________________
૨૪૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ઉપર્યુક્ત મુનિના વચન સાંભળીને મૌની બ્રાહ્મણે સાધુના ચરણમાં નમસ્કાર કરીને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી - સ્વામિન, હું આપના વચનથી સંસાર સમુદ્રથી વિરક્ત બન્ય છું. મારે હવે માતા-પિતા આદિ સ્વજન બંધુઓના સંબંધનું કઈ પ્રયોજન નથી. તે મારા ઉપર કૃપા કરીને સંસારતારિણી, નરકની આપત્તિને વારણ કરવાવાળી, કલ્યાણકારિણી એવી પ્રવજ્યા આપો. મુનિએ તેને મધુર વચનથી કહ્યું: “જો તારે દીક્ષા લેવાની ઈચ્છા છે તે હું કહું તે પ્રમાણે કર. એક વખત તારા માતા-પિતા, બંધુવર્ગ અને સ્વજન સંબંધીઓને મીઠી વાણીથી બોલાવ, ગુરૂમહારાજનું વચન અલંઘનીય હોય છે. એમ સમજી મૌની બ્રાહ્મણે ત્યાં રહેલા પોતાના કુટુંબીજનોને જોઈ તેઓને મળીને બોલ્યો - હે માતા-પિતા, મેં આજ સુધીમાં જે જે આપની સની અવજ્ઞા કરી છે, તેની આપ સહુ મને ક્ષમા આપ. પુત્રના કેમલ વચન સાંભળીને માતા-પિતા આદિ કુટુંબીજન દુઃખથી રૂદન કરતા કહેવા લાગ્યા - “હે પુત્ર, આજ દિન સુધી મૌન ધારણ કરીને તે અમને બધાને ઠગ્યા.” તેણે કહ્યું કે શા માટે તમે રૂદન કરે છે તમારા પુત્રરૂપે હું અનંતી વખત થયો છું. અને મારા પુત્ર આદિ સંબંધે તમે પણ બધા મને અનંતી વખત મળ્યાં છે. તો કયા કયા ભવના સંબંધોને મોહ કરે? જે તમારા બધાને મારા પ્રત્યે પ્રેમ હોય તે હવે એક કામ કરે છે જેથી આ સંસાર સમુદ્રમાં મારે નવો અવતાર લેવો ના પડે.” સ્વજનાએ કહ્યું -“પુત્ર, એવો કયો ઉપાય છે કે જેથી જેને નવા નવા સંબંધો બાંધવા ના પડે? ત્યારે તેણે વિનયપૂર્વક કહ્યું - ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને તેની સમ્યક્ પ્રકારે આરાધના કરાય તે આ સંસારનો અંત આવી શકે. માટે મારા હિતને માટે શિષ્ટાચારમાં તત્પર એવા આપ સહુ મને દીક્ષા લેવાની અનુમતિ આપો.” પુત્રના વચન સાંભળીને માતાપિતા આદિ સ્વજનોએ કહ્યું -“આપણે બ્રાહ્મણ જાતિના કહેવાઈએ, તેથી આપણે જેની દીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી. જો તું સંસારસુખથી વિરક્ત હોઈશ તે તને મહેસવપૂર્વક શુદ્ધ સંન્યાસધર્મ અપાવીશું. પુત્ર કહ્યું –“ભવિષ્ય કાલની અપેક્ષા રાખવા જેવી નથી. અસ્થિર સંસારમાં કાલે શું થશે તેની ખબર નથી. એક ક્ષણનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. માટે શુભ કાર્યમાં વિલંબ કરો જોઈએ નહી. આ સંસારમાં શુભાશુભ કાર્યના પ્રેરક અને નિષેધક કેઈ નથી, સૌ સૌની ભવિતવ્યતા પ્રમાણે બધુ બને છે. માટે મને રોકવા માટે તમારે કઈ પણ પ્રયત્ન કરે નહી.” આ પ્રમાણે સંસારથી ઉદ્વિગ્ન બનેલા પુત્રના વચન સાંભળીને માતાપિતા આદિ સ્વજને એ તેને જેની દીક્ષા લેવાની અનુમતિ આપી. અને તેણે ત્યાં જ પાપનાશિની દીક્ષા અંગીકાર કરી દીક્ષિત થયેલા બ્રાહ્મણને જોઈને બીજા કેટલાક લકે પણ સંસારની અનિ ત્યતાનું ચિંતન કરતા દીક્ષિત બની ગયા, કેટલાંક લોકોએ સમ્યકત્વમૂલ બારવ્રતને અંગીકાર કર્યા, કેટલાકે કૈવલ્યને આપનારૂં સમ્યકત્વ ગ્રહણ કર્યું. અને વૈરાગી બનેલા કેટલાક લોકેએ સાતે ક્ષેત્રમાં વિપુલ ધનનો સદુપયોગ કરી પિતાની જાતને કૃતકૃત્ય માની.