________________
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર
હવે આ બાજુ લડાઈને સમાચાર જાણીને ચારે બાજુથી યાદવે ભેગા થઈ ગયા અને “આ શું થયું ! આ શું થયું ?” એમ વારંવાર પૂછવા લાગ્યા.
વસુદેવ અર્ધા સિંહાસન ઉપર રામને અને મેળામાં કૃષ્ણને બેસાડીને આંખમાંથી હર્ષના આંસુ વહાવતા બન્નેને મસ્તકને વારંવાર ચૂમવા લાગ્યા. તેઓ બેલ્યા - બાળપણથી ધીર, ગંભીર અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હેવા છતાં મારા પુત્ર કૃષ્ણને હું રમાડી શો નહીં.”
अज्ञातपूर्वमेतत् क-मकस्माज्जातमुत्कटं । पप्रच्छे सोदरैरेवं, वसुदेवाय धीमते ॥६६॥ पृष्टेन बांधवैः सर्वै—र्वसुदेवेन चौच्यत । सर्वोऽपि विष्णुवृत्तांतो-ऽतिमुक्तेन निवेदितः ॥६७॥ विष्णुव्यतिकरं श्रुत्वा, समुद्रविजयेशिता । संस्थाप्य कृष्णमुत्संगे, रामं शशंस पालनात् ।। ६८॥ समेत्य देवकी पुत्र्या, तत्रैकनासया समं । यदुभिधियमाणं चा–दायालिलिंग माधवं ॥६९॥
ભૂતકાળની વાતથી અજાણ ભાઈઓએ વસુદેવને પૂછયું: “અરે, અકરમાતું આ શું બન્યું ?” ત્યારે વસુદેવે અતિમુક્ત મુનિએ કહેલ ત્યાંથી માંડીને અંત સુધીની બધી વાત બંધુવર્ગને કહી. સમુદ્રવિજયે કૃષ્ણને વૃત્તાંત સાંભળીને અતિ ખુશ થઈને કૃષ્ણને પિતાના ખેળામાં લીધા. તેની તેમજ કૃષ્ણની રક્ષા કરનાર બલભદ્રની વારંવાર પ્રશંસા કરી. તેટલામાં છેરાયેલી નાસિકાવાળી પુત્રીને લઈને દેવકી આવી. યાદવો પાસેથી કૃષ્ણને લઈને ગાઢ આલિંગન કરતી વ્હાલ કરવા લાગી.
अवदन् वसुदेवं च, यादवाः साश्रुलोचनाः। स्वामिन्नेकाकिना योगे-ऽप्यजेयोऽसि जगज्जयी॥७०॥ ततः कंसेन दुष्टेन, जातमात्रान् स्वबालकान् । कथं त्वं मार्यमाणांस्तान्, ज्ञात्वोपेक्षितवानसि॥७१॥ अवादीद्वसुदेवोऽप्या-जननं सुनृतं व्रतं । अपालि मयका तेन, नात्र दुष्टं च किंचन ॥७२॥ देवकीवचसा कृष्णः, पालितौ नंदगोकुले । ततो लात्वा कुमारीयं, देवक्या अर्पिता मया ॥७३॥ सप्तमस्तनयागर्भस्तेनावगणितः खलु । कंसोच्छेदितनासा या, सास्त्येषा नंदनंदिनी ॥७४॥
વસુદેવે કહેલી વાત સાંભળીને રડતા રડતા યાદવેએ વસુદેવને કહ્યું –“સ્વામિન, આપ એકલા જ જગતને જીતવાનું સામર્થ્ય ધરાવે છે, તે દુષ્ટ કંસે તરત જ જમેલાં તમારા બાળકોને મારતા જાણને ઉપેક્ષા કેમ કરી ?” ત્યારે વસુદેવે કહ્યું – ભાઈઓ ! મને દુષ્ટ કંસના ખરાબ ઈરાદાની બિલકુલ જાણ નહતી. તેણે મારી પાસે પુત્રોનું પાલન કરવાની માગણી