________________
સગ-૬
૨૧૫
શબ્દથી બેલાવાય છે પરંતુ તે દેવો એ કાર વિનાના એટલે દેવ નહિ પણ દવ (અગ્નિ) ની જેમ લેકને સંતાપ કરનારા છે, તેથી કરૂણાના ભંડાર, દીનેનો ઉદ્ધાર કરનાર, અને સંસાર સાગરથી તારનાર હે નાથ, દેવ તે એક આપ જ છે ! દેવ દેવેંદ્ર અને અસુરઅસુરેન્દ્રના ગુરૂ બૃહપતિ તેમજ મહાન ગીપુરૂષે પણ આપના ગુણોનું વર્ણન કરવા માટે કે સ્તુતિ કરવા માટે સમર્થ નથી, તે મંદબુદ્ધિવાળો એ હું એક જીભથી આપની સ્તુતિ કરવા માટે કઈ રીતે સમર્થ થઈ શકું? છતાં આશ્ચર્યની વાત એ છે કે અનંતજ્ઞાની, અનંતદશની અને અનંતગુણના ભંડાર હોવા છતાં હે નાથ, મારી તૂટી-ફૂટી સ્તુતિને આપ સ્વીકારે છે. આ પ્રમાણે અનેક પ્રકારે સ્તુતિ કરી તીર્થકર ભગવંતને નમસ્કાર કરી, વિનયપૂર્વક નારદજી ગ્ય સ્થાને ઉભા રહીને વિચારે છે- અહીંના મનુષ્યો પાંચસે ધનુષ્ય (ગાઉ) ની કાયાવાળા અને સુંદર છે. અને હું તો ફક્ત દશ ધનુષ્યની કાયાવાળે છું, તે તે લેકના પગ નીચે આવીને કીડાની જેમ કદાચ કચરાઈને મરી જઈશ તો? ભગવાન સીમંધર સ્વામીની નિશ્રામાં એ લોકેના પગ નીચે કચરાવવાથી કદાચ મરણ આવે તો તે ઘણું શ્રેષ્ઠ છે. હું આરાધક થઈશ. પરંતુ કૃષ્ણ અને રૂક્િમણીને તેના પુત્રની શોધ કરી આપવાનું જે વચન આપ્યું છે, તે મારું વચન ફેગટ (નિષ્ફળી જાય ને ? આ પ્રમાણે વિચારીને નારદ પિતાના જીવની રક્ષા માટે તીર્થકર ભગવતના સિંહાસન નીચે લપાઈને બેઠા. तावत्तत्र समायातो, निजधर्मपरायणः । पद्मनाभश्चक्रवर्ती, पार्श्वे सीमंधरप्रभोः ॥८॥ नत्वा च देशनां श्रोतुं, यावत्तत्र स्थितो मुदा । सिंहसनादधस्ताव--ददृष्टचरमैक्षत ॥९॥ चक्रवर्ती तमालोक्या--दृष्टचरशरीरिणं । विस्मयाकुलितस्वांत-श्चिंतयामास चेतसि ॥१०॥ देवो वा मानवो वासौ, किं तिर्यनारकोऽथवा । चतुर्गतिविचालेषु, कीडग्स्वरूपकोऽस्त्यसौ ॥११॥ एवं विमृशता तेन, विस्मयव्याप्तचेतसा । मनुष्योऽपि गृहीतोऽसौ, पक्षीव स्वकरांबुजे ॥१२।। समादाय करे बाल, इव तं शालभंजिकं । तस्य सर्वमपि देहं, भूपतिस्तु व्यलोकयत् ॥१३।। अस्ति का जातिरेतस्य, का योनिर्वास्य कथ्यते । इति चिंतयतस्तस्य, प्रादुर्भता मतिर्वरा ॥१४॥ त्रिकालसंशयानां च, हारके सति बोधिदे । मयका मूढभावेन, कल्पना क्रियते मुधा ॥१५॥ चित्ते तेन विमृश्येति, प्रपच्छे जगदीश्वरः । चतसृणां गतीनां च, मध्ये किंगतिकोऽस्त्यसौ॥१६।। इत्युक्ते सार्वभौमेन, बभाण भगवान् वचः । स्वरूपं श्रोतुकामश्चे–देतस्य त्वं तदा शृणु ॥१७।।
એવામાં ધર્મમાં તત્પર એવા પદ્મનાભ નામના ચક્રવતી ભગવાન સીમંધર હવામીને વંદન કરવા માટે આવ્યા. નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા માટે યોગ્ય સ્થાને બેઠા. ચક્રવતીની નજર એકાએક સિંહાસન નીચે પડી, અને પોતે કયારે પણ જોયું ના હોય તેવું પ્રાણી જોઈને આશ્ચર્ય પામ્યા. મનમાં વિચારવા લાગ્યા -અરે, દેવ, માનવ, તિર્યંચ કે નારક-આ ચાર