________________
સગ-૮
૨૭૭
अस्याः सुपर्वनेत्राभ्या–मिवाक्षिभ्यां समीक्षते । यश्चासेचनकं रूपं, सफले तस्य लोचने ॥६३॥ भूरिसौरभ्यसंयुक्तं, कामिभंगा मुखांबुजात् । जातं जिघृति यो गंध, तस्य नासा फलेग्रहिः ॥६४॥ श्लोकैः काव्यैश्च गाथाभिः, किंवदंतीभिरप्यहो।यो जल्पेदनया सार्धं, तस्यैव रसना वरा ॥६५॥ कुंकुमचंदनद्रव्यै—विलिप्तकाययानया । सुरतं कुरुते यश्च, शुभं तत्स्पर्शनेंद्रियं ॥६६॥ यस्यैतेषु पदार्थेष्व–नयैकोऽपि प्रवर्तते।अस्मिन्नसारसंसार—मध्ये धन्योऽस्ति सोऽपि हि ॥६७॥ मम त्वेकमपि स्वीय-स्वांतसंतोषकारण।अनया धन्यया साकं, वस्तु नास्ति मनागपि ॥६८॥ तांवीक्ष्य पुण्यलावण्यां, चिंतयंतमिति त्वसौ [मदात्] वर्धाप्य मधुभूपालं, जगामागारमात्मनः६९॥ स्पृहया च यया साकं, तस्य मानसमप्यगात् । नाद्भुतं हि मधो वच्छिंदुप्रभायां भवेद्वहुः७०॥
અયોધ્યાના રાજા મધુનું આગમન સાંભળીને વડપુરને રાજા હેમરથ પિતાની સેવા જણાવવા માટે સામે આવ્યા. ભક્તિપૂર્વક મધુરાજાને પ્રણામ કર્યા. “ઉત્તમપુરૂષોમાં સ્વાભાવિકપણે વિનવગુણ રહેલું હોય છે મધુરાજાએ પણ હર્ષપૂર્વક આલિંગન આપ્યું. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ બંધાયે. હેમરથ રાજાએ મધુરાજાને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી :–“સ્વામિન, આપની ચરણરેણુ વડે મારા નગરને પવિત્ર બનાવે. તેના આદરથી ખૂશ થયેલા મધુરાજાએ મૈત્રીની દઢતા માટે દાક્ષિણ્યતાથી તેનું વચન સ્વીકાર્યું. ધ્વજા, પતાકા, તોરણે ધૂપઘડીયે, પુષ્પમાલાઓ તેમજ વસ્ત્રો-આભરણે વડે હેમરથ રાજાએ નગરને શણગાયું. વિવિધ પ્રકારના વાજિંત્રેના મધુર અવાજે વડે અને બધી વગેની બિરુદાવલિ વડે જય જયકાર બોલાવતા મધુરાજાના નગર પ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં લઈ જઈ પોતાની રાજ સભામાં સુવર્ણના સિંહાસન ઉપર મધુરાજાને બેસાડ્યા. ત્યારબાદ પિતાના અંતઃપુરમાં જઈને ઈ દુપ્રભા નામ ની મુખ્ય પરાણું કહ્યું - પ્રિયે, તું રાજસભામાં આવીને મધુરાજાના વધામણાં કર ! ઈદુપ્રભાએ કહ્યું -“સ્વામિન, અતિસુંદર વસ્તુ મોટા રાજાની આંખે ચઢાવાય નહી. દષ્ટિ પડતાં કયા સમયે રાજાનું મન વિચલિત થાય તે કહેવાય નહી. માટે આપના અંતઃપુરમાં બીજી ઘણી રાણીઓ છે, તેમાંની એકાદને મોકલી વધામણાં કરાવો. ઈ દુપ્રભાના વચન સાંભળી હેમરથે કહ્યું :-“ દેવી, તું આવું વિપરિત ના બેલ. મધુરાજા તો આપણા પિતા સમાન છે. તેમના અંતઃપુરમાં તે તારા જેવી સેંકડો દાસીઓ હશે. માટે ચિંતા કર્યા વિના તું જલ્દી આવ અને સાચા મોતી અને અફતે વડે રાજાને વધાવ, પતિએ વિપરિત નિવેદન કર્યું હોય તે કુલીન પત્ની મનમાં સમજે. સમજીને પતિને નિવેદન પણ કરે, છતાં પતિ કહે કે “નહી તારે કરવું જ પડશે, તો પતિવ્રતા સ્ત્રીએ પતિનું વચન માન્ય કરવું જોઈએ.” આ પ્રમાણે મનમાં વિચારી પતિના વચનથી સેળે શણગાર સજી રાજસભામાં જઈને મધુરાજાની આગળ સાચા મોતીને સ્વસ્તિક કરી, અક્ષત વડે મધુરાજાને વધાવીને તે ત્યાંથી ચાલી ગઈ. પરંતુ વધાવતી એવી ઈદુપ્રભાનું અદ્ભુત રૂપ જોઈને, રાજા વિચારવા લાગે-“અરે, આ તો કઈ ઉર્વશી છે?