________________
સર્ગ-૩
3
तौ द्वावपि विलक्षास्यौ, स्वं बलं प्रविवेशतुः । महतां मानभंगे हि, महद् दुःखं प्रजायते ॥२७॥
પરાક્રમી એવા વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતીમાં આવ્યા. દેવક રાજાએ સત્કારપૂર્વક તે બન્નેનો નગરપ્રવેશ કરાવ્યો, રાજમહેલમાં લાવી સુગંધી દ્રવ્યથી મજ્જન સ્નાન વિલેપન કરાવી, ભજનકાર્ય પતાવીને દેવક રાજાએ કંસને પૂછ્યું –“કયા કારણથી આ બાજુ આવવાનું થયું?” કંસે કહ્યું: ‘ ગુણસમૃદ્ધિમાં વસુદેવ અજોડ છે. દેવકીને માટે યોગ્ય વર છે. તે દેવકીની સાથે વિવાહ કરાવવા માટે આવ્યો છું.” કંસના વચન સાંભળીને રોષે ભરાયેલા દેવકરાજ છેલ્યા-સારા માણસોનો આ ધર્મ નથી કે વિના કારણે કન્યાની માગણી કરવા સામે ચાલીને આવે હું તો સ્વયંવરમાં દેવકીને આપીશ. પરંતુ ગમે તે ગુણવાન હશે તો પણ મારી પુત્રી બીજા કોઈને નહી આપું. સમજ્યા ?” આવા અપમાનિત વચન સાંભળીને શૂરવીર એવા પણ કંસ અને વસુદેવ વિલખા બની ગયા. મોટા માણસોને માનભંગ મહાદુઃખદાયી બને છે. शुद्धांतःस्वकशुद्धांत-माविवेश ततो नृपः । विनयात्सहसा राझ्या, समुत्थाय च सत्कृतः ॥२८॥ देवक्या निजतातत्वात् , प्रणतोऽसौ विशेषतः । पुत्र्यभीष्टो वरस्तेऽस्तु, ददावित्याशिषं तदा ॥२९॥
ત્યાંથી ઉઠીને પવિત્ર હદયવાળા દેવકરાજ અંતઃપુરમાં આવ્યા. મહારાણીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક સત્કાર્યા. દેવકીએ પિતાને પ્રણામ કર્યા. “તને ઈછિત વર મળે !' આ પ્રમાણે પિતાએ આશીર્વાદ આપ્યા. देव्यै देव इवावाच-देवको देवकीपिता । प्रियेऽयाचत कंसोऽद्य, वसुदेवाय देवकीं ॥३०॥
દેવકરાજાએ મહારાણને કહ્યું –પ્રિયે, ! આજે વસુદેવને લઈને કંસ આપને ત્યાં આવેલ. તેને વસુદેવ માટે દેવકીની માગણી કરી. મેં તેની માગણીને ઠુકરાવી દીધી. मया तस्य न दत्तेत-द्विप्रयोगात्सहिष्णुना । आकये ति विषादेन, संपूर्णा देव्यजायत ॥३१॥ नारदोक्तगुणैश्चित्ते, प्रविष्टं तं पति विना। माभूदन्यो वरः कोऽपी-त्यरोदीद्देवकी भृशं ॥३२॥ शौरावेव तयोश्चित्तं, विज्ञाय देवकोऽभ्यधात् । प्रष्टुमत्र समेतोऽस्मि, मा खेदं कुरुतं युवां ॥३३॥ देवी प्रोवाच यद्येवं, तदैषा भाग्ययोगतः । स्वमेव समेतस्य, शौरेरेव प्रदीयतां ॥३४॥ राश्येत्युक्ते नृपःप्रोचे, मंत्रिन्नानीय ताविह । सत्कारयौकसो दानात्,प्रायः स्त्र्यनुचरो जनः॥३५॥
પિતાના ઉપર્યુક્ત વચન સાંભળી દેવકી વિષાદથી ઘેરાઈ ગઈ. કારણ કે નારદના મુખે વસુદેવના ગુણેની પ્રશંસા સાંભળીને દેવકીએ હદયમાં વસુદેવને જ પતિ તરીકે સ્થાપિત કર્યા હતા અન્ય કોઈ પુરૂષને મનથી પણ ઈચ્છતી ન હતી. આ રીતે પ્રતિબદ્ધ બનેલી દેવકી પિતાની વાત સાંભળીને અત્યંત રૂદન કરવા લાગી. અને પોતાનો નિશ્ચય માતા-પિતાને જણાવ્યું. દેવરાજે પુત્રીને નિશ્ચય જાણુને કહ્યું :-પુત્રી ! તું ખેદ કરીશ નહી, હું તે માત્ર