________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अधिष्ठाता समुद्रस्य, लवणाख्यस्य निर्जरः । आराधितो मुकुंदेनो-पवासत्रितयेन तु ॥३८॥ तृतीयायां त्रियामाया-मष्टमस्य प्रभावतः। आसनक्षोभनात्तस्य, प्रसन्नोऽनिमिषोऽभवत् ।।३९।। पांचजन्यं सुघोषं च, रत्नदाम मनोहरं । दिव्याशुकं ददौ देवो, वासुदेवाय तुष्टितः ।।४।। नंष्वैतस्य मनुष्यस्या-वष्टंभः शरणार्थिनः । महते सुकृताय स्या-दितीयोवाच सोंजसा ॥४१॥ ध्यातः कथं स्मृतश्चाहं, गोविंद वद कारणं । सुस्थितो नामतो नाकी, किं ते कृत्यं करोम्यहं।।४२॥ तद्वाक्यात्स्नेहलात्सद्यः, प्रीतोऽवादीज्जनार्दनः । या दत्ता पूर्वविष्णूनां, वासाय द्वारिका पुरी ॥४३॥ सांप्रतं तदभावेना-च्छादिताब्धिजलैस्त्वया। प्रदेहि प्रकटीकृत्य त्वं वासाय ममापि तां ॥४४॥
કાબુકિએ આપેલા શુભદિવસે સ્નાન બલિ, વિગેરે વિધિ કરીને સમુદ્રના અધિષ્ઠાયિક સુસ્થિત દેવને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ને તપ કર્યો. અને એક પવિત્ર જગ્યાએ ધ્યાનમાં સ્થિર રહ્યા. ખરેખર, તપ વિના કોઈ સિદ્ધિ મલતી નથી'
તપના પ્રભાવે પિતાનું આસન ચલિત થવાથી પ્રસન્ન થયેલા સુસ્થિત દેવ ત્રીજા દિવસની રાત્રિએ કૃષ્ણની સામે પ્રત્યક્ષ થયા, અને કૃષ્ણને પાંચજન્ય શંખ, સુઘોષ, રત્નમાલા, તેમજ દિવ્ય વસ્ત્ર આપ્યાં. દૂરદેશથી આવેલા માણસનું સ્વાગત કરવું તે મહાન પુણયને માટે થાય છે એમ માનીને દેવે મધુર વાણીથી કૃષ્ણને પૂછયું –ગોવિંદ, કેમ મારું ધ્યાન અને સ્મરણ કરવું પડયું ?” દેવની આવી નેહાળ વાણીથી ખૂશ થયેલા કૃષ્ણ કહ્યું –જે આપ મારા ઉપર પ્રસન્ન છે તે મારી પહેલાના વાસુદેવને રહેવા માટે નગરી વસાવી આપેલી, તેવી મને પણ રહેવા માટે નગરી વસાવી આપ.” ऊमिति प्रतिपन्नोपि, सोऽवक्पृच्छामि वजिणं । स्वस्वामिवचसा कृत्यं, संपूर्णफलदायि हि ।।४५।। कृष्णेन वरमित्युक्तः, स देवः शक्रसन्निधौ । गत्वा च विनयादूचे, विनयो हि महाफलः ॥४६।। मथुरात इहायातः, प्रभाऽस्ति नवमो हरिः। मत्पार्श्वे याचते द्वार-वती वासाय वासव ! ॥४७॥ ततः श्रीदस्य दत्ताज्ञा, हरिणा त्वं प्रदेहि तां । इत्याज्ञां प्राप्य संतुष्टोऽभवद्वैश्रमणोभृशं ॥४८॥ एकं तु विष्णुवासाय, दानमन्यद्विभोर्वचः। इति रत्नमयीं चक्रे, नगरी तां सितोदरः॥४९।। द्वादशयोजनायामा, नवयोजनविस्तरा । कृता स्वशक्तितस्तेन, शोभाभूयस्त्वशोभना । ५०।।
સારું, તમારા કહ્યા મુજબ થશે. તેમ છતાં હું ઈન્દ્રને પૂછી લઉં. કેમ કે કંઈ પણ કરતાં પહેલાં પિતાના રવામિની આજ્ઞા લેવાથી તે કામમાં આપણને સંપૂર્ણ સફલતા મળે છે.”
એમ કહીને સુસ્થિત દેવે ઈન્દ્ર પાસે જઈ પ્રણામ કરીને વિનય પૂર્વક કહ્યું -“સ્વામિન, મથુરાપુરીથી નવમા વાસુદેવ કૃષ્ણ આવેલા છે. તેમણે મારી પાસે પિતાના નિવાસ માટે દ્વારા મતિ (દ્વારિકા) ની માગણી કરી છે. સાંભળીને તરત જ ઈન્દ્ર કુબેર ભંડારીને હુકમ કર્યો -