________________
સગ -૨
6
ઝીલી લે છે. જમીન પર પડવાથી જીવવિરાધના ન થાય, આવી શુભ ભાવનાથી હાથમાં રહેલી ઉલ્ટી પોતાના શરીર પર લગાવે છે. આખુ જે શરીર દુર્ગધ અશુચિથી વ્યાપ્ત બની ગયું. સાધુને આમ આક્રોશ હોવા છતાં નંદીષેણ મહામુનિ સમતારસમાં ઝીલી રહ્યા છે. કસોટીમાંથી પાર પામેલા મુનિને દેવો પ્રત્યક્ષ થઈને ખમાવે છે. સ્વગાકમાં ઈન્દ્રમહારાજની મૂરિસૂરિ પ્રશંસા કરી પોતાના સ્થાને ગયા. સેવા માટે શરીર કામ આપે તેમ નહી હોવાથી તપથી કૃશ બની ગયેલા નંદીષેણે નજીકના પર્વત પર જઈ અણસણ કર્યું. રાજા-પ્રજાએ તેમનાં દર્શન કરી અહોભાવ વ્યક્ત કર્યો. વર્ષોનું સાધુજીવન તપ ત્યાગ તિતિક્ષામય બનાવ્યા છતાં હદયના કોઈ ખૂણામાં પેલી પરણવાની વાસના ઘર કરી બેઠેલી તે યાદ આવતા નંદીષેણમુનિ ભાન ભૂલી ગયા અને નિયાણું કર્યું કે “મારા આ તપ અને સંયમનું કંઈપણ ફળ હોય તો આવતા ભવમાં હું સ્ત્રીવલ્લભ બનું.' તપ-સંયમને ધર્મની સાથે સોદો કરી, નિદાનના પ્રભાવે અંધકવૃષ્ણુિના દશ પુત્રોમાં દેવકુમાર સમાન દશમાં પુત્ર વસુદેવ થયા. (ચકવતીને ચોસઠ હજાર રાણીઓ હોય ત્યારે વસુદેવને નિયાણાને અનુસરી ૭૨ હજાર (બોંતેર હજાર ) રાણીઓ હતી.] समुद्रविजयः प्रोचे, कनिष्टं बांधवं प्रति । अद्यापि ते न संग्राम-समयो विद्यते किल ॥ २१ ॥ वयसः प्रौढिमा पूर्व, द्वेधापि बलभूरिता । तथैव दीप्रशक्तिस्ते, युज्यते रणकारिणः ॥ २२ ॥ આ સમુદ્રવિયે લઘુબંધુ વસુદેવને કહ્યું કે “ભાઈ ! તારી વય હજી સંગ્રામને ગ્ય નથી. યુદ્ધ કરવા માટે તારું યુદ્ધકૌશલ્ય હોવા છતાં રણસંગ્રામમાં શૂરવીરતાની સાથે ઉંમરની પણ પ્રૌઢતા જેવાની હોય છે. वसुदेवोऽवदत्स्वामिन् , युष्मत्प्रसादधारिणः । सुसाधं भावि मे सर्व, न किं हि सत्प्रभावतः॥२३॥
વસુદેવે કહ્યું –સ્વામિન્ ! આપની મહેરબાનીથી સૌ સારાવાના થશે. સપુરુષનાં પ્રભાવથી શું શું નથી બનતું? અર્થાત્ બધુ જ થઈ શકે છે. सिंहेनेव बलिष्टेना-बाल्यादपि च निर्भयं । निर्बन्धात्पुनरप्युक्ते, वसुदेवेन धीमता ॥ २४ ॥
સમુદ્રવિજયે ઘણું ઘણું કહેવા છતાં બાલ્યકાળથી જ સિંહની જેમ નિર્ભય અને પરાક્રમી વસુદેવે યુદ્ધમાં જવાની તૈયારી બતાવી અને વડિલબંધુ સમુદ્રવિજયમહારાજાની પ્રેરણા મુજબ વિશાળ સૈન્ય તૈયાર કર્યું कथंचिदुररीकृत्य, वचनं बांधवोदितं । समुद्रविजयाधीशः, सेनासामग्रिकां व्यधात् ॥२५॥ केषांचिज्छतयोधित्वं, केषां सहस्रयोधिता। केषांचिल्लक्षयोधित्वं, केषांचिद्वीरमानिता ॥२६॥ केचित्कवचसंयुक्ता, केचिन्नागोदधारिणः । जंघात्राणयुताः केचि-त्केचिच्छीर्षण्यधारिणः ॥२७॥