________________
સગ–૧૧
૧૩૭
कथयित्वेति गोविदं, मुनिः प्रद्युम्नसन्निधौ । गत्वा प्राह किमारब्धं, त्वया शैशवबुद्धिना ।। कुलीनो विनयी पुत्रो, यः स्याद्विवेकसंयुतः । भक्तिमेव स्वतातस्य, कराति न तु विरह ।। तस्मात्त्वमपि निःशेषां, विद्याचेष्टां विमुच्य च । तातस्याभिमुखं गत्या, नत्वा पादौ भजस्व तं। इति स्नेहविधातृणि, श्रुत्वा वाक्यानि केशवः । नारदतः सुतप्रेम्णा, समेतोऽभिमुख शनैः ।। आगत्य प्राह भो वत्सा-गच्छस्वच्छतराकृते । आलिगितुं प्रयच्छरक, बाहुः स्नेहादयं मम ।। इति तातवचः श्रुत्वा, तत्त्वार्थमोहसूचकं । प्रद्युम्नोऽपि समायातो, विनयात्सन्मुखं हरेः ॥२॥ मुक्त्वा विमान एव सः-जननी वणिनी पुनः । नमाम चरणौ चारु-भक्त्या तातस्य मन्मथः । जनकेनापि पाणिभ्यां, गृहीत्वा सुतमस्तकं । गाढं चालिंगनं दत्वा, चुचुंबे वक्त्रवारिज ।४। तदा देहस्थिता रोम-राजयोऽध्यष्टकोटयः । पृथिव्य इव वर्षाया-मासन् प्रोल्लासधारिकाः ।
મકલયુદ્ધ માટે તૈયાર થયેલા પિતા પુત્રને જોઈને વહુ સહિત રૂકિમણીના મનમાં ભ થયો. ચિત્ત એકદમ ચંચળ બની ગયું. “પોતાના બાહબલ ઉપર ગર્વ લેનારા આ બંને મલ્લયુદ્ધ કરતા કરતા પિતાના પ્રાણની પણ પરવા નહીં કરે. અને જે આ બેમાંથી એકને પણ નાશ થશે તે અમારા બંનેની જીદગી દુઃખી દુખી થઈ જશે. અમારું જીવન ધૂળ બની જશે. આ પ્રમાણે હૃદયમાં ક્ષેભ કરતી માતા અને વહુ સંક૯પ વિક૯પ કરવા લાગી. રુકિમણીએ પાસે બેઠેલા નારદઅને કહ્યું: “સ્વામિન, હવે તે આ લોકોને કંઈ સમજાવો. પિતા પુત્ર મલયુદ્ધ કરે છે તે તમારા માટે અને અમારા માટે સારું નથી.” રુકિમણીના વચન સાંભળીને પરોપકારી એવા નારદજી ત્યાંથી ઉઠીને તરત જ રણભૂમિ પર આવ્યા. “યુવાન માણસ યુવાનીના જેશમાં વૃદ્ધનું વચન પ્રાયઃ માને નહી.” એમ સમજીને નારદ પહેલા વિષ્ણુ પાસે આવ્યા. આવીને કૃષ્ણને કહ્યું :સર્વ દુ:ખેને દૂર કરનાર એવા હે શિષ્ટ પુરૂષ, તમે કેમ વ્યાકુળ છો? આ કોની સાથે યુદ્ધ કરી રહ્યા છે ? વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર રાજા કાલસંવરને ત્યાં વૃદ્ધિ પામેલો આ તમારે પુત્ર આવ્યો છે. સેળ લાભ સહિત તમને મળવા માટે અને પોતાની વિદ્યાશક્તિ બતાવવા આવેલો છે! તો હે દેવ, તેની સાથે સંગ્રામ કરવો તે તમારા જેવા પુરૂષોત્તમ માટે શોભાસ્પદ નથી.” આ પ્રમાણે કૃષ્ણને કહીને નારદમુનિ પ્રદ્યુમ્ન પાસે ગયા. જઈને કહ્યું – “અરે, આ તે શું કરવા માંડયું છે? કેટલી બાળક બુદ્ધિ કરી રહ્યો છે? કુલીન અને વિવેકી પુત્રે તો ભક્તિપૂર્વક પિતાને નમસ્કાર કરવા જોઈએ. તેના બદલે તો તું લડાઈ કરી રહ્યો છે? હવે ઘણું થયું. જા વત્સ, પિતા સન્મુખ જઈને તેમના ચરણમાં નમસ્કાર કરી, પિતાને સંતોષ આપીને તારી બધી માયાને સંહરી લે.” નારદજી પાસેથી નેહ ઉત્પન્ન કરનાર વચન સાંભળી કેશવ પુત્રપ્રેમથી પ્રેરાઈને ધીમે ધીમે પુત્રના સામે જઈ ગદ્ગદ્ર સ્વરે હાલ્યા :-“હે વત્સ, તું મારી પાસે આવ, મને આલિંગન આપ, મારા બાહુમાં સમાઈ જા. આ પ્રમાણે પિતાના સ્નેહાળ વચન સાંભળીને પ્રદ્યુમ્ન દોડતો આવીને પિતાના પગમાં પડયા. પિતાએ પણ તેને બે હાથે ઉચકી ગાઢ આલિંગન આપીને તેના મુખ પર વારંવાર ચૂંબન કર્યું. ત્યારે જેમ મેઘધારાથી પૃથ્વી વિકસવર બની જાય તેમ પુત્રના આલિંગનથી કૃષ્ણની સાડા ત્રણ ક્રોડ રામરાજી વિકસ્વર થઈ ગઈ. પિતા પુત્રના
૧૮