________________
२२६
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ સમયે બારમા વાસુપૂજ્ય ભગવાનનું સમગ્ર પાપનો નાશ કરનારું તીર્થ પ્રવર્તતું હતું. શાલિગ્રામની નજીકમાં મનુષ્યને આનંદ આપનારૂં મને રમ નામનું ઉદ્યાન છે, તે ઉદ્યાન સુમન નામના યક્ષથી અધિષિત છે. એક દિવસે તે ઉદ્યાનમાં બારમા વાસુપૂજ્ય સ્વામીના તીર્થમાં રહેલા નંદીવર્ધન નામના આચાર્ય ભગવંત પાંચસો સાધુઓની સાથે પધાર્યા. વનપાલકની પાસે વસતિની યાચના કરીને વિનયી એવા પિતાના શિષ્યોની સાથે ત્યાં રહ્યા. મુમુક્ષુ શિષ્યને અધ્યાપન કરાવી રહેલા પ્રશાંત મૂતિ આચાર્ય ભગવંતને જોઈને વનપાલક ઘણો ખૂશ થયો. ખૂશ થયેલા વનપાલે ગુરૂભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને નગરવાસીઓને વધામણી આપી. ગુરૂભગવંતનું આગમન સાંભળીને શ્રાવકવર્ગ આદિ ધમીલેકને ખૂબજ આનંદ થયે. નગરવાસીઓએ વધામણ આપનાર વનપાલકને ઘણું દ્રવ્ય આપીને વંદન કરવાની ઈચ્છાવાળા નગરવાસીઓએ એક બીજાને સમાચાર આપી, ભક્તિપૂર્વક ઉદ્યાનમાં આવીને ગુરૂભગવંતને વંદના કરી ધર્મદેશના સાંભળી, પિતાની જાતને કૃતાર્થ માની, પિત પિતાના ઘેર જવા લાગ્યા.
આ રીતે નગરવાસીઓ સ્નાન કરી પિતાના ગૃહચૈત્યની પૂજા અર્ચના કરી કેશર ચંદનના તિલક કરી કેટલાક હાથી ઉપર, કેટલાક ઘોડા ઉપર, કેટલાક રથમાં તે કેટલાક પગે ચાલી પિતાને ધર્મ સમજી, કેટલાક સ્વજનની પ્રેરણાથી તે કેટલાક મિત્રની, તે કેટલાક પત્નીઓની પ્રેરણાથી વંદન કરવા આવવા લાગ્યા. વંદન કરવાની ઉત્સુકતાથી રસ્તામાં જતા લેકોની એટલી બધી ભીડ જામી ગઈ કે જાણે તેઓ વિદ્યાધરોની જેમ આકાશમાં ચાલતા ના હોય ! તેમ માનવા લાગ્યા. વિવિધ પ્રકારની વેષભૂષાથી સજજ પુરૂ દેવની જેમ તેમજ સેળે શણગારથી સજજ સ્ત્રીવર્ગ દેવાંગનાની જેમ શેભતો હતે. સુંદર વસ્ત્રાલંકારથી શોભતે એક બાજુ પુરૂષ વર્ગને અને બીજી બાજુ સ્ત્રીવર્ગને ગુરૂભગવંતના દર્શન વંદન કરવાની ઉત્સુક્તાથી પ્રસન્નતા પૂર્વક જતે આવતો જોઈને અગ્નિભૂતિ અને વાયુભૂતિ બંને ભાઈઓ પૂછવા લાગ્યા- “અરે, આજે નગરની બહાર કઈ ઈન્દ્રમહત્સવ છે? તાગ મહોત્સવ છે કે કૌમુદી મહોત્સવ છે? જેથી લેકે નવા નવા કપડાં પહેરી, શણગાર સજીને આનંદપૂર્વક દડાદોડી કરી રહ્યા છે. તે શા માટે?? આ પ્રમાણે અગ્નિભૂતિ અને વાયુભૂતિના પૂછવાથી એક શ્રાવકે કહ્યું – “અરે, તમે લેકે મૂઢ છો કે શું ? આકાશમાંથી પડયા છો કે ધરતી ફેડીને બહાર નીકળ્યા છો ? ગામમાં રહે છે છતાં તમને એટલી પણ ખબર નથી કે દેવ દેવેંદ્ર અને મનુષ્યોથી પૂજાયેલા ત્રિકાળજ્ઞાની, ધ્યાન અને મહાનગી એવા નંદિવર્ધન આચાર્ય ભગવંત આપણા નગરની બહારના ઉદ્યાનમાં સપરિવાર પધાર્યા છે! તમે સાવ અજ્ઞાની છો !” પ્રજવલિત અગ્નિમાં ઘી હોમવા સમાન શ્રાવકનું વચન સાંભળીને બને બ્રાહ્મણે અત્યંત ક્રોધાતુર બની બબડાટ કરવા લાગ્યા-અરે, મૂઢબુદ્ધિવાળો તે તું છે. તે સાધુના મંત્ર તંત્રના પ્રયોગથી તું ઠગાઈ ગયું છે. એટલે જ કદાગ્રહી બનીને જેમ તેમ બબડી