________________
સર્ગ-૬
૧૭૭
મૌનપણે ઊભી રહી. મૌનપણે ઉભેલી દાસીને જોઈને સરહદયા રુકિમણી બેલી - હે દૂતી, તું જે કારણથી મારી પાસે આવી છું તે કારણે મારી આગલ નિર્ભય થઈને કહે,” રુકિમણીના વચનથી કંઈક આશ્વાસન પામી ભયથી ત્રુટક ત્રુટક શબ્દથી સત્યભામાને સઘળો સંદેશ કહો દાસીના મુખે બધી વાત સાંભળી હસીને રુકિમણીએ કહ્યું- “એમાં મને પૂછવાનું શું કારણ? સત્યભામાં મારી મોટી બેન છે. તેમની ઈચછા તેમનું વચન એ મારા માટે પ્રમાણ છે. દાસી તું સત્યભામાને ત્યાં જઈને સત્યતાની ખાત્રી પૂર્વકનું મારું વચન તેમને જઈને કહે અને તેઓને ખૂશી સમાચાર આપ.' દાસીએ રૂકિમણીના સંતોષકારક વચન સત્યભામાને નમસ્કાર કરીને કહ્યા. સત્યભામાં પણ સાંભળીને ખુશ થઈ પરંતુ કુટિલતાથી ફરીથી વિચારવા લાગી:
મતમાં રામ કૃષ્ણને સાક્ષી તો રાખ જ. કારણ કે રુકિમણી કદાચ ફરી જાય તો ? માટે વાત પાકી કરવી સારી.” આ પ્રમાણે વિચારી સત્યભામાએ રામ કૃષ્ણ પાસે દાસીને મેકલી. દાસીએ રાજસભામાં જઈને યાદવોની સમક્ષ રામ કૃષ્ણને પોતાની સ્વામિની સત્યભામાને સંદેશ વિસ્તારથી કહ્યો. સાંભળીને રામ કૃષ્ણ આદિ યાદ આનંદ પામ્યા :- “સારૂ સારૂં, બે શાને પરસ્પરને વિવાદ જેવા મલશે. અમને મોટું કુતુહલ જોવા મળશે. આ પ્રમાણે હસીને બલભદ્રે દાસીને કહ્યું – “દાસી જા તારી સ્વામિનીને કહેજે કે યાદ સહિત રામ કૃષ્ણ તારી આ વાતમાં સાક્ષીરૂપ છીએ.' દાસીએ જઈને સત્યભામાને કહ્યું. સત્યભામા ખુશ ખૂશ થઈ ગઈ. રુકિમણીએ પણ સત્યભામાની વાત જાણીને સાક્ષી માટે પિતાની દાસીને રામ કૃષ્ણની પાસે મોકલી તેને પણ તે પ્રમાણે કહ્યું. રુકિમણી પણ સંતુષ્ટ થઈ. આ પ્રમાણે રુકિમણી સત્યભામા બંને સમયની રાહ જોતા સંતેષ પૂર્વક રહ્યાં હવે એક વખત રાત્રિના ચોથા પ્રહરે સ્વપ્નમાં રુકિમણીએ બલવાન વેત વૃષભ જોડેલો વિમાનમાં બેસીને પિતાને જતી જોઈ.
देवलोकान्महाशुक्रात्तदैव च महर्दिकः।सुरश्च्युत्वा समुत्पन्नो रुक्मिण्या जठरे वरे ॥४७॥ तं स्वप्नं सा समालोक्याऽ-जागरीत्प्रीतिपूरिता।समुत्थाय गता साऽपि, पत्ये स्वममुदाहरत् ॥४८॥ पत्यापि शास्त्रबुद्धिभ्यां विचार्याख्यायि हे प्रिये ! स्वमेनानेन ते भावि, विक्रमी मोक्षगः सुतः॥४९॥ कृष्णेन कथितां श्रुत्वा, स्वप्नोचितां विचारणां । रुक्मिणी सुमणीवाभूत, मान्या निजगुणेन च॥५०
ત્યારે સાતમા મહાશુક્ર નામના દેવલોકમાંથી એક મહર્ધિક દેવ ત્યાંથી ચવીને રુકિમણીના ઉદરમાં ગર્ભ પણે ઉત્પન્ન થયે. શુભ સ્વપ્ન જોઈને ખૂશ થયેલી રૂકિમણીએ પતિના શયનખંડમાં આવીને પતિને સ્વપ્ન કહ્યું: પતિ શ્રીકૃષ્ણ શાસ્ત્ર અને બુદ્ધિથી વિચારીને કહ્યું - “પ્રિયે, આ શુભ સ્વપ્નને અનુસારે તને મહાપરાક્રમી એવો મોક્ષગામી પુત્ર થશે.” કૃષ્ણ કહેલી સ્વપ્ન યોગ્ય વિચારણા સાંભળી આન‘દિત થયેલી રૂકિમણી ગર્ભવતી બની, અને પિતાના ગુણે વડે વિશેષ પ્રકારે માન્ય બની. ૨૩.