા બાદ નેમિનાથ ભગવાન ચેપન દિવસ સુધી ભૂમં. ડલ પર વિચરીને ગિરનાર પર્વતના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં “વેતસ’ નામના વૃક્ષ નીચે અમને તપ કરી શકલ ધ્યાનને ધ્યાવતા ભગવાન નેમિનાથે ઘાતકર્મનો ક્ષય કર્યો. આ વદ અમાવસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં ભગવંતને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પોતાનું સિંહાસન ચલાયમાન થવાથી, અવધિજ્ઞાનથી ભગવંતને કેવલ્યજ્ઞાન થયેલું જાણીને, દેવેન્દ્રોએ તરત જ સહસ્ત્રાપ્રવનમાં આવીને ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. તેના ઉપર ૧૨૦ ધનુષ્ય ઊંચા રમૈત્યવૃક્ષનું નિર્માણ કર્યું. પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને સમવસરણને ત્રણ પ્રદક્ષિણ દઈ “નમો તિસ્થમ્સ આ પ્રમાણે તીર્થને નમસ્કાર કરી, બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બિરાજમાન થયા. ત્રણ દિશામાં રત્નનાં સિંહાસન ઉપર વ્યંતરદેવોએ ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ મૂક્યાં. ચારે નિકાયના દેવદેવીઓ પોતપોતાને ગ્ય સ્થાને બેઠા. સમવસરણમાં દેવદેવીઓથી સેવાતા ભગવાન નેમિનાથને જોઈને શૈલપાલકે એ કૃષ્ણને વધામણી આપી. ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયાના સમાચાર સાંભળીને આનંદવિભોર બની બેઠેલા કૃષ્ણ વધામણી આપનાર શૈલપાલકને સાડા બાર કરોડ રૂપિયાનું દાન આપ્યું અને દ્વારિકા નગરીમાં પડહ વગડાવી ઘેષણ કરાવી. સોલ હજાર મુગટબંધી રાજાઓ, દશે દિશાહ બંધુઓ, સ્વજને, બાંધો, કરોડોની સંખ્યામાં રાજકુમાર તેમજ બત્રીસ હજાર અંતઃપુરની રાણીઓ સહિત ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈને સમૃદ્ધિશાળી વિષ્ણુ, નેમિનાથ ભગવંતને વંદન કરવા માટે રૈવતાચલ પર્વત ઉપર આવ્યા. સમવસરણની નજીકમાં આવ્યા ત્યારે પિત હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હો (મુગટ, રાજદંડ-પાદૂકા આદિ)ને બહાર મૂકી, ઉત્તર દરવાજેથી સમવસરણમાં પ્રવેશ કરી, કૃષ્ણ નેમિનાથ ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને ભાવભક્તિપૂર્વક વંદન કર્યું અને ઈન્દ્રની પાછળ રહેલા બીજા રાજાએ પિતાને ગ્ય સ્થાને બેઠા. ત્યારબાદ કૃષ્ણ ફરીથી નમસ્કાર કરી ભગવંતની સ્તુતિ કરી – “હે દેવાધિદેવ, આપને નમસ્કાર થાઓ. આપ દુઃખ અને દારિદ્રયને નાશ કરનાર છે. આપ કર્મોથી મુક્ત બન્યા છે. આપના