________________
શબ–પ્રદ્યુમ્ન ચરિત્ર તેને એક નગર તેમજ મારી પુત્રી જીવયશા આપીશ” આ પ્રમાણે દૂતના મુખથી સર્વવૃતાંત જાણીને સમુદ્રવિજય ચિંતિત બની ગયા તે અવસરે નાનાભાઈ વસુદેવે વિજ્ઞપ્તિ કરી કે સ્વામિન! આપે કઈ ચિંતા કરવી નહી. આપને યોગ્ય કાર્ય હું સંભાળી લઈશ [૧૭, ૧૮, ૧૯, ૨૦]
" (વસુદેવના પૂર્વભવને વૃતાંત) [કેઈ એક ગામમાં દરિદ્ર બ્રાહ્મણ હતા. તેને દુર્ભાગી, કદરૂપ અને વામણે નંદીષણ નામને પુત્ર હતો. એ દુર્ભાગી એ હતું કે જન્મતાંની સાથે જ તેની મા મરી ગઈ, પાંચ વર્ષને થતાં તેને બાપ ગુજરી ગયો. નિરાધાર બનેલ બાળક અથડાતે કૂટાતે લોકેને હાસ્યાસ્પદ બની અનેક પરાભવ સહી દિવસ ગુજારતે હતો. ત્યારે દર દેશમાં રહેલા તેના મામાને ખબર મળવાથી આવી નદીને પિતાને ત્યાં લઈ ગયા. મામાને ત્યાં કામકાજ કરતો ભેટો થાય છે. એવામાં મામાના પડોશીને ત્યાં લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. નંદીષેણ વારંવાર તે જોવા માટે જાય છે. તેને પણ આ રીતે લગ્ન કરવાની તમન્ના જાગી. પરણવાની પ્રબળ ઈચ્છા થવાથી ખાતે પીતો નથી. મામા ઘણું સમજાવે છે પરંતુ પરણવાની હઠને મૂકતો નથી. ત્યારે મામાએ પિતાની સાત દીકરીઓને કહ્યું :- તમારામાંથી કેઈએ નંદીષેણ સાથે લગ્ન કરવાં. પરંતુ સાતમાંથી એક પણ પુત્રી કદરૂપા નંદીષેણને પરણવા તૈયાર ન થઈ. પરંતુ નંદણની મશ્કરી કરતી થૂ-કરી તેને ધૂત્કારી મૂક્યું. આવું અસહ્ય અપમાન સહન નહી થવાથી અને પિતાના અત્યંત કદરૂપા શરીરથી કંટાળીને મરવા માટે પહાડ ઉપર ગયે. પહાડ ઉપરથી પડતું મૂકવાની તૈયારી કરે છે તેવામાં ત્યાં કોઈ કાઉસ્સગ્રુધારી મુનિની નજર પડી. તુર્તજ નદીણને મીઠા શબ્દોથી બેલાવી પાસે રાખે. સંસારનું સ્વરૂપ-કર્મની વિચિત્રતા સમજાવી દીક્ષા આપી. વૈરાગી બનેલા નદીષેણે દીક્ષા દિવસથી છઠને પારણે આયંબિલનો ત૫ શરૂ કર્યો. સાથે સાથે ગુરૂસેવા અને સ્વાધ્યાયમાં તત્પર બન્યો. અગીઆર અંગતા જાણકાર બની સેવાયજ્ઞ શરૂ કર્યો. ગ્લાન વૃદ્ધ બિમાર સાધુઓની ઉત્સાહપૂર્વક સેવા કરે છે. મુનિના વૈયાવચ્ચગુણની પ્રશંસા વગેલેકમાં ઈન્દ્રમહારાજે દેવેની સભામાં કરી. તેમાંના કેઈ બે દેવે પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવ્યા. એક દેવ બિમાર વૃદ્ધ સાધુનું રૂપ બનાવી ગામ બહાર રહ્યો. જ્યારે બીજે દેવ પણ સાધુ બની નદી છટ્ઠનું પારણું આયંબિલ કરવાની તૈયારી કરે છે ત્યાં આવી આક્રોશપૂર્વક નંદીષેણને તિરસ્કાર કરી કહે છે:-“અરે, ખાઉધરા, ગામ બહાર બિમાર સાધુ વેદનાથી પીડાઈ રહ્યા છે ત્યારે તું ખાવા બેઠો છું. મોટો સેવાભાવી થઈને આટલી પણ ખબર રાખતા નથી. વિ. વિ.” આવા આક્રોશયુક્ત વચન સાંભળવા છતાં સમતાપૂર્વક આગંતુક સાધુની ક્ષમા યાચી તૂર્ત જ ઉભા થઈ સાધુની સાથે ગામ બહાર આવ્યા. ઝાડા ઉલ્ટી કરી રહેલા વેદનાથી કણસતા સાધુને જેઈ કરૂણુદ્ધ બની તૂર્ત જ શુશ્રષા કરવા લાગ્યા. પરંતુ સાધુ તે નંદીષણનો તિરસ્કાર કરતા જાય છે ને વધારે ઝાડા ઉલ્ટી કરતા જાય છે. (દેવાયા છે ને ?) સાધુને ખભે બેસાડી ગામમાં લઈ ગયા. ત્યાં પણ તે પ્રમાણે કરે છે. ઉલ્ટી' હાથમાં "