________________
સર્ગ-૩
इन्द्रस्य पुरतः ख्यातः, स सीमंधरशंभुना। तीर्थ श→जयो यत्र, घोरपापविनाशकः ॥२८॥ अतिमुक्तोक्तविश्वासा-दतिमुक्तभयः सुखैः । समुद्रविजयो राजा, सुराष्ट्राराष्ट्रमापतत् ।।२९॥
જે શત્રુંજય તીર્થ ઉપર શાસનની ઉન્નતિ માટે નેમિનાથ સિવાયના વર્તમાન ચોવીશીના ત્રેવી તીર્થ'કરો સમવસર્યા હતા. તેમજ પુંડરીક આદિ અનંતા મુનિવરો આ શત્રુંજય તીર્થ ઉપર સિદ્ધિાતિને પામ્યા છે, અનેક તીર્ય પણ આ તીર્થની સ્પર્શના કરીને દેવગતિને પામ્યા છે. આ પ્રમાણે શત્રુંજ્યનું માહા સાંભળીને તે પવિત્ર તીર્થને પ્રથમ ઉધાર ભરત ચક્રવર્તીએ કરાવ્યું, ભગવાન સિમંધર સ્વામિએ પણ ઘોર પાપનો નાશ કરવામાં સમર્થ એવા શત્રુંજયનું માહાત્ય ઈન્દ્ર આગળ વિસ્તારથી વર્ણવેલું. આ પ્રમાણે અતિમુક્ત મુનિના કથનથી નિશ્ચિત બનેલા સમુદ્ર વિજય યાદવે સહિત સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા.
श्रीशत्रुजयतीर्थस्य, द्वितीयं शिखरं महत् । यत्रास्ति गिरिनाराख्यं सर्वसिद्धिनिबंधनं ॥३०॥ अभुक्तां कामिनी मुक्त्वा, भूयो रूपवती सतीं। पालनं ब्रह्मचर्यस्य, यत्र तत्रातिदुष्करं ॥३१॥ इतीव ज्ञानवान्नेमि विचार्य निजमानसे। आरुरोहज्जयंताद्रि-यंत्र पर्वतभूषणं ॥३२॥ प्रतिश्रुतो मयैवायं, स्वीकृतं पालयेद्बुधः । तत्रैवेतीव चक्रेऽहंस्त्रीणि कल्याणकानि सः॥३३॥ उज्जयंताचलासस्मा स्प्रतीच्युत्तरभागके । यादवोऽष्टादश कुलकोप्टयाढयाः शिबिरं न्यधुः॥३४॥
સૌરાષ્ટ્ર દેશમાં સર્વસિદ્ધિના કારણરૂપ ગીરનાર નામનું શત્રુંજયનું બીજુ મોટું શિખર રહેલું છે. જે ગીરનાર પર્વત ઉપર રૂપવતી સતી રમતીને કુમારિકાપણમાં જ ત્યાગ કરીને નેમિકુમારે અતિ દુકર એવા અખંડ બ્રહ્મચર્યનું પાલન કરેલું, જેમ મેં તને સ્વીકાર્યું તેમ બીજા પણ સ્વીકારશે.” એમ જ્ઞાનથી જાણીને જાણે નેમિનાથે પિતાના ત્રણ કલ્યાણકો (દીક્ષા-કેવલ–મોક્ષ) ગીરનાર ઉપર કર્યા ના હોય! આવા ગીરનાર પર્વતના પશ્ચિમ અને ઉત્તર ભાગમાં અઢાર કુલટિ યાદવેની શિબિરો નંખાઈ.
सत्यभामा हरेः कांता, तन्त्र द्वौ सुषुबैगजौ । भानुभामरसंज्ञाकौ भामुभिर्भानुभासुरौ।।३५।।
અને ત્યાં કૃષ્ણની પત્ની સત્યભામાએ સૂર્યસમાન તેજસ્વી ભાનુ અને ભામર નામના બે પુત્રોને જન્મ આપ્યો.
दिवसे क्रोष्टुकिप्रोक्ते, स्नानं विधाय च बलिं । संप्रसादयितुं देव-मर्चयामास वारिधिं ॥३६॥ स्थित्वैकत्र पदे तत्र, पवित्रे पुरुषोत्तमः । उपवासत्रयं चक्रे, न सिद्धिहि तपोबिना ॥३७॥