________________
સગ-૭
પુષ્પાદિક આપી રાજસભામાં ગયો. રાજાને ભેટશું ધરી નમસ્કાર કરીને કહ્યું : “પત્ર-પુષ્પ આદિથી નવપલ્લવિત બનેલા આપણા ઉધાનમાં સાધુસમુદાયથી પરિવરેલા આચાર્ય ભગવંત પધાર્યા છે. આચાર્ય ભગવંતનું આગમન સાંભળી આનંદ વિભોર બનેલા રાજાએ વનપાલકને વધામણીમાં ઘણું દ્રવ્ય આપ્યું. ત્યાર બાદ રાજાએ નગરમાં પડહ વગડાવી, નગરવાસીઓને સાથે લઈ ચતુરંગી સેના સાથે ગુરૂભગવંતને ભક્તિપૂર્વક વંદન કરવા માટે સમૃદ્ધિ સહિત નીકળેલા રાજાએ યાચકને દાન આપી ખુશ કર્યા. ઉદ્યાન સમીપે આવીને રાજાએ પિતાની ભક્તિ માટે રાજ ચિહનો ત્યાગ કરી ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વિનયી અને વિવેકી રાજાએ આચાર્ય ભગવંત પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ માનવજન્મને સફળ કરવા માટે દ્વાદશાવર્ત વંદન કર્યું. ત્યારબાદ દુખનાશિની ધર્મદેશના સાંભળવા માટે સભામાં યથાસ્થાને બેઠા. મુનીશ્વરે પણ સંસારસુખમાં આસક્ત એવા જીવોને માસુખ આપનારી ધર્મદેશના આપી. આચાર્ય. ભગવંતના શ્રીમુખે દેશના સાંભળીને આનંદિત બનેલા રાજા બે કર્મબંધનનું કારણ પૂછયું: ભગવંત, કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે બંધાય છે? કયાં સુધી ટકે છે અને તેને ક્ષય કેવી રીતે થાય છે? આચાર્ય ભગવંતે કહ્યું: “રાજન્ , જૈનશાસનમાં કર્મની પ્રકૃત્તિ ઘણું બનાવી છે. તેમાં કર્મબંધન માટેના સત્તાવન બંધ હેતુઓ (કારણે) બતાવ્યા છે. જે તીવ્ર પરિણામથી કર્મ કરે તે કર્મની વૃદ્ધિ થાય છે તે આ પ્રમાણે
તે સત્તાવન-૫૭ બંધહેતુ-પાંચ મિથ્યાત્વ-બાર અપરિતિ-પચ્ચીશ કષાયપંદર વેગ કુલ ૫૭
૧. આભિગ્રહિક, ૨. આનાભિગ્રહિક, ૩. આભિનિવેશિક, ૪. સાંશયિક છે. અને અનાભોગિક. આ પ્રમાણે પાંચ મિથ્યાત્વ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતે કહ્યાં છે. જિનેશ્વર ભગવતે કહેલા સર્વનને જાણે પરંતુ પોતાના જ દર્શનને પકડી રાખે, તેને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. સરલ સ્વભાવથી પોતાના અને પારદર્શનમાં દેવગુરુ પ્રત્યે સમાન આદર રાખે તેને આનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. જિનેશ્વરે કહેલા તેને સારી રીતે સત્ય સમજ હોવા છતાં પણ પિતાની બુદ્ધિ કલ્પનાથી વિપરીત અર્થને ઘટાવે તેને આભિનિવેશિક મિથ્યાવ કહેવાય. જિનેશ્વર ભગવંતે કહેલી સૂક્ષ્મબાદર આદિ જેની પ્રરૂપણામાં સંશય કરે. પરંતુ તેમાં શ્રદ્ધા ન રાખે તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય. પોતે પચેન્દ્રિય રહેવા છતાં સંમૂછિમની જેમ શૂન્યમનસ્ક થઈ ગતાનુગતિક ચાલે તેને આનાગિક મિથ્યાત્વ કહેવાય.
બાર અવિરત ૧. પ્રથવીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાઉકાય, ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય એ છ જવનિકાય. ૭. બે ઈન્દ્રિય ૮. તે ઈન્દ્રિય ૯. ચઉરિન્દ્રિય ૧૦. પંચેન્દ્રિય એ દશને કાયાથી દ્વેષભાવથી ઘાત કરે અને મનથી અશુભ વિચારવું.