________________
૨૨૨
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દશે દિશાને પ્રકાશિત કરતા પુત્રને જોઈને હરિએ કહ્યું : “આ પુત્રનું નામ આપણે પ્રદ્યુમ્નકુમાર રાખીશું.' એમ કહીને જ્યાં રુકિમણીના હાથમાં આપવા જાય છે ત્યાં વચમાંથી જ પૂર્વ જન્મને વૈરી ધૂમકેતુદેવ બાલકનું અપહરણ કરી ગયે. મારી નાખવાની ઇચ્છાથી વૈરી ધૂમકેતુએ વૈતાઢય પર્વતની ટેકશિલા ઉપર બાળકને મૂકી દીધું. તેના આયુષ્યબળથી વિદ્યાધરના અધિપતિ કાલસંવર’ નામનો રાજા પિતાની પટ્ટરાણી કમલમાલાની સાથે પોતાની રાજધાની તરફ જતો હતો તેનું વિમાન આકાશમાં સ્તંભી ગયું, વિમાનમાંથી નીચે ઉતરીને જોતાં તેજસ્વી બાળકને જે. બાળકને લઈ અપુત્રિણી એવી પિતાની પત્ની કમલમાલાને આપવા માંડ્યો પરંતુ કમલમાલા લેતી નથી. નહી ગ્રહણ કરવાનું કારણ પૂછવાથી કમલમાલા એ કહ્યું: “સ્વામિન, આપના પરાક્રમી બીજા પાંચ પુત્ર છે. આ બાળકનું હું પાલન કરું, પરંતુ આ પુત્ર તમારા પાંચ પુત્રેથી ના કહેવાય. એને રાજ્ય મળે નહી તે ભવિષ્યમાં આ દુઃખ મારાથી સહન થઈ શકે નહી. એના કરતાં આ બાળકને ગ્રહણ નહી કરો એ જ સારૂં.” ત્યારે કાલસંવરે કહ્યું : “પ્રિયે, આવા અદ્દભુત બાળકને તું ગ્રહણ નહી કરે? જે તે ખરી કેટલો તેજસ્વી છે. કમલમાલા કહે એને હું ગ્રહણ કરું પરંતુ તમે એને રાજ્ય ના આપ તો ઉલ્ટો મને કલેશ થાય. માટે જ એને હું સ્વીકારતી નથી, સાંભળીને કાલસંવર રાજાએ કહ્યું : “જે તને એમ જ છે તે આ પુત્રને હું આજથી જ યુવરાજ પદવી આપું છું એમ કહી તેના કપાલમાં યુવરાજનું તિલક કરી પોતાની પત્ની કમલમાલાને આપે. કમલમાલા તેને લઈને પુત્રની જેમ પાલન કરવા લાગી. તે પ્રદ્યુમ્ન સુખવડે અને સૂર્યની જેમ શરીરની કાંતિવડે દિવસે દિવસે વધવા લાગે, તેના પુણ્યના સંકેતથી પૃથ્વીતલમાં પ્રદ્યુમ્નતરીકે પ્રસિદ્ધ થશે! તે પ્રદ્યુમ્નકુમાર મનહર એવી બે વિદ્યાઓ, પત્ની અને અદ્ભુત એવા સેળલાભ સહિત મેળવષે તેના માતાપિતાને મળશે. એના જન્મદાતા માતા પિતાને જ્યારે મળશે ત્યારે દ્વારિકામાં ચમત્કારી લક્ષણે થશે તે સાંભળ, ઉદ્યાનેમાં ફળને નહી આપનારા વૃક્ષે નવપલ્લવિત થઈ ઘણું ફળ આપનારા બનશે. વૃક્ષોનું “ફલદા' વિશેષણ સાર્થક થશે. નગરવાસી મનુષ્યમાં સુખની વૃદ્ધિ થશે. ન્યાય નીતિપૂર્વકના વ્યાપારથી ધનની વૃદ્ધિ થશે. ચિત્તની ચંચળતા હોવા છતાં પણ પ્રદ્યુમ્નના અનુપમ મુખને જોવા માટે ચિત્તની અત્યંત વ્યગ્રતાથી અંધજનેને પણ નેત્રે પ્રાપ્ત થશે. મેઘની વૃષ્ટિથી કદબવૃક્ષના પુષ્પો અંકુરિત થાય તેમ પ્રદ્યુમ્નને જોઈને રૂકિમણીની સાડાત્રણ કોડ રેમરાજી વિકસ્વર થશે, ચન્દ્રને જોઈને જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ પ્રદ્યુમ્નને જોઈને તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટશે. જેની પ્રીતિ પહેલા કૃત્રિમ હશે તે પણ પાણીમાં રહેલી રેખાની જેમ એકમેક બની જશે, જેઓની પ્રીતિમાં પરસ્પર વિરેાધ હશે તેઓને પણ વિરોધ તરત જ શમી જશે. સર્વે વૃક્ષે નવપલ્લવિત થશે. તેના ભક્ષણથી તિર્યંચે (પશુઓ) પણ પુષ્ટ બનશે. તે પશુઓના દહી, દૂધ અને ઘીના ભક્ષણથી મનુષ્યની આધિવ્યાધિઓ નાશ પામશે અને શરીરને પુષ્ટિકારી બનશે. કાણુ મનુષ્ય બે નેત્રવાળા કુન્જમાને સુંદર આકૃતિવાળાં અને કુરૂપ મનુષ્ય સુંદર અને શ્રેષ્ઠ રૂપવાળા