________________
૧૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
નિવારી રહ્યો). શા માટે ? તે જાણે આ પ્રમાણે કહેવા માટે ના હોય કે “અરે રજ, તું આગળ વધતા સૈન્યને કેમ રોકી રહી છે? આ યુદ્ધમાં પ્રાણહાનિ નથી, પરંતુ વિનેદ માત્ર છે. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન બંનેનું સૈન્ય સમીપમાં રહેલા વીરપુરુષો માટે અક્ષેશ્ય છે, એમ માનીને કૌતુકથી યુદ્ધ જોવા માટે આવેલા દેવ-દાનવો આકાશમાં રહી બંનેના સૈન્યને પરામર્શ કરવા લાગ્યા :
ભાઈ, આ બંનેમાં કોને જય અને કેને પરાજ્ય થશે? એમાં આપણે શું કહી શકીએ? આપણે તે ગગનમંડળમાં રહીને આ કૌતુક જોવાનો આનંદ માણીએ.” પોતાની માતા પ્રત્યે માત્સર્યભાવ રાખનારી સત્યભામાના વન, ઉદ્યાન, વાપી આદિને ક્ષણમાત્રમાં શેભાવિહીન બનાવી દીધા અને બળવાન એવા ભાનુકુમારને વક્ષસ્થલ (છાતી) ઉપર પગ મૂકીને પરાજિત કર્યો તેમજ પિતાની માતાની સઘળી ઇચ્છાઓને ક્ષણમાત્રમાં પૂર્ણ કરી, તે બધું પ્રદ્યુમ્નનાં પૂર્વજન્મમાં કરેલા સુકૃત્યનું ફળ છે.
– ધર્મથી માતા-પિતાની પ્રસન્નતા, – ધર્મથી સ્વજન અને બંધુવર્ગ મેળાપ, – તેમજ ધર્મથી વિજય અને અદ્દભુત લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તે માટે પંડિત પુરુષોએ જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન આપવું જોઈએ.
આ પ્રમાણે પંડિતમાં ચકવર્તીસમા શ્રી રાજસાગરગણિના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગરગણિએ રચેલા “શ્રી શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં પ્રદ્યુમ્નનું માતા સાથેનું મિલન, તેમજ સૈન્ય રચના આદિનું વર્ણન કરતો ૧૧૩૫ શ્લેક પ્રમાણ દશમે સર્ગ સમાપ્ત થયો.
II A gasicશ સ II अथ केशवकामोद्य-त्कटके मिलिते सति । स्वरूपं यन्मिथो जातं, सांप्रतं तन्निरूप्यते॥१॥ निर्गताः सैन्ययोर्मध्या-त्कल्पांतांभोधितुल्ययोः । तरंगा इव योद्धार-श्चक्रुरास्फालनं मिथः।२। दुदिनैरिव खड्गाना, कृते तमसि धामभिः । गर्जतः सुभटा मेघा, इवावर्षन् शरोदकं ॥३॥ महामात्रैर्महामात्राः, सादिभिः सादिनः समं । रथिकः रथिकास्तत्र, पदातिकः पदातिकाः।४। मातंगः सह मातंगा-स्तुरंगमैस्तुरंगमाः । रथै रथा अयुद्धयत, याष्टिकर्याष्टिकाः पुनः ॥५॥ सग्रामासक्तयोरेव-मुभयोरपि सैन्ययोः । रीतिभंगो यथा नाभू-तथा युद्धमजायत ॥६॥ अहो संसारवासस्य, वैपरीत्यं प्रवर्तसे । यत्तातसुतयोर्हेतुं, विनापि जायते रणः ॥७॥ क्षुरप्राभिधशस्त्रेण, केचिन्मुंडितमस्तकाः । बभूवुः केचिदुच्छिन्न-श्रवणद्वितया रयात् ॥८॥ केचिच्चक्षुविहीनाश्च, केचिन्नासां विना कृताः। केचिद्रसनया हीनाः, केचिदुच्छिन्नमौलयः।९। कबंधाश्चाप्ययुद्धयंत, व्याप्ता जीवप्रदेशकः । श्वसंतः पतिताः केचित्, केचिन्मोनावलंबिनः ॥ अर्धच्छिन्नपदाः केचित, केचित्तथैव पाणयः । केचित्तथा दधर्मोवां, केचित्तथा करांगुलीः।११॥ हस्तिनो हस्तिभिभिन्ना, तुरगास्तुरगैस्तथा । पत्तयः पत्तिभिर्वीरैः, पतिताः समरावनौ ॥१२॥