________________
૧૫૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
લઈને ગયા. અને ચૈત્ર સુદ દશમીના દિવસે સત્યભામાને સુમનસ ઉદ્યાનમાં આવવાનું કહ્યું. કૃષ્ણની પાસે જવાની ઈચ્છાથી હર્ષિત બનેલી સત્યભામા પણ અદ્દભુત શણગાર સજવાની તૈયારી કરવા લાગી:
આ બાજુ સમયની રાહ જોઈ રહેલા વિદ્યાવાન પ્રદ્યુમ્ન જાંબવતીના ઘેર જઈને પોતાની મુદ્રિકા આપીને કહ્યું: “માતા, આ મુદ્રિકાના દિવ્ય પ્રભાવથી તું સાક્ષાત્ સત્યભામાના રૂપને ધારણ કરનારી બની જઈશ. જ્યારે કાર્ય પુરૂ થઈ જાય ત્યારે તારે મુદ્રિકાને કાઢી નાંખીને મને આપવીઆ પ્રમાણે કહીને જાંબવતીને મુદ્રિકા પહેરાવી કે તરત જ તે સાક્ષાત સત્યભામારૂપે બની ગઈ. સમય પ્રમાણે જાંબવતીને વિષ્ણુની સમીપે મેકલી. કૃષ્ણ પણ સત્યભામા માનીને તેના કંઠમાં હાર પહેરાવી તેની સાથે રતિક્રિડા કરી. સંભેગના અંતે સાતમા “મહાશુક્ર” નામના દેવકમાંથી વીને કૈટભને જીવ જોબવતીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. ઉદાર એવા પુત્રનું બીજ અને ગળામાં હાર ધારણ કરીને, જાંબવતીએ હાથમાંથી મુદ્રિકા ઉતારી કે તરત જ તે પિતાના મૂળ સ્વરૂપે જાંબવતીરૂપે પ્રગટ થઈ. જાંબવતીને જોઈને કૃષ્ણ આશ્ચર્યમુગ્ધ બની ગયા :
અરે, આ શું? તું ક્યાંથી? અચાનક આમ કેમ થયું? ખરેખર, જ્યાં વિધિ જ બલવાન હોય છે ત્યાં પુરૂષને પ્રયત્ન નિષ્ફલ છે. આ પ્રમાણે વિચારીને ભયથી ધ્રુજતી જાંબવતીને કહ્યું સત્યભામારૂપે કેવી રીતે બની ગઈ? તને પ્રદ્યુમ્ન મલ્યો હતે? પરરૂપકારિણી વિદ્યાથી પ્રદ્યુમ્ન જ આ પ્રમાણે કર્યું હોવું જોઈએ.” જાંબવતીએ કૃષ્ણના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું: “વામિન હવે પહેલાની રીસ મૂકીને મારા ઉપર કૃપા કરે.” તેણીના સરલ અને નિખાલસ વચન સાંભળીને કૃષ્ણ કહ્યું: “પ્રિયે, હવે તારે પહેલાના ક્રોધની વાત યાદ કરવી નહી. આજથી તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. જા, તને પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે.” આ પ્રમાણે પ્રીતિકારક મધુર વચનથી જાંબવતીને સંતુષ્ટ કરીને સત્યભામાના આવવાનો સમય થઈ જવાથી જલદીથી વિદાય આપી. જાંબવતી પણ આનંદ પામતી ત્યાંથી વિદાય થઈ ખરેખર પુત્રની પ્રાપ્તિ અને પતિની સ્નેહપૂર્ણ વાણીથી કઈ સ્ત્રીને આનંદ ના થાય ?”
भूषयित्वाथ भूषाभि-निजांगानि प्रमोदतः । नानं प्रदधती भामा, चचालाच्युतसन्निधौ ॥ जांबवती पथि प्रीता-मागच्छतीं विलोक्य च । जगौ परिजनं भामा, केयमायाति मत्पुरः ॥ परिच्छदस्तदावादी-त्समेति जांबवत्यसौ । साब्रवीनासिकाहीना, कथमेषागताऽभवत् ॥४९॥ स्यंदने मिलितेऽन्योऽन्यं, सामर्षा निजगाद सा। पापे त्वं दुरतो याहि, संमुखं भिलिता कथं? ॥ ततो जांबवती प्राह, मदांधे शृणु मद्वचः । यत्फलार्थ प्रयासि त्वं, तत्फलं तु मयाजितं ।५१। परस्परविवादेन, ज्ञात्वा कालविलंबनं । मुक्त्वा तत्रैव तां सत्य-भामा कृष्णांतिकं ययौ ।५२। तस्या आगमनं सोऽपि, वीक्ष्यमाणो मुहुर्मुहुः तस्मिन्नवसरे सापि, प्रयाता संमताभवत् ॥५३॥ तयापि सह भोगायो-द्यतो हरिरजायत । कामिनां हि वशायोगे, कामव्याप्तिर्भवेद्बहुः ।५४। कटाक्षविभ्रमः स्वरं-भणितर्हसितैरपि । रेमे तेन समं सापि, तनूजाविर्भवाशया ॥५५॥ ततस्तस्या महाभाग्या-च्च्युत्वा कोऽपि सुरो दिवः। कुक्षाववातरद्धार-प्रभावेण महोदयः । तेन हि सुरतेनापि, सापि संतोषिता भृशं । गेहं गता च गोविंदो--ऽप्युत्सवैनगरीमगात् ।५७।