________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર सम्यवकुलादिकज्ञानात् , प्रमोदेन महीयसा । प्रतिविष्णुसुतां कंसः, प्राणिग्राहितवान्महैः ॥७४॥ निजजीवयशापुत्र्याः,पाणिविमुत्त्क्यनेहसि । सुख भोक्ता त्रिखंडस्य, कंसस्य श्वशुरोऽवदत् ॥७५॥ भो जामातः स्फुरत्सात-कृते याचस्व सत्वरं । एकं नगरमापूर्ण, भूयिष्टद्रविणकरैः ॥७६॥ अपराधं विना जात-मात्रस्यापि ममारिवत् । कारिता यदि तातेनै-तावत्येवं विडम्बना ॥७७॥ तहिं मथुराराज्य-मेवार्थयामि सादरं । यथा मद्वैरमादातुं, पितरं पीडयाम्यहं ॥७८॥ कंसेन शुद्धवंशेन, चेतसीति विचारतः । ययाचे मथुराराज्यं, दत्तं च श्वशुरेण तत् ॥७९॥ - આ પ્રમાણે સમુદ્ર વિજયના મુખથી કંસની પ્રશંસા સાંભળીને જરાસંધ કંસને પિતાની પુત્રી આપવા માટે ઉત્સુક થયો! કુળવાન, કળાવાન, અને પરાક્રમી કંસનું પતિ વાસુદેવની પુત્રી સાથે ઠાઠમાઠથી પાણિગ્રહણ કરાયું ! પાણિગ્રહણ વખતે ત્રણ ખંડના અધિપતિ જરાસંધે પિતાની પુત્રીના કન્યાદાનમાં જમાઈ કંસને કહ્યું -કંસ! તમારા સુખને માટે ધનધાન્યથી ભરપુર તમારી પસંદગીનું કઈ એક નગર માગી લ્યો ! ત્યારે કંસ વિચારે છે કે “કંઈ જાતના અપરાધ વિના પિતાએ જન્મતાની સાથે શત્રુની જેમ મારી વિડંબના કરી છે, તો તેના વૈરનો બદલો લેવા માટે પિતાનું મથુરાનું રાજ્ય જ માંગી લઉં અને પિતાને દુઃખી કરૂં.” આમ વિચારી શુદ્ધવંશી કસે સસરાની પાસે મથુરાનું રાજ્ય માગ્યું. અને જરાસંધે આપ્યું. ततो जीवयशःपत्न्या, सहागा मथुरां पुरीं । पितरं पंजरे लोह-मध्ये चिक्षेप दुर्मतिः ॥८॥
ત્યાર પછી પત્ની છવયશાની સાથે મથુરા ગયા. ત્યાં જઈને દુબુદ્ધિ કસે પિતા ઉગ્રસેનને લેઢાના પાંજરામાં કેદ કરી દીધા. सा न शक्यतेऽस्माभि-नित्यं पितुर्विडंबना । न पुनः शक्यते साकं, किमप्येतेन पापिना ॥८१॥ दुःखितेषु समस्तेषु, तनयेष्वतिमुक्तकः । उग्रसेनस्य दुःखेन, वैराग्यादाददे व्रतं ॥८२।।
‘હમેશ પિતાની આવી વિડંબના અમારાથી સહી શકાતી નથી અને પાપી કંસની સામે થવાની અમારી તાકાત નથી.” આમ પિતાના દુખે દુખી થએલા પત્રમાંથી અતિમુક્ત નામના કુમારે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી. आबाल्यात्पालयित्वाह-मृद्धिमेतावतीं यदि । संप्रापितः सुभद्रेण, सुभद्रेण कृपालुना ॥८३॥ तदुपास्तिकृतज्ञात्वा-त्तर्हि तस्य महात्मनः । प्रत्युपकारितां, कुर्वे यथेच्छ वसुपूरणात् ॥८४॥ ततः शौर्गपुरात्प्रेष्य-राकार्य वणिज वरं । कंस संतोषयामास, प्रत्युपकारको धनैः ॥८५।।
“બાલ્યકાળથી પાળીપોષીને મોટો કરનાર અને સમૃદ્ધિની ટોચે પહોંચાડનાર ઉપકારી પાલક પિતા સુભદ્રની હું સેવા કરૂં. તેઓના ઉપકારને બદલે કંઇક વાળું.” આમ વિચારી કસે માણસો મોકલી શૌર્યપુરથી સુભદ્રને બોલાવી ધનધાન્યથી સંતુષ્ટ કર્યો.