________________
સર્ગ-૧૦
૧૦૭
બને છે, અને સ્તનમાંથી દૂધની ધારા છૂટે છે. જેથી તેની કંચુકી ભીંજાઈ ગઈ તેથી રુકિમણી પિતાના મનમાં વિચારે છે : “આ કદરૂપો પુત્ર મારે તે ના હોય. અને કદાચ હોય તે મારે તે ભારે પડી જાય. ઘણું શરમાવું પડે. એક તે સત્યભામાં મારા પ્રત્યે પહેલેથી જ માત્સર્યભાવ રાખે છે અને તેમાં જે મારો આ કદરૂપે પુત્ર હોય તો તેને જોઈને મારી કેટલી હાંસી ઉડાડે. અત્યાર સુધીનું મળેલું માનપાન ધૂળમાં મળી જાય. આ રીતના માનભંગથી જીવવું ઝેર થઈ જાય. ના, ના, આ કદરૂપો પુત્ર મારો હોય જ નહી, પ્રાયઃ સંતાન પણ માતા પિતાના રૂપને અનુસાર હોય છે. જ્યારે આવું કુત્સિત રૂપ તો અમારા બેમાંથી કેઈનું પણ નથી. તે અણસારે પણ આ મારે પુત્ર ક્યાંથી હોય ? અથવા નારદજીએ મને પહેલા કહ્યું હતું કે તારે પુત્ર વિદ્યાધરને ઘેર સુખપૂર્વક મોટો થઈ રહ્યો છે. અને તે અનેક વિદ્યાઓને સ્વામી બન્યો છે. તે કદાચ આ મારી પરીક્ષા કરવા માટે આવું રૂપ કરીને આવ્યો હશે?” આ પ્રમાણે મનમાં સંકલ્પ-વિકલ્પ કરતી રુકિમણીએ સાધુને પૂછ્યું : “સ્વામિન, આપનું કુલ કયું ! આપના માતા પિતા કેણ ? આપને દેશ કર્યો ? તે કૃપા કરીને જણાવશે ?' ત્યારે બાલતપસ્વીએ કહ્યું: “ભ, તું તે વિવેકી અને વિચક્ષણ છે. જૈન ધર્મની જાણકાર છે. તે આવું કેમ પૂછે છે ? નિગ્રંથ સાધુઓના કુલવંશ વિગેરે જાણવાનું શું પ્રયોજન ? તેમને તે ધર્મના આચાર વિચારને અનુસરીને ચાલવાનું હોય છે. હું જાતિમાં મહદ્ધિક હોઉં કે હીન હાઉં, મને કહે તું મારું અધિક શું કરીશ ? વળી, સાધુઓને માતા કેણ, પિતા કેણુ કે સહોદર કેશુ? એમને માટે તે ધર્મકાર્યને કરનારા સર્વે પોતાના જ છે. સાધુઓને તે વસુધૈવ કુટુંબકમ્ (આખુ જગત એમનું કુટુંબ છે.) સાચું કહું તો આ સંસારમાં તમે જ મારી માતા, વિષણુ મારા પિતા અને યાદવો મારા બંધુઓ અને સ્વજને છે. આ પ્રમાણે બાલતપસ્વી અને રુકિમણીને આનંદપૂર્વક વાર્તાલાપ ચાલી રહ્યો છે. वनपालाः समेत्यात्र, कथयंति भयद्रुताः । भानुविवाहकृत्यार्थ, रक्षितं यदभूद्वनं ॥३२॥ तत्सर्वमपि केनापि, पापेन पापभाजिना। कृतं फलादिभी रिक्त-मुद्वसीभूतगेहवत् ।३३। केनापि, तृणयुक्तापि, निस्तृणा पृथिवी कृता। जलाशयाश्च केनापि, पानीयेन विना कृताः॥ केनापि तुरगारुढो, भानुनिपातितो भुवि । न ज्ञायते क उत्पातो, भावी स्वामिनि ! दुस्सहः॥ जपंति जापमास्येन, श्रुत्वा दास्युदितं वचः। कश्चिन्मामपि जापांतः, क्षोभयतीचितयत् ।३६। ध्यानमध्येतरायस्य, भवनेन मनोरमं । रूपं भावि न मे हाहा, दाढ्यनेति जजाप सा ।३७। तदापि तुमुलं कृत्वा, दासा दास्योऽपि मालिकाः। प्रजजल्पुर्भयाद्ध्यानं,मुक्त्वोक्तं सत्यभामया ॥ अरे दास्यो द्विजन्मा स, मयि सौभाग्यवर्धकः। दृश्यतां वर्तसे कुत्र, ताः प्राहुस्तस्य चेष्टितं ।३९। गतं पुरातनं रूपं, नवीनमपि नागतं । संजातीभयतो भ्रष्टा, हा हा विधिविलासतः ॥४०॥ कर्तव्येन निजेनषा, विषादमिति तन्वती । जगौ सपल्यमर्षेण, दासोश्चेतसि विह्वला ॥४१॥ नापितं च समादाय, रुक्मिणीसद्म गच्छत । गत्वा च तच्छिरःकेशान्, समानयत सत्वरं ।४२॥ तयेति स्पर्धया प्रोक्ते, दास्यः पटलिकाकराः । कुर्वत्यो गीतगानानि प्रययू रुक्मिणीगृहं ।४३। तासामागमनं ज्ञात्वा, रुरोद सापि भूरिशः। बलं हि रुदन चैव, स्त्रीणां दुःखे समागते ।४४। अश्रुपातं प्रकुर्वाणां, तां दृष्ट्वा मुनिरूचिवान् । किं संप्रत्येव ते दुःख-कारणं येन रोदिषि ॥