________________
સર્ગ-૨ સ્વેચ્છાપૂર્વક ક્રિયા કરો !” આ પ્રમાણેના મોટાભાઈના નેહાળ વચનને માન્ય કરી સરલ સ્વભાવી વસુદેવ નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા, અને રાજમહેલમાં આરણ-અયુતદેવના ઈન્દ્રની જેમ હમેશાં આનંદ પ્રમોદ કરવા લાગ્યા. अन्यदा निजपत्यर्थ, घृष्टचंदनमिश्रितं । प्रेषयत्सुरभिद्रव्यं, दास्या सार्ध शिवा प्रिया ॥८॥ आगच्छंती तदादाय, समुद्रविजयालये। वसुदेवेन सा दृष्टा, पृष्टा दासि करेऽस्ति किं ॥९॥ सोचे संप्रेषितं देव्या, सुगंधिद्रव्यमस्त्यदः । ग्रीष्मर्तुवपुरुत्ताप-व्यापव्यापादने क्षमं ॥१०॥ विलेपयाम्यहं देहे, देहि देहि ममापि तत् । तेनेत्युक्त्त्वाददे गंध-द्रव्यं सा कुपितावदत् ॥११॥ मादृशीमपि यहि त्वं, विलगस्यंतराध्वनः । पदमात्रमपि त्वत्तो, गंतु नान्यास्तु शक्नुयुः ॥१२॥ समुद्रविजयेशेना--यतिसुंदरबुद्धिना । वरं मर्कटवद्रोहे, त्वं नियंत्र्यासि रक्षितः ॥१३॥ श्रुत्वेति कुञ्जिकावाचं, वसुदेव उदारधीः । अरे नियंत्रणं मे कि-माक्रोशात्तामवीवदत् ॥१४॥ तत आमूलचूलं सा, सर्व व्यतिकरं जगौ । गुह्यं न तिष्ठति स्त्रीणां, चित्ते दास्या विशेषतः ॥१५॥
હવે એક દિવસે શિવાદેવીએ ઘસેલા ચંદનથી મિશ્રિત સુગંધી દ્રવ્યને દાસી સાથે પિતાના પતિ સમુદ્ર વિજય મહારાજને કહ્યું. તે દ્રવ્ય દાસી લઈને સમુદ્રવિજયના મહેલમાં ગઈ. ત્યાં વસુદેવે જોઈને દાસીને પૂછ્યું કે “તારા હાથમાં આ શું છે!” “ગ્રીષ્મઋતુની ગરમીને શમાવવામાં સમર્થ એવું આ સુગંધી દ્રવ્ય શિવાદેવીએ રાજાને મોકલ્યું છે. ત્યારે વસુદેવે કહ્યું “લાવ લાવ મને આપ ! હું મારા શરીરે વિલેપન કરૂં !” આમ કહીને દાસીના હાથમાંથી પાત્ર છીનવી લીધું. રોષે ભરાયેલી દાસી બેલી કે “મારા જેવી દાસીને આમ રસ્તા વચ્ચે હેરાન કરે છે ! આવાને આવા લક્ષણોના કારણે મહેલની બહાર પગ મૂકવાની મનાઈ કરાઈ છે, નિપુણમતિવાળા સમુદ્ર વિજય મહારાજે માંકડાની જેમ બાંધીને ઘરમાં રાખ્યા છે. એ જ સારું કર્યું છે.”
આ પ્રમાણે દાસીના વચન સાંભળીને ઉદાર બુદ્ધિવાળા વસુદેવે આક્રોશથી દાસીને કહ્યું. “તું કે, મને કેદી કહેનારી? બેલ! શું વાત છે?” ગભરાયેલી દાસીએ પહેલેથી છેલ્લે સુધીનો બધે વૃત્તાંત કહ્યો ! ખરેખર સ્ત્રીઓના પેટમાં કઈ પણ ગુપ્ત વાત ટકતી નથી, તેમાં વળી આ તે તુચ્છ બુદ્ધિવાલી દાસી કહેવાય! કયાંથી ગંભીરતા રાખી શકે? आकर्ण्य किंवदंती स, धृत्वा च निजचेतसि । भृशं विचारयामासा-पमानोद्विग्नमानसः ॥१६॥ अहो राजा निजं बंधु-मपि जानाति मां विटं। स्त्रीलांपटयादयं भ्राम्यन् , समभूत्सकले पुरे ॥१७॥ यद्येवं तर्हि किं मेऽत्रा-वस्थानेन प्रयोजनं । विमृश्येत्वकरोबुद्धिं, परदेशदिदृक्षया ॥१८॥