________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર प्रद्युम्नजनकत्वेन, दधिसारादनेन तु । कामरूपस्मरोद्रेका-द्विष्णुर्वाभूद्विरूपभाक् ॥८९॥ प्रत्यहं दधिपिंडस्या—दनेन गोपयोषितः। मदनोत्कटतापूर्णा-स्तौ द्वौ दृष्ट्वैत्यशंकत ॥१०॥
બલભદ્ર ગોકુળમાં જઈને કૃષ્ણને મળ્યા. જેતાની સાથે જ ખૂબ આનંદ થયો. (પૂર્વના ચાર ભવના સંબંધના કારણે) દશ ધનુષ્યની કાયાવાળા બંને ભાઈઓ વિવિધ પ્રકારની કીડાઓ કરીને આનંદ કરે છે અને ગોપાળ-ગોપાલને પણ આનંદ પમાડે છે. બંને ભાઈઓ કઈ વખત બે મિત્રો બની જાય છે તે કઈ વખત શિક્ષક અને વિદ્યાર્થી બનીને આનંદ કરે છે. એક બીજા વિના રહી શકતા નથી, પરસ્પર બંનેને એટલે બધે પ્રેમ છે જેવું વાતાવરણ તેવું વર્તન, એ પ્રમાણે બલદેવ પણ ગાયના દૂછડા ખેંચીને દોડાવે છે અને નાના ભાઈને ખૂશ કરે છે.
પ્રદ્યુમ્ન (કામદેવ) ના ભાવિ પિતા અને ગોવાલણે પાસેથી મટકામાંથી માખણ, દહી ખાનારા, હંમેશા દહી ખાવાથી કૃષ્ણ (કાળા) હોવા છતા વિષ્ણુ કામદેવની જેમ સ્વરૂપવાન લાગતા હતા. આ પ્રમાણે ઉન્માદી બનેલા બંને ભાઈઓને જોઈને શંકા થતી કે પિતાની પત્ની રતિ અને પ્રીતિ બંનેને એકી સાથે ભેળવવા માટે જણે કામદેવે બે રૂપ ધારણ કર્યા ના હોય !
रात्रौ समुदयीभूय, पुरस्तान्नरकद्विषः । दीर्घातिमधुरध्वानै—यंति गोधुगंगनाः ॥११॥ प्रबर्हाणां च बर्हाणां, विधाय चारुकांचिकां । नृत्यंति पुरता विष्णा-हल्लीसकेन गोपिकाः॥९२॥ सारंगान् वरसारंगां—श्चित्रिते स्तंभितानिव । कुर्वश्च मधुरं वेणुं, कुंजेषु वादयेद्धरिः ॥९३॥ गायंतीषु च गोपीषु, पीनोरुस्तनचारुषु । वादयत्युल्लसत्तालान् , रामे नृत्यति माधवः ॥९४॥ इत्येकादश वर्षाणि, रामेण सह खेलतः । कृष्णस्याकृष्टचित्तस्य, सुखे नंदकुलेऽभवन् ॥१५॥
રાત્રિના સમયે નિકુંજ (વૃક્ષની ઘટા) માં બધી ગોપીઓ એકઠી થઈને વચમાં કૃષ્ણને બેસાડી મધુર સ્વરે ગીતો ગાતી અને મોરપીંછની કાંચળીઓ પહેરી કૃષ્ણની આગળ નૃત્ય કરતી. પુષ્ટ અને ઉન્નત સ્તન વાળી ગોપીઓ જ્યારે ગરબા લેતી ત્યારે કૃષ્ણ હરણને
ભાવી દે તેવી વાંસળી વગાડતા અને બળરામ (બળદેવ) ગોપીઓને તાલ આપતા. આ પ્રમાણે નંદકૂળમાં (ગેકૂળમાં) બળરામ અને ગોપીઓની સાથે આનંદ પ્રમોદ કરતા કૃષ્ણ અગીયાર વર્ષના થયા. हस्ती वृषा हरिलक्ष्म्य–भिषेका दाम चंद्रमाः । सूर्यो ध्वजो घटः पद्म–सरोंबुधिविमानकं॥९६॥ रत्नराश्यनलज्वाले, इति स्वप्नांश्चतुर्दश । दत्वा कार्तिकके श्याम-द्वादश्यां चैत्रके विधौ ॥१७॥ अपराजिततेजस्का–पराजितविमानतः । च्युत्वा शंखस्य जीवः श्री–शिवोदरेऽवतीर्णवान्॥९८॥