________________
સંગ-૮
ર૯
થઈ છે? વળી વડે કાકડીનું ભક્ષણ કર્યું છે? સૂર્યમાંથી અંધકાર અને ચન્દ્ર કિરણોમાંથી
જ્યારે પણ ઉષ્ણુતા વષી છે? રાજન, તમારા કુળમાં જે રાજાઓ થઈ ગયા, તે બધા પરસ્ત્રીની પરા મુખ હતા. કયારે પણ મર્યાદાને ભંગ કર્યો નથી. શું શેષનાગ પૃથ્વીના ભારને ત્યજી દે છે? સમુદ્ર કયારે પણ મર્યાદા ઓળગે છે ? તે હે પ્રભો તમે આ શું કરવા માંડ્યું છે? તમને ખબર છે ને કે ચક્રવાકી ચક્રવાકને જ ઇચ્છે છે. વિદ્યુત મને અને ચંદ્રિકા ચન્દ્રને જ ઇરછે છે. તેમ કુલવાન સ્ત્રી પોતાના પતિને જ ઈચ્છે છે. પિતાના પતિ સિવાય મનમાં પણ પરપુરૂષની ઈચ્છા કરતી નથી. તો પરસ્ત્રી એવી મને મેળવીને શું કરશે?” આ પ્રમાણે ઇંદુપ્રભાએ ઘણે ઉપદેશ આપવા છતાં પણ મધુરાજાની વિષયાસક્તિ જરા પણ ઓછી થઈ નહી. બલકે અગ્નિમાંથી ઘી હોમવાની જેમ વિષયવાસના પ્રજવલિત બની. ઉખર ભૂમિમાં પુષ્કારવ મેઘની વર્ષો, સર્પને દૂછ્યપાન, અગ્નિમાં ઘી નાખવું, રોગીને મિષ્ટાન્નનું ભજન અને દુજને ઉપર કરેલો ઉપકાર એ બધુ જેમ નિરર્થક અને વિપરીત પરિણામ આપનાર બને તેમ ઈંદુપ્રભાના ઉપદેશની મધુરાજાને કંઈ જ અસર થઈ નહી. ઉલટું કામથી વધારે વિહવળ બની વિચારવા લાગ્ય:-“આ એક્લી છે અને હું પણ એક છું, વળી રાત્રિને સમય છે. ફરી ફરીને આ એકાંત અવસર મળતા નથી. સંસારમાં મનુષ્ય જે સમયને ના ઓળખે તે તે ખરેખર પશુ કરતાં અધિક બદતર અને મૂર્ખ કહેવાય. અવસરે કાર્ય થાય તે ખરેખર સુખને માટે થાય છે. સમયે કાર્ય કરવામાં ના આવે તો સમય વીત્યા પછી પસ્તાવાનું થાય છે. તો ગમે તેમ કરીને લજજાને ત્યાગ કરી આ સ્ત્રી સાથે એક વખત કામ ક્રીડા કરૂં. એ શું કરવાની હતી ?” આ પ્રમાણે વિચારી કામાતુર બનેલા મધુરાજાએ બળાત્કારે તેની સાથે કામ ક્રીડા કરી. ત્યાર બાદ ઈંદુપ્રભાએ વિચાર્યું. “મારો ભરિવ્યતાને વેગ જ આ હશે. ભલે આ રાજાની સાથે પતિને સંગ થાઓ.” એમ વિચારી બીજી રાત્રીએ પિતે સ્વયં આવી અને મધુની સાથે આનાકાની કર્યા વિના કામ ક્રિીડા કરી. દીજી રાત્રિએ પણ લજજાને ત્યાગ કરી પોતે સ્વયં આવી. આ રીતે હમેશ રાત્રિમાં મધુરાજાની સાથે રહી કામસુખ ભોગવે છે. પ્રાવ: સ્ત્રીઓ ધન, સત્તા અને સંપત્તિવાળા ઉચ્ચ પુરૂષને ઈચ્છે છે. પછી તે ઈંદુપ્રભા હાસ્ય, વિનેદ કથા, વાત, વિનોદ, ગીત, નૃત્ય, સંગીત તેમજ હાવભાવ કટાક્ષ આદિ પિતાની કલા વડે રાજાને એટલા પ્રસન્ન અને ખૂશ રાખે છે કે રાજાએ પિતાની પરણેતર સ્ત્રીઓને અવગણીને ઈદુપ્રભાને અગ્રમહિલી (મુખ્ય પટ્ટરાણી) તરીકે થાપન કરી. ઈદુપ્રભામાં આસક્ત થયેલા મધુરાજા ઉદ્યાનમાં, પર્વતમાં, વાવડીઓમાં તેમજ મને હર બગીચાઓમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઈંદુભાને સાથે લઈને જ જાય છે. બુદ્ધિશાળી મનુષ્યને એક પાક્ષિક પ્રીતિ સુખને માટે થતી નથી, પરંતુ અહીંયા મધુરાજા અને દુખમાં એકબીજામાં તન્મય બની ગયા છે. મધુ જા ઈદુપ્રભાને પોતાની પાણિગ્રહણ કરેલી સ્ત્રીની જેમ માને છે. જ્યારે ઈંદુપ્રભા પણ