________________
૪૫
સર્ગ-૩ एवमेव तयेत्युक्ते, नैगमेषी सुरोत्तमः । पुष्पवत्या समं चक्रे, गर्भिणी सुलसां च तां ॥९०॥ निजशक्त्या ततो देव–श्चक्रे मुदितमानसः । विनियमं तयानूनं, गर्भयो गमेषी सः ॥९१॥
અવધિજ્ઞાની દેવે “સુલસા સિંદુર છે (રક્તરોગી. ગર્ભમાં જ પુત્રો મરી જાય) એમ જાણીને કહ્યું -“તને મરેલા પુત્રો થશે! પરંતુ તે સાચી શ્રાવિકા છે, પતિવ્રતા છે, તારા તપના પ્રભાવથી હું સંતોષ પામ્યો છું. તેથી તારા મરેલા પુત્રો દેવકીને ત્યાં અને દેવકીના પુત્રો જન્મતાની સાથે જ તારે ત્યાં મૂકી દઈશ. કારણ કે દેવકીના પુત્રોને મારી નાખવા માટે કંસે માગી લીધા છે, તેથી આ રીતે ફેરફાર કરીને તેને પુત્રો આપીશ.” આ પ્રમાણે કહીને દેવ અંતર્ધાન થઈ ગયા. व्यापन्नमपि तं बालं, गृहीत्वा कंससेवकाः । स्वसेवासूचनार्थ ते, ददुः कंसाय दुधियै ॥९२॥ दुरात्मा निर्दयः सोऽपि, तमाददे स्वपाणिना । मन्मारकोऽयमित्युक्त्वा-स्फालयद् दृषदा सह ९३ षट्स्वप्येतेषु गर्भेषु, श्रुत्वा कंसकदर्थनां । दंपती छलितौ वाचा, जीवन्मृतौ बभूवतुः ॥९४॥
દેવકીની સાથે સુલસા પણ ગર્ભવતી બની. અવસરે દેવે પોતાની શક્તિથી દેવકીના પુત્રને સુલસાને ત્યાં અને તુલસાના મરેલા પુત્રને દેવકીની પાસે મૂકી દીધો ! પુત્ર જન્મ સાંભળીને તરત જ કંસના સેવકોએ પોતાની ફરજ સમજી દેવકીના મરેલા પુત્રને દબુદ્ધિ કેસને આપ્યો ! “આ મને મારનાર છે,” એમ કહીને દુરાત્મા કસે નિર્દય બનીને બાળકને પત્થરની શિલા પર ત્રણ વખત પછાડીને ફેંકી દીધું. આ પ્રમાણે પોતાના છએ પુત્રોને દુષ્ટાત્મા કંસે મારી નાખ્યા જાણે વસુદેવ-દેવકી છળી પડ્યા અને ખુબ જ દુખી થયા. તેઓ જીવતા મરેલા બરાબર બની ગયા. षडेते नामताऽनीक—यशाश्चानंतसेनकः । अजितसेनकः ख्याता, निहतारिस्तथापरः ॥१५॥ देवयशाः स्फुरदेव-यशाश्च शत्रु सेनकः । सर्वेऽपि सदृशाकारा-स्तुल्यलावण्यधारिणः ॥९६॥
અનીક્યશ, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશ, અને શત્રુસેન આ નામથી દેવકીના છએ પુત્રો એક સરખી સુંદર આકૃતિવાલા સુલતાને ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યા. तस्यां स्वप्नेऽयदापश्य-देवकी सिहमुत्तमं । रवीन्द्वग्निं वृषं चापि, विमानाब्जसरस्तथा ॥९७॥ जीवोऽथ गंगदत्तस्य, च्युत्वा शुक्रात्सुपर्वणः । प्रभास्वद्देवकीकुक्षौ तस्यां रात्राववातरत् ॥९८॥
કોઈ એક વખતે રાત્રિમાં દેવકીએ સ્વપ્નમાં સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વૃષભ, વિમાન અને પદ્મસરોવર–આ પ્રમાણે સ્વપ્ન જોયાં. ત્યારે સાતમા મહાશુક્ર નામના દેવલોકથી ગંગદત્તનો જીવ દેવકીની કક્ષામાં આવ્યું.