________________
૨૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
જયજયારવ કરી રહી છે, સધમ દેવકની વિભૂતિ જોઈને બંને દેવે આશ્ચર્યચકિત બન્યા. ખુશ થયેલી હાવભાવ ને કટાક્ષ બતાવતી દેવીએ એ પૂછ્યું : “સ્વામિન, આપ કયા પુણ્યથી સૌધર્મ દેવલે. કમાં પધાર્યા ” તે બંનેએ કહ્યું ઃ ગત જન્મમાં અમે ભાવપૂર્વક જૈન ધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ અમારી સદ્ગતિ થઈ.” જેવીઓના નાચ ગાન સંગીત અને નાટકમાં આસક્ત બનેલા બે દેવે પાંચ પાપમ (અસંખ્ય વ) આયુની સ્થિતિ જોગવી રહ્યા છે. અત્યંત સુખમાં સમય કયાં પસાર થાય છે તેની ખબર પડતી નથી. સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ)ને આપનારા ધન મહ મ્યને સમજી તે બને દેવે દેવલોકમાં પણ સમ્યકત્વને ઉજવલ કરી રહ્યા છે.
કસ્ટમાં કરેલા ધર્મથી પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ધર્મના કારણે બાળપણથી કલાઓને સમુહ મળે છે. ધર્મથી સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને ધર્મથી વિનેને નાશ થાય છે. ત્રણે જગતમાં ઉજવલ યશ ફેલાય છે. માટે મનુષ્યએ ધર્મકાર્યમાં ઉદ્યમશીલ બનવું.
इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरगणिशिष्य पं० श्रीरविसागरगणिविरचिते श्रीशांवप्रद्युम्नचरित्रे प्रद्युम्नजन्मजातमात्रापहरणतच्छुद्धिकरणार्थनारदमहाविदेहगमनपूर्वभवश्रवणाग्निभूतिवायुभूतिस्वर्गगमनो नाम षष्ठः सर्गः समाप्तः ॥श्रीरस्तु॥
આ પ્રમાણે પંડિતમાં ચક્રવર્તી સમા શ્રી રાજસાગર ગણીના વિદ્વાન શિષ્ય રવિસાગર ગણીએ રચેલા શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં પ્રદ્યુમ્નજન્મ, જન્મતાની સાથે પ્રદ્યુમ્નનું હરણ. તેની શોધ માટે નારદનું મહાવિદેહમાં ગમન, પ્રદ્યુમ્નના પૂર્વભવોનું શ્રવણ, તેમાં અગ્નિભૂતિ વાયુભૂતિનું સ્વર્ગ ગમન આદિનું વર્ણન કરતાં એક હજાર ને અઢાર (૧૦૧૮) લેક પ્રમાણ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયે.