________________
સર્ગ–૧૩
२०४
ઉતારી, કેશનો પંચમુષ્ટિ લેચ કરી, એક હજાર રાજાઓની સાથે અસંખ્ય દેવ મનુષ્ય સ્ત્રીપુરૂષેની સમક્ષ ચારિત્ર ગ્રહણ કર્યું. इंद्रोऽथापि जिनेशस्य, कचान क्षीरपयोनिधौ । क्षिप्त्वा पुनः समागत्य, स्कंधे दुष्यं मुमोच च। ततो गृहीतचारित्रः, सिद्धेभ्यः प्राणमद्विभुः । सिद्धनत्येव तस्यासी-चतुर्थं ज्ञानमंजसा ॥६॥ कल्याणकं तृतीयं तु, कृत्वा संक्रंदनाह्वयः। देवा जग्मुनिजं स्थानं, लोका अपि विषादिनः। स तृतीयदिने गोष्टे, वरदत्तद्विजालये । गतस्तत्राभवत्तस्य, परमान्नेन पारणं ॥८॥ अहो दानमहो दानं, कृतेत्युद्घोषणा सुरैः । वादितानि विचित्राणि, वादित्राणि नभोंगणे ॥ जिनानां निष्फलं दानं, न जायते कदाचन । इति तस्य गृहे देवा-श्चक्रुर्वृष्टोरनेकधा ॥१०॥ पत्राणां च प्रसूनानां फलानो वाससां पुनः। सार्धद्वादशकोकीना, स्वर्णानां वर्षणं दधुः ॥११॥ वरीतुमिव निर्वाण-हरिणीदृशमक्षयां । पारगोऽपि ततोऽन्यत्र, विजहार शुभाशयः ॥१२॥
ઈન્દ્ર પ્રભુજીના કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવીને ખભા ઉપર દેવદુષ્ય મૂક્યું. ત્યાર પછી ભગવંતે “નમઃ સિદ્ધભ્ય ” કહીને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન નેમિનાથનાં ત્રીજા દીક્ષા કલ્યાણકની ઉજવણી કરીને ઈદ્ર આદિ દે સ્વસ્થાને ગયા. કૃષ્ણ વગેરે યાદવો પણ વિષાદને ધરતા પોતાના સ્થાને ગયા.
ત્રીજા દિવસે વરદત્ત નામના બ્રાહ્મણના ગોષ્ઠમાં ભગવાનનું પરમાત્રથી પારણું થયું. ત્યાં દેવોએ “અહદાનમ, અહદાનમ' ની ઉદ્દઘોષણા કરી. ગગનમંડલમાં વિવિધ પ્રકારનાં વાજિંત્ર વગાડ્યા. ‘પ્રભુને આપેલું દાન નિષ્ફલ ના જાય.” એમ માનીને દેવોએ આકાશમાંથી પત્ર, પુષ્પ, ફલો, વસ્ત્રો અને સાડાબાર કરોડ સેનૈયાની વૃષ્ટિ કરી. ત્યાર પછી નેમિનાથ શિવરૂપીવધૂની સાથે પાણિગ્રહણ કરવા માટે જતા ના હોય તેમ ત્યાંથી બીજા સ્થળે વિહાર કર્યો
इतश्च नेमिनाथस्या-नुजेन रथनेमिना। कामबाणानुविद्धन, राजोमत्यभिलाषिणा ॥१३॥ संप्रेषितान्यपूर्वाणि, वस्राणि भूषणानि च । रम्याणि नागवल्लीनां, दलानि कोमलानि च ।१४। ऋजुस्वभावतस्तस्या, भावानभिज्ञचित्तया । तयापि तानि वस्तूनि, सर्वाणि रक्षितानि च ॥ रथनेमिस्तदाज्ञासीद, धृतो रागोऽनया मयि । अन्यथा प्रेषितं सर्व, वस्तु रक्षेदसौ कथं ॥१६॥ मनोभववशस्तुच्छ-मती राजीमतीगृहं । स गत्वा भ्रातृजायात्वा-तस्या हास्यादिकं व्यधात् । रहःस्थितां बभाषे ता-मन्यदा स पोज्झितः । दुःप्रापं यौवनं मुग्धे, कथं करोषि निष्फलं ।१८। तव भोगानभिज्ञेन, मुक्ता त्वं नेमिना तदा । निःस्नेहेन गृहीता च, तेन दीक्षा महोत्सवः ।१९। त्वयका प्रार्थ्यमानोऽपि, परित्यज्यैव सोऽगमत् । यावज्जीवं न मोक्ष्यामि, त्वां मयेति प्रतिश्रुतं । राजीमति तदावादी-दरे मूर्खशिरोमणे । ! अविमृश्य कथं निदां, करोषि त्वं महात्मनः ॥२१॥
२७