________________
સગ-૫
૧૭૩
રુકિમણું શિશુપાલ રાજાને આપેલી હોવાથી સંકટમાં પડેલી હોવા છતાં, કૃષ્ણ પિતાના પુણ્ય પ્રતાપે રૂકિમણી કન્યાને પરણ્યા.
પુણ્યના પ્રતાપે કંડુરાજાના હાથના સ્પર્શમાત્રથી વાંસની લાકડી વિજળી રૂપે બની ગયેલી તેમજ પુણ્યાઢય રાજાનું એક તણખલું પણ મનુષ્યને #ભ પમાડનાર વજા રૂપે બનેલું. તેવી રીતે કૃષ્ણના પુણ્ય પ્રતાપે રહેવા માટે એક અહેરાત્રમાં જ કુબેર ભંડારીએ દ્વારિકા વસાવી આપી. અને પુણ્યથી જ પ્રબળ શત્રુઓના સમુહને જીતીને વિષ્ણુએ રુકિમણીને પ્રાપ્ત કરી. આરંભ સમારંભના પ્રપંચથી રહિત અને કઠોર કર્મોની જાળથી મુક્ત બનેલા તીર્થકર ભગવંતોએ તેથી જ કહ્યું છે- “ દરેક મનુષ્યએ શ્રેષ્ઠ એવું પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. તે તે સુકૃતના કરવાથી આ લોકમાં સુખશાંતિ મળે અને પરલોકમાં સ્વર્ગીય સુખે પ્રાપ્ત કરી પરં પરાયે ભવ્ય જીવે કર્મમલને દૂર કરી શાશ્વત સુખના જોક્તા બને છે.
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे कृष्णरुक्मिणीपरिणयन-शिशुपालजय-सत्यभामाविडंबन
अजातसुतविवाहमेलन-वर्णनो नाम पंचमः सर्ग समाप्तः ॥श्रीरस्तु।
આ પ્રમાણે પંડિતોમાં ચક્રવતી સમા શ્રી રાજસાગર ગણિના વિદ્વાન શિષ્ય રવિસાગર ગણુએ રચેલા શ્રી શાબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં કૃષ્ણ અને રુકિમણીનું પાણિગ્રહણ, શિશુપાલનો પરાજય, સત્યભામાની વિડંબના, દુર્યોધન સાથેની વચનબધ્ધતા આદિનું વર્ણન કરતો ૪૬ર લેક પ્રમાણ પંચમસર્ગ સમાપ્ત થ.