SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સગ૭. ૫૯ ધર્મ-કર્મથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં કલેશનાશક અને કૌશલ્યવાન એવો કેશલ નામને દેશ છે. જ્યાં લવીંગ, સોપારી, કેશર, નાગવેલ, રાયણ, અશોક અને ચંપકવન આદિ અનેક પ્રકારનાં સુંદર વને આવેલાં છે. જેમાં હંમેશા વિકસિત કમલે હોય છે, એવી અનેક લોકપ્રિય વા, વલલભાની જેમ મનુષ્યને સુખ આપનારી છે. આધિ-વ્યાધિના વિનાશ માટે અમૃતતુલ્ય શીતલ જલવાળા અનેક સરોવર શોભી રહ્યાં છે. જે દેશમાં નદીઓ પિોતાના પતિ સમુદ્રના મિલન માટે સ્ત્રીઓની જેમ ઉત્સુક થઈને દોડી રહી છે. પરંતુ આશ્ચર્ય છે કે તેમાં ઉન્માદ જોવા મળતો નથી. અતુલ ઉપાયે છતાં જેનું તળીયું મળતું નથી તેવા અનેક પાતાલકુવા સજજનેની જેમ શોભી રહ્યા છે. જ્યાં શેરડીની ઉત્પત્તિ ઘણી હોવાથી મનુષ્ય પ્રભાતમાં સાકરવાળા દુધનું પાન કરે છે. જ્યાં મનુષ્યો પરસ્પર વાર્તા–વિનોદ કરી રહેલા હોય છે, પરંતુ દુષ્કાળની વાત તો સ્વને પણ જાણતા નથી. એવા કોશલ દેશમાં બલવાન શત્રુ વડે જીતી શકાય નહીં તેવી, તેમજ નિગ્રન્થ મુનિઓના વચનથી પ્રતિબંધ પામેલી એવી નિષ્પા૫ અયોધ્યા નામની નગરી છે. અયોધ્યા નગરીમાં ભેગસુખને ભોગવનાર હોવા છતાં પાપકાર્ય કરવા માટે ભીરૂ, પરસ્ત્રીથી વિરક્ત, સ્વસ્ત્રમાં સંતોષી, સાતવ્યસનથી મુકત, દાનધર્મમાં લીન, ધર્મકાર્યમાં આસક્ત અને પાપકાર્યમાં અનાસક્ત એવા મનુષ્યો વસે છે. અને જ્યાં તીર્થકર ભગવંતના વચન પાલનમાં આસક્ત બ્રાહ્મણોની જેમ નિરંતર ટ્રકર્મ કરનારા, અને વિરતિના આશયવાળા એવા શ્રાવકો વસે છે. અયોધ્યામાં પિતાના રૂપસૌંદર્ય વડે દેવાંગનાઓની જેમ શોમતી અને ગુરૂજનોના આદેશથી નિર્મલ શીલને પાલનારી સ્ત્રીઓ વસે છે. અયોધ્યા નગરીની ભૂમિના પ્રભાવથી કર કર્મને કરનારા મનુષ્યો દૂર દૂર સ્થાનમાં જઈને વસ્યા હતા. તે ભૂમિની વિશેષતા જ એવી છે કે ત્યાં રહેલાં દરેક મનુષ્ય પુણ્યપ્રાપ્તિમાં જ તત્પર હોય છે. જે નગરી તીર્થકરે, ચક્રવતી, વાસુદેવ, બલદેવ, અને પ્રતિવાસુદેવ આદિ મહાપુરૂષનું ઉત્પત્તિ સ્થાન કહેવાય છે. એવી અધ્યા નગરીમાં શત્રુને જય કરનાર હોવાથી યથાર્થ નામને ધારણ કરનાર “અરિજય” નામને પ્રજાવત્સલ રાજા હતો. સૂર્યોદયના પ્રતાપમાં ઘૂવડે દિવસે જોઈ શકતા નથી પરંતુ રાત્રિમાં પોતાના કાર્યો કરે છે, જ્યારે આ રાજાના પ્રતાપમાં તેના શત્રુએરૂપી ઘૂવડે દિવસે તે જોઈ શકતા નથી પરંતુ રાત્રિમાં પણ અંધ બનીને રહે છે અર્થાત્ શત્રુરાજાઓ અરિજય રાજાને પ્રતાપ સહી શક્તા નથી. અરિંય રાજાના માહાસ્યનું શું વર્ણન કરવું? રાજા પાસે પહાડ સમા ઉન્નત મયગલ એવા સેંકડે હાથીઓ છે, વિજય અપાવનારા, પિતાના વેગ વડે પવનને જીતનારા એવા હજારો ઘડાઓ છે. એકાકી હોવા છતા ઘણું શત્રુઓને સામનો કરી શકે તેવા સ્વામિભક્ત કરોડો સૈનિકે છે. વળી, રાજાનું મન પરસ્ત્રી સાથે કયારે પણ બંધાયું નથી. વ્રતભંગના ભયથી તેનું વચન પણ દઢ છે. મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલનારા અરિજયરાજાની સેવા હંમેશા દે કરી રહ્યા છે, તેથી તેની તલવાર ઉપર શ્રી વરેલી છે. જેની પાસેથી
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy