________________
સગ-૨
૨૭૫
आकाशे यदि गच्छेत्स, तदानयामि तं नृपं । निःश्रेणय इति प्राज्याः, सार्थे तेन प्रकारिताः॥३२॥ प्रणश्य यदि पाताल-मूले विशति सोऽधमः । कम्यहं ततोऽगीते, कुद्दाला दधिरेऽधिकाः३३ इत्यनीकस्य सामग्री, कारयित्वा मधुप्रभुः। चचाल शुभधरण, जेतुं भीमाभिधं नृपं ॥३४॥ अनल्पैः पादपैर्मार्गा, येऽभूवन विषमा भृशं । कटकस्य प्रभूतत्वात् , समीभूताश्च तस्य ते॥३५॥ વરઃ રુિં ઘાસ, મઃ નિશિત થતીઃ સમઃ તુળો છેરા સરસી ૧ રૂદા तुरंगमखुरोत्थेषु, रजस्सु प्रसृतेष्वपि । सूर्यतापमपाक, छायाकृत्यमजायत ॥३७॥ कटकेन प्रभूतेन, चतुरंगेण भूपतिः । त्रासयन् सपिनो भूगन् , प्राप्तो वटपुरांतिकं॥३८॥
એક દિવસ રાજપુરૂષોથી પૂર્ણ રાજસભામાં બેઠેલા મધુરાજાએ નગરમાં થતે કલાહલ સાંભળ્યો. પ્રતિહારને બોલાવી પૂછ્યું- નગરમાં આટલો બધે કોલાહલ થવાનું શું કારણ?” પ્રણામ કરીને વિનયપૂર્વક પ્રતિહારે કહ્યું- “સ્વામિન, મીબ નામને ભંયકર રાજા ગામ, નગરે અને દેશમાં મેટી મટી ધાડ પાડી કેને લુંટી રહ્યો છે. માર્ગમાં જતા આવતા મુસાફરોને નિર્દયપણે મારીને બેફામ લૂંટ કરે છે. એ ભીમરાજ અયોધ્યાની નજીકમાં આવ્યું છે. નગરીની બહાર ચરતી ગાય, ભેંસો આદિ પશુઓને લૂંટીને ભાગી રહ્યો છે. તેથી ભયથી વિહુવલ બનેલા નાગરિકો આમથી તેમ નાસભાગ કરતા કોલાહલ કરી રહ્યા છે.” પ્રતિહારની વાતે સાંભળીને ગુસ્સે ભરાયેલા રાજાએ ભ્રકુટિ ચઢાવીને મહા અમાત્યને, કહ્યું :-“અરે, તમે લોકેએ મને અત્યાર સુધી કેમ કંઈ કહ્યું નહી?” અમાત્યે કહ્યું -“સ્વામિન, આપ બાળક છે તેથી અમે કંઈ કહ્યું નથી. અમે અમારાથી શક્ય પ્રયત્ન કરીએ જ છીએ.' રાજાએ કહ્યું -“શું હું બાળક છું ? તમે મને બાળક સમજો છો? ખબર નથી કે એક સિંહનું બચ્ચું સિંહનાઢ કરે ત્યારે બલવાન હાથીઓ, શિકારી પશુઓ ક્ષણમાત્ર પણ ટકી શકતા નથી. મદોન્મત્ત હાથીઓની ગર્જના ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી સિંહનું બાળક સામે દેખાયું ના હોય. મને લાગે છે કે તમે લેકવ્યવહાર પણ સમજ્યા નથી. ભલે મારું શરીર નાનું છે પરંતુ તે ભીમરાજારૂપી હાથીની આગળ સિંહનું બચ્ચું સમજ છે. તમે સૈન્ય તૈયાર કરો. હું પોતે જ જઈને ભીમને હરાવી તેનું રાજ્ય ભાંગીશ.” રાજનું વચન સાંભળીને મહા અમાત્યે સેંકડો હાથીઓ, હજારો રથો, લાખો ઘેડા તેમજ કેડોની સંખ્યામાં પરાક્રમી સૈનિક-આ રીતે ચતુરંગી સેના તૈયાર કરી. મધુરાજાએ પ્રતિજ્ઞા કરી -“શત્રુ આકાશમાં ગયે હશે તો પણ તેને ધરતી ઉપર ઉતારી લાવીશ. તે માટે જાણે સૈન્યમાં મોટી નિસાણીઓ રાખી ન હોય! પાતાળમાં પિઠ હશે તો પણ તેને ખોદીને બહાર ખેંચી લાવીશ તે માટે જાણે કેદાળા રાખ્યા ના હોય! આ પ્રમાણે સેનામાં અનેક સામગ્રી કરાવી મધુરાજાએ ભીમરાજાને જીતવા માટે શુભ મુહૂર્ત પ્રયાણ કર્યું. સૈનિકે એ રસ્તામાં જ્યાં ત્યાં પડેલા વૃક્ષોને દૂર કરી સરખે રસ્તે કર્યો. આગળ જનારાઓને સરેવરમાંથી પાણી મળતું, વચમાં ચાલનારાઓને કાદવ મિશ્રિત