________________
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર ઉપર કુંભાર જેમ માટીને ખૂકે તેમ બે પગ વડે ખૂંદીને પછી ચક્રની જેમ ગોળ ગોળ ઘુમાવી દૂર દૂર ફેંકી દીધું. આખલાને મરેલો જોઈને ગોવાળે પાછા ફરેલા પૂજ્ય કૃષ્ણના ગુણગાન કરવા લાગ્યા. कंसस्य मदधीशस्य, वृषभोऽनेन मारितःा ग्रहीतुमिव वैरं द्रा-क्केशी तुरंग आगतः ॥३०॥ माभूदेकाकिनस्तस्य, दुःखं वृषस्य मारणात् । मन्ये सहायतां कर्तु, हतः सोऽपि च जिष्णुना ॥३१॥ एक एकः समागाद्यः, स तु कृष्णेन मारितः। अन्येद्युः खरमेषाभ्यां, द्वाभ्यां तेन समागतं ॥३२॥ एकोऽपि हन्यते येन, दुष्टो भूरिपराभवः । तदीया जायते ख्याति-महीयसी महीतले ॥३३॥ अनेन बालकेनापि, खरमेषौ मदोद्धतौ । संतापको मनुष्याणां, जनाते लीलयैव च ॥३४॥ विश्वस्यामपि विश्वायां, बलीयानयमेव हि । प्रसिद्धिः समभूदेवं वैकुंठस्यापि शैशवे ॥३५॥
शक्येतैकाकिनानेन, न द्वाभ्यां सह किंचन । चित्तेऽनयोर्मदा माभू-तौ द्वावपीति मारितौ ॥३६॥ - “મારા સ્વામિ કેસને બળવાન બળદને મારી નાખે,” તેનું વેર લેવા માટે આવ્યો હોય તેમ કેશી નામને ઘેડે આવે. વૃષભ (બળદ)ને દુઃખ ના થાય કે હું એકલો જ મરાયા છું, એમ સમજીને જાણે કૃષ્ણ કેશીને પણ યમસદન પહોંચાડે. તે પ્રમાણે એક પછી એક આવતા ગયા તે તે બધાને કૃષ્ણ પરલેકના યાત્રી બનાવી દીધા. હવે બાકી રહેલા ખર અને મેષ જે લેકને સંતાપ કરનારા હતા, તે બન્ને મદોન્મત્તને પણ ઠેકાણે પાડી દીધા. કોઈથી પણ પરાભવ કરી શકાય નહી તેમાંના એકનો પણ કોઈ પરાભવ કરે તે તેની કીર્તિ ફેલાય તે બાલવયમાં જેમણે એ બધાને મારીને ફેંકી દીધા એવા બલવાન કૃષ્ણની વૈકુંઠમાં નહી પરંતુ સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ एतान्नैमित्तिकप्रोक्तान् ,हतान् श्रुत्वा वृषादिकान् ।रिपाः सम्यक्परीक्षायै, कंसः शाङ्गबलिं व्यधात्३७ सत्यभामां निजां जमि, तदधिष्टायिकामिव । संस्थाप्य संनिधौ कंसोऽकार्षीपूजोत्सवान् बहून्॥३८॥ गुणमारोपयेदस्मिन् , धनुषि यो महागुणी। सत्यभामां ददे तस्मै, कंस इत्युदघोषयत् ॥३९॥ विद्याकृष्टा इवानेके, निशम्योद्घोषणां च तां । आकारिताः समभ्येयुः, क्षितिपालाः कलाकुलाः॥४०॥ ग्रहीतुमपि केनापि, देवाधिष्ठितवस्तुवत् । तन्नाशक्यत शक्येत, समारोपयितुं कथं ॥४१॥
નૈમિત્તિકના કહેવા મુજબ વૃંદાવનમાં જે જે મોકલ્યા તે સર્વેને કૃષ્ણ મારી નાખ્યા છે, એમ સાંભળીને કંસે હજી પણ વધુ શત્રુની પરીક્ષા માટે શા ધનુષ્યની પૂજાનું આયોજન કર્યું. અને ધનુષ્યની અધિષ્ઠાયિકા દેવીની જેમ પોતાની બેન સત્યભામાને ધનુષ્યની પાસે રાખી અને ઉદ્ઘેષણ કરાવી કે “જે કોઈ પરાક્રમી પુરૂષ શાધનુષ્ય ચઢાવશે તેને મારી બેન સત્યભામાં આપીશ.” આ પ્રમાણેની ઉદ્દઘષણ સાંભળીને આકર્ષણ વિદ્યાથી આકૃષ્ટ હોય તેમ અનેક વીમાની રાજાઓ આવ્યા, પરંતુ દેવાધિષ્ઠિત વસ્તુની જેમ કોઈપણ રાજા એક તસુમાત્ર પણ ધનુષ્યને ઊંચું કરી શક્યા નહી.