________________
સગ-૬
૧૭૫
આ સિદ્ધાંતને જાણવા છતાં અહંકાર અને દ્વેષથી પ્રેરાયેલી, બુદ્ધિશાળી હોવા છતાં સત્યભામા ઉપરોક્ત સિદ્ધાંતને ભૂલી જઈ. રુકિમણને દુખી કરવાને એક ઉપાય મલવાથી ખૂશ થઈ ગઈ. संतानमपि जाये त, वयोयोगेने योषितां । रुक्मिणी वर्तते मत्तो, लघुस्तुच्छवयोयुता ॥१२॥ ततोऽस्यास्तनयस्तूर्ण, भविष्यत्यथवा न वा । वृद्धाया वयसा भावी, मम त्ववश्यमंगजः ॥१३॥ वृद्धत्वात्प्रथमं भावी, यदि मम सुतोत्तमः । परिणेष्यति भूयिष्टो-त्सवात्कृष्णविनिर्मितात् ॥१४॥ एतस्याः सहजेनैव, दुखं हृदि भविष्यति । मम च प्रचुर सौख्यं, दुखमस्या विलोकनात् ॥१५॥ ततोऽपि प्रकटीकुर्वे, कला कामपि बुद्धितः ।लो कहास्याद्यथा सा स्या-द्विशेषेण विडंविनी ॥१५॥ साक्षिणौ रामगोविंदौ, योग्यायोग्यविचारिणौ । कृत्वा प्रथमतः पश्चा-त्कुर्वे बुद्धिविचारणां ॥१७॥ सत्यभामा विमृश्ये ति, दूतिमाकारयज्जवात् । स्वामिन्याकारणेनैव, प्रीत्या सापि समागता ॥१८॥ आगतां कथयामास, सत्याः संदेशहारकां । याहि त्वं रुक्मिणीगेहे,गत्वा वद वचो मम ॥१९॥ तव पुण्यप्रसादेन, यदि पुत्रः प्रजायते।स एव प्रथमं पाणिग्रहणं विदधाति च ॥२०॥ विवाहसमये तस्य, विशुद्धे लग्नवासरे । शीर्षादुत्तार्य सर्वेऽपि, देया मया शिरोरुहाः ॥ २१ पुण्यान्मम भवेत्सू नु-विवाहो यदि तस्य च । त्वयापि च समस्तेि , तदा मे रुक्मिणि ध्रुव।२२ अतीवकृष्णवाल्लभ्या-द्रुपसौन्दर्ययोगतः। अभिमानो भवेद्यहि, तदैतदुररीकुरु ॥२३॥ मया प्रोक्तमिदं सर्व-मपि त्वं रुक्मिणी प्रति। दृति! ममकृते गत्वा, गेहे तस्या निवेदय ॥२४॥
“વય (ઉંમર) પ્રમાણે સ્ત્રીઓને સંતાન થાય છે. રુકિમણું મારાથી નાની છે એની ઉંમર પણ હજી સંતાન એગ્ય નથી. તેથી તેણીને જલ્દી પુત્ર થશે નહીં. અને ઉંમરમાં હું મોટી છું તે મને અવશ્ય પુત્ર થશે. અને તે મારો પુત્ર મોટો હોવાથી પહેલે તે પરણશે. કૃષ્ણ તેને ઠાઠથી વિવાહ મહોત્સવ કરશે એટલે સ્વાભાવિક જ તેણીના હૃદયમાં દુખ થશે. રૂકિમ
ને દુખી જોઈને મને ઘણું સુખ થશે. બુદ્ધિથી એવી કઈ કલા અજમાવું કે લોકમાં તેની હાંસી થાય. તેથી તેની ઘણી ઘણી વિડંબના થાય. તેના સાક્ષીરૂપે યોગ્યા ગ્યનો વિચાર કરનાર રામ અને કૃષ્ણને રાખું. પહેલેથી જ બધું પાકું કરી લેવું સારું. એમાં જ બુદ્ધિમત્તા છે.” આ પ્રમાણે વિચારીને સત્યભામાએ જલદીથી એક દાસીને બોલાવી પિતાની સ્વામિનીના બોલાવાથી ખુશ થયેલી દાસી આવી. સંદેશ લઈ જવા માટે આવેલી દાસીને સત્યભામાએ કહ્યું – ‘તું રુકિમણીના ઘેર જા, ત્યાં જઈને મારો સંદેશો કહેજે કે ‘પુણ્યયોગે જે તમને પુત્ર થાય તે તેને વિવાહ પહેલો થશે. વિવાહ મહોત્સવમાં લગ્નના દિવસે મારા માથાના બધા વાળ ઉતારીને મારે તમને આપવા અને જે પુણ્યથી મને પુત્ર થાય તે તેને વિવાહ પહેલે થશે. તો તે પ્રમાણે લગ્નના દિવસે તમારે તમારા માથાના બધા વાળ ઉતારીને મને આપવા. કૃષ્ણના અતિ પ્રેમનું અને રૂપ સૌંદર્યનું અભિમાન હોય તો આ વાતને સ્વીકાર કરે.”