________________
૨૦૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
मनुष्यजनितैर्देव-जनितैश्च महोत्सवैः। पुर्यभूद्याहगानंद-स्ताहरवक्तुं न पार्यते ॥९२॥ दीक्षादानदिने नेमि, स्थापयित्वा शुभासने । मदितः शोभनैस्तैलैः, स्नपितश्च वरोदकैः ।९३। लिप्तःसुगंधिभिर्द्रव्यैः, सहस्रः परिधापितः । मंदारपारिजाताब्ज-पुष्पैः स्मेरैः प्रपूजितः।९४। मस्तकक्रमणो याव-दलंकारैविभासुरैः । अलंकृतस्तथा रेजे, प्रापद्यथा श्रियं घनां ॥१५॥ उभयोः पार्श्वयोमुक्ता-रत्नेर्जनितदंडकः । सौधर्मशाननाथाभ्यां, वीज्यमानोऽग्रचामरैः ।९६। आदातुमिव कैवल्य-तरुचारुफलानोव । आरूढः शिबिकां नेमि-नाथो दीक्षाजिघृक्षया ॥ अर्हन्नुत्पद्यते यत्र, तस्यैव पूज्यता भवेत् । उत्सन्नत्वान्मनुष्येषु, मनुष्यस्यैव मान्यता ॥९८॥ उन्पाटितेति सा पूर्व मनुष्यैरेव हर्षतः । पश्चात्सर्वसुराधीश-ज्योतिष्कासुरनायकः ॥९९॥ देवदुभिनिर्घोषै-मनुष्यवाद्यवादनः। सुरासुरमनुष्योद्य- कांतानां गायनैर्घनैः ॥५००॥ असंख्यैरसुरामयं-मर्त्यर्योषित्समन्वितैः। जयजयेत्युच्यमानः, प्रचचाल जगत्प्रभुः ॥१॥ मार्गेऽथिनां ददद्दानं, भूरि दक्षिणपाणिना । जिनो वरोज्जयंताद्रि -सहस्राम्रवनं ययो ॥२॥ शतानि त्रीणि वर्षा य-तिक्रम्य गृहवासके । पूर्वाह्न द्वारिकामध्या-चित्रायां शशिान स्थिते ॥ कृत्वा षष्टतपस्तत्र, सह पार्थिवैजिनः । उत्तार्य भूषणान् केशान्, लुलोच पंचमुष्टिभिः ॥४॥
આ પ્રમાણે નેમિકુમાર, એક વર્ષ સુધી અખંડ દાનધારા વરસાવીને સંયમ લેવા તૈયાર થયા. ત્યારે દેશદેશથી રાજાઓ, સ્ત્રી-પુરૂષ, તેમજ ભક્તિભાવપૂર્વક ચોસઠ ઈન્દ્રો આવ્યા. માન અને દેવેએ ચારિત્ર મહોત્સવનું આયોજન કર્યું. તે ખરેખર એટલું આનંદદાયક હતુ કે તે આનદને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ નથી. હવે દીક્ષાના દિવસે પ્રભુને સુવર્ણના શુભ આસન ઉપર બેસાડીને સુગંધી તેલ વડે મર્થન કર્યું. શીતલ અને સુગંધી જલ વડે સ્નાન કરાવી સુંદર વસ્ત્રોનું પરિધાન કરાવ્યું. પગથી માંડીને મસ્તક સુધી આભૂષણોથી શણગારવામાં આવ્યા, ત્યારે જાણ સાક્ષાત્ લક્ષમી જ ના હોય, તેવા પ્રકારની શેભા લાગતી હતી.
સંયમ ગ્રહણ કરવા માટે પ્રયાણ કરતા ભગવાન ઈન્દ્ર નિર્મિત સુંદર શિબિકામાં આરૂઢ થયા. તેમની બંને બાજુ સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર, રત્નના દંડવાળા બે ચામર વીં જવા લાગ્યા, તે જાણે ભગવાન કેવલ્યરૂપી વૃક્ષના સુંદર ફળોને ગ્રહણ કરવા જતા ન હોય, તેવું દશ્ય લાગતુ હતું. અરિહંત પરમાત્મા જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેમની પૂજ્યતા થવી જોઈએ. મનુષ્યલેકમાં ઉત્પન્ન થવાથી પહેલો અવસર મનુષ્યોને મલ જોઈએ, એમ માનીને જાણે શિબિકા પ્રથમ મનુષ્યએ ઉપાડી! ત્યાર પછી વારાફરતી સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, ભવનપતિના ઈન્દ્ર, વ્યંતરેન્દ્ર, જ્યોતિન્દ્ર તેમજ બીજા પણ સામાનિક દેએ ભાવભક્તિપૂર્વક ઉપાડી. દેવદુંદુભિને મધુર અવાજ, માનવીય વાજિંત્રોને મીઠે મધુર અવાજ અને દેવ-મનુષ્યની સ્ત્રીઓથી ગવાતા મંગલગી ના ગુંજનથી આકાશ-પૃથ્વી શબ્દમય બની ગઈ. આ પ્રમાણે સ્થાને સ્થાને જયકાર કરાતા પ્રભુ જમણે હાથે યાચકવર્ગને દાન આપતા, ઉજજયંત (ગિરનાર) પર્વતના સહસ્ત્રાગ્રવનમાં પર્યા. ત્રણ વર્ષ ગૃહવાસમાં રહી, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, નેમિકુમારે પહેલાં પ્રહરમાં દ્વારિકાની મધ્યમાંથી નીકળી, છઠ્ઠ (બે ઉપવાસ)ને તપ કરી, આભૂષણે