________________
૧૨૩
સ-૧૦
यद्यस्य वचनं कुर्वे, नाहं तहि पतिव्रता । अन्यथा रोषयोगेन, वंताढयेऽयं प्रयास्यति ॥५४॥ कल्पना|मति कुर्वत्या - स्तस्याः प्रादुरभून्मतिः । पुत्रस्यैव वचः कुर्वे, स प्रिय उभयोरपि ॥५५॥ कृत्वा विचारणामेवं पुत्रेण सह धीमता । प्रयाणमुररीचक्रे, स्नेहलालसया तया ॥५६॥
બલભદ્રની આગળ પણ અદ્ભુત પ્રકારના વિજય પ્રાપ્ત કરીને પોતાના મૂળ સ્વરૂપે આવીને પ્રદ્યુમ્ને માતાના ચરણમાં નમસ્કાર કર્યા. વિદ્યાવાન્ અને પરાક્રમી પુત્રને જોઈ ને હર્ષિત થયેલી માતાએ પુછ્યુ... : ‘વત્સ, નિષ્કારણ ઉપકારી, અબ એના બંધુ સમાન, ભક્તવત્સલ એવા નારદ ઋષિને તે કયાં રાખ્યા છે ? જે ૠષિએ તારી શેાધ કરી આપી, તને મેળવી આપ્યા અને મારા સઘળા દુઃખાના નાશ કર્યાં, એવા પિતૃતુલ્ય નારદજીના દર્શન કરવાની મને તીવ્ર ઉત્કંઠા છે.' પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, મેં તને નહેાતું કહ્યું કે વૈતાઢ્ય પર્વાંતથી તે મારી સાથે આવેલા છે અને હાલ તા દ્વારિકાની બહાર આકાશી વિમાનમાં બેઠેલા છે.' રુક્મિણીએ કહ્યું : ‘પુત્ર, તેમને દ્વારિકાની બહાર આકાશમાં કેમ બેસાડી રાખ્યા છે ?' પ્રદ્યુમ્ન કહ્યું : ‘તારી પુત્રવધૂનું રક્ષણ કરવા માટે રાખ્યા છે.' ખુશ થયેલી રુકિમણીએ હસીને કહ્યું : ‘શું તું મારી સાથે પણ હાંસી કરે છે ? પરણ્યા વિના કથાંથી તારી વહુ અને મારી પુત્રવહુ આવી ?” માતાને વિશેષ પ્રકારે ખુશ કરવા માટે પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, શું તું મને અવિનીત માને છે ? મારે હાંસી કરવાના ઘણા સ્થાના છે. કઇ તારી સાથે આ રીતે હાંસી કરતા હાઈશ ? દુર્ગંધને જે કન્યા ભાનુકુમાર માટે માકલી હતી, તેનું રસ્તામાં મેં ભિલ રૂપે અપહરણ કરીને નારદજીને સાંપી છે. તમારા બંનેની શરત મુજબ જે પહેલા પુત્ર હોય તે દુર્યોધનની કન્યાને પરણે. તેથી પ્રથમ પુત્ર હું છું. તા મારા હાવા છતાં ભાનુકુમાર કઇ રીતે પરણી શકે ?' એમ વિચારીને મે` અપહરણ કરીને નારદજી પાસે રાખી છે. માતા, સત્યભામાના બધા વન-ઉદ્યાન મે' ઉજ્જડ કરી નાખ્યા, વાવ-કુવાતળાવ–સરાવાનાં પાણી શાષી લીધાં, તેના મગલલશાના ભૂક્કા ખાલાવી દીધા, ભાનુકુમારના પરાભવ કર્યાં, વસુદેવ પિતામહ (દાદા) ના પણ પરાભવ કર્યાં, તેમજ છેલ્લે સત્યભામાની જે વિડંબના કરાઈ તે તું સાંભળતાં સાંભળતાં હસીને બેવડ વળી જાય ! તેમજ સર્વ વસ્તુઓના ફેરફાર કરી નાખ્યા.” તે વિગેરે બધી વાત રુકિમણીને કહી, ત્યારે રુક્મિણીના આનંદના કાઇ પાર રહ્યો નહીં. માતા-પિતાને મહેનત કરાવ્યા વિના પાણિગ્રહણ કર્યુ અને પેાતાના પ્રત્યે સતત માત્સ રાખતી સત્યભામાના પરાભવ થયેલા જાણીને સંતાષ પામી, છતાં રુકિમણી ખાલી :
બાળપણથી જ તુ પૂર્ણ ભાગ્યશાળી અને શક્તિશાળી છે, તા જેણે મહેનત કરીને તને મેળવી આપ્યા, એવા મારા નિષ્કારણુ બધુ નારદજી તેમજ મારી પુત્રવધૂનુ મુખ જેવા મારૂં મન તલસી રહ્યું છે. તા વિના વિલંબે મને તેમની સાથે મેળાપ કરાવી આપ.' પ્રદ્યુમ્ને કહ્યું : ‘હા, ચાક્કસ, આપણા કુટુંબમાં હુ* પહેલાં તમને જ મળ્યા છું. તેા તમારી સાથે એ બન્નેના મેળાપ કરાવી આપું.' રુકિમણીએ કહ્યું : ‘પહેલાં તારા પિતાને મળ, કે જે તેજસ્વી, પરાક્રમી અને બળવાન એવા કરોડા યાદવાને પૂજ્ય છે, સેવ્ય છે, એવા તારા મહાપ્રતાપી પિતાને નમસ્કાર કરીને તેમના દિલને ખુશ કર. તેમને સંતાષ આપ.’ ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, શું હું જઇને એમ કહું કે પિતાજી, હું તમારા પુત્ર છું. ના, ના, એમ ના બની શકે. જેના વંશ અજ્ઞાત છે એવા વિદ્યાવાન પરાક્રમી પુત્ર, પેાતાનુ. વિદ્યાબળ અને પરાક્રમ બતાવીને પછી જ પિતા પાસે પ્રગટ થાય. તેથી હું પહેલાં પિતા અને બંધુઓ સાથે યુદ્ધ કરીશ, પછી આપે।આપ એ બધા