________________
૧૧૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
નજરે જુએ.' આ પ્રમાણે કહીને વિડંબના પામેલા પરિવાર સાથે પ્રધાનને રાજસભામાં માકલ્યા. પોતે પણ પાછળના દરવાજેથી પડદા પાછળ જઈને ઊભી રહી. કૃષ્ણ-બલભદ્ર આદિ યાદવેાથી પૂર્ણ રાજસભામાં અમાત્ય સાથે સત્યભામાના પરિવાર જઇને ઊભેા રહ્યો. રાજસભામાં આવેલા સત્યભામાના કદના પામેલા પરિવારને જોઇને, કૃષ્ણ આદિ યાદવા ખૂબ હસ્યા. કૃષ્ણ તા પેટ પકડીને હસતા રહ્યા. હાસ્ય કરતા કૃષ્ણને જોઇને પડદામાં રહેલી, ક્રોધાતુર બનેલી સત્યભામાએ વિચાર્યું” કે ‘નક્કી આ બધાં કારસ્તાન કૃષ્ણનાં જ હાવાં જોઇએ, એણે જ રુકિમણીને મધુ શિખવાડેલુ હાવુ. જોઇએ....નહી'તર રુકિમણીનું શું ગજું કે આ બધું કરી શકે. ખેર, કૃષ્ણને કહેવુ' નિરર્થક છે. ખલભદ્રને જ નિવેદન કરૂં.' એમ વિચારી પેાતાના સેવકને મેલાવી, મંત્રીને સૂચના કર! કે ‘તમે બલભદ્ર પાસે જ ફરિયાદ કરે.' સત્યભામાની સૂચનાથી મંત્રીએ બલભદ્રને કહ્યુ' :
સ્વામિન્, આપ અને કૃષ્ણ મહારાજાની સાક્ષીએ રુક્મિણી અને સત્યભામાએ શરત કરેલી, તે મુજબ સત્યભામાએ કેશ લેવા માટે પેાતાના દાસ-દાસી આદિ પરિવારને રુકિમણીના ઘેર મેાકલ્યા, ત્યારે રુક્મિણીએ સત્યભામાના પરિવારના નાક-કાન અને માથાના વાળ છેદી નાખ્યા. તે આપ નજરેાનજર જોઈ શકેા છે.’ નાકકટ્ટા, કાનકટ્ટા અને મૂડિત થયેલા સત્યભામાના પરિવારને જોઈને હાસ્ય કરતા વિષ્ણુએ ખલભદ્રને કહ્યું : ‘આ બધા પિરવાર ગયેલા ત્યારે રુક્મિણી તા એકલી હતી ને? એના પતિ તા ત્યાં હતા નહીં; તેા આવા બળવાન પરિવારની એકલી રુક્મિણી કેવી રીતે વિડંબના કરી શકે ?” હાસ્યપૂર્ણ કૃષ્ણના વચન સાંભળીને રાષે ભરાયેલા ખલભદ્રે કહ્યું : ‘ભાઈ, આમ હાંસી શું કરે છે ? આપણી નજર સમક્ષ દેખાય છે, પછી હસવાનું શુ રહ્યું ? અને આપણને ખબર છે કે મારી, તારી અને યાદવાની સાક્ષીએ બંને જણીઓએ શરત કરેલી. તા હકીકત છે રુકિમણીએ કેશદાન કરવું જ જોઈએ. તેના બદલે તેણે આવુ. વિપરીત કામ કર્યું.. ખરેખર તે સજાને પાત્ર છે. હું તેને ખરાબરની શિક્ષા કરીશ.' સત્યભામાના મંત્રીને એ પ્રમાણે કહીને વિદાય આપી. બલભદ્રના વચનથી સતુષ્ટ થયેલી સત્યભામા અને તેના પરિવાર બલભદ્રનાં ગુણગાન કરતા પેાતાને સ્થાને ગયા. મીઠું વચન કે।ને પ્રિય ના લાગે?
गतेषु तेषुः भामाया, धाम रामेण सेवकान् । आकार्यावादि रुक्मिण्या, लुंटनीयं गृहं द्रुतं ॥१८॥ संप्राप्य बलदेवस्या - देशं तस्या निकेतने । लुंटनाय गता याव - तावद्यद्यदजायत ।१९। कथयामि समासेन, तञ्चमत्कारकारकं । भव्याः शृणुत रुक्मिण्याः, प्रद्युम्नस्य स्वरूपकं । २० ।
સત્યભામાના પરિવારને સાષપૂર્વક વિદ્યાય કરીને બલભદ્રે પેાતાના સેવકાને મેલાવીને આજ્ઞા આપી : ‘જાવ તમે, રુકિમણીના મહેલને લુંટી લ્યે..' બલભદ્રની આજ્ઞાથી સેવકા રુક્મિણીના ત્યાં જાય છે તે પહેલાં ત્યાં શું બને છે, તે રુકિમણી અને પ્રદ્યુમ્નનુ` ચમત્કારિક વર્ણન સ ક્ષેપમાં કહું છું, તે વિજીવા તમે સાંભળેા :
विगुप्ते सत्यभामाया, लोके गेहं गते सति । पूर्वरूपं स आदाय, तस्थिवान् रुक्मिणीपुरः । २१ । स्थितमग्रे समालोक्य, रुक्मिणी प्रजजल्प तं । यो विद्याभृत्कुले वृद्ध-स्त्वमेव सः वत्सः प्रवर्तसे ॥ विना विद्याभृतां विद्यां न भवेच्छक्तिरीदृशी । मायारूपं ततो मुक्त्वा, स्वस्वरूपं प्रदर्शय |२३| वत्सातुच्छ गुणस्वच्छ - मना मातृविपत्तिभित् । कुलीनस्य तनूजस्य, हास्यं योग्यं न मातरि । २४ ।