________________
૨૦૯
સગ-૬
આ આવું કંઈ અકાર્ય કરી બેસશે તે !' એટલે તેને શાંત કરવા માટે બોલ્યા -બેટી, એ પાપાત્માએ એક તારા પુત્રને નથી હર્યો પરંતુ મારા જીવિતને હરી લીધું છે, એકલું તને જ દુઃખ નથી, મારા મનમાં પણ એ દુઃખ શલ્યની જેમ ભેંકાઈ ગયું છે, પરંતુ હું મારા આત્મવિશ્વાસથી કહું છું કે મારી વિદ્યા શક્તિથી થોડા દિવસમાં જ તારા પુત્રની ખબર લઈ આવીશ.” ત્યારે રુકિમણીએ કહ્યું –“પિતાજી, વિષ્ણુએ પુત્રની શોધ માટે ઉદ્યમ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ભરતક્ષેત્રના ત્રણે ખંડમાં ગામ, નગર, વાવ, તલાવ, કુવા, પહાડે... પર્વતે ગુફાઓમાં રાજસેવકને મોકલીને ઘણી ઘણી તપાસ કરાવી છતાં ચિંતામણ રનની જેમ પુત્રની પ્રાપ્તિ થઈ નહી.” રુકિમણીની વાત સાંભળીને નારદે કહ્યું –“તું કહે છે તે બરાબર છે. પરંતુ હવે મને પ્રયત્ન કરવા દે. ગમે તેમ કરીને પણ હું તારા પુત્રની ખબર ના લાવું તે તું માનજે કે નારદ ખોટા બેલા છે. મારું વચન નિષ્ફલ છે.” રુકિમણીએ કહ્યું – નહી નહી પિતાજી, આપ તો મારી સતત ચિંતા કરનારા છે. આપનું વચન સત્ય જ છે આપનું શીલા સત્ય અને આપની પરોપકારી બુદ્ધિ પણ સત્ય છે. પુત્રના શેકને દૂર કરવા માટે ફરીથી નારદજીએ કહ્યું -બેટી પુત્રના વિયેગનું દુઃખ એકલું તને જ આવ્યું છે એમ નથી. પહેલા પણ જનકરાજાના સુંદર જન્મજાત ભામંડલ નામના પુત્રનું આ રીતે હરણ થયેલું. કેટલાંક વર્ષો બાદ ઋદ્ધિ-સિદ્ધિથી યુક્ત ભામંડલે સ્વયં આવીને માતા પિતાને સંતુષ્ટ કર્યા હતા. તેવી રીતે તારો પુત્ર પણ સમૃદ્ધિ, વિદ્યા અને પત્ની સાથે આવીને તેને સંતુષ્ટ કરશે. માટે તું હદયમાં જરાપણે ચિંતા કરીશ નહી.”
જેની માતા રુકિમણી, જેના પિતા વિષ્ણુ અને જેને વંશ યદુ, આવા ઉત્તમ માતાપિતા અને યદુવંશમાં ઉત્પન્ન થયેલ બાળક અવશ્ય પુણ્યશાલી જ હોય. એને કોઈ મારવા પ્રયત્ન કરે તે મારી શકે નહી. જીતવા પ્રયત્ન કરે તે જીતી શકે નહી. આ ભાગ્યશાળી પુત્ર જ્યાં હશે ત્યાં સુખમાં જ હશે. પુત્રના દુઃખને દૂર કરવામાં સમર્થ એવા નારદના વચન સાંભળીને રૂકિમણીએ કહ્યું –“સ્વામિન, આપનું વચન પ્રમાણરૂપ છે. આપના વચનથી મને ઘણું આશ્વાસન મળ્યું' રૂક્િમણીના વચનથી તેના શોકની નિવૃત્તિ જાણીને, વધારે પ્રતીતિ માટે નારજીએ કહ્યું – પહેલા તે સમસ્ત વસ્તુને જાણનારા કંસના ભાઈ અતિશયજ્ઞાની અતિ મુક્ત મહામુનિ આ ભૂમિ પર હતા, પરંતુ તે પણ નિર્વાણપદને પામ્યા, હાલમાં નેમિનાથ ભગવાન ત્રણ જ્ઞાનવાળા છે. પરંતુ તે સત્ય જાણવા છતાં પણ કહે નહી. તેથી રુકિમણ, તારા પુત્ર અંગે પૂછવા માટે હું પૂર્વ મહાવિદેહમાં જઈશ. ત્યાં પગે ચાલીને જઈ શકાય નહી. મારી વિદ્યાના બળે વિમાન વિકુવીને જઈશ. પૂર્વ વિદેહમાં મોટી પુંડરિકિણી નગરી છે. ત્યાં ભગવાન સીમંધર સ્વામી સદેહે વિચારી રહ્યા છે. ત્યાં જઈને ભગવાનને તારા પુત્ર અંગે પૂછીને બધા સમાચાર તને આપીશ, આ મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. રૂકિમણીએ કહ્યું - પિતાજી, આપ તે પરોપકાર કરવામાં અગ્રેસર છે, આપનું વચન મારા માટે કલ્યાણકારી બનો.'
२७