________________
સ-૫
૧૫૭
કૃષ્ણે રૂકિમણીને રહેવા માટે ચિત્રવિચિત્ર રચનાથી યુક્ત નવમાળના સુદર મહેલ આપ્યા. વળી દાસ દાસી, ગોકુળ, હીરા, માણેક, મેાતી, સુવર્ણ, ચાંદી આદિ ધન, ધાન્ય, હાથી, ઘેાડા, રથા તેમજ ઘણા ગામે વિગેરે રૂકિમણીને ઘણું ઘણુ· આપ્યું.
કૃષ્ણના પ્રેમ અને મહેરબાનીથી રૂકિમણીને એટલુ બધુ સુખ મળ્યું કે જેથી પેાતાના પિતાનું ઘર પણ યાદ આવતું નહી. પેાતાના રૂપ-લાવણ્ય અને વિનય આદિ ગુણૈાથી તેમજ સ્વભાવની સરલતા અને નમ્રતાથી રૂકિમણીએ કૃષ્ણનું દિલ એટલુ બધું જીતી લીધુ કે કૃષ્ણને ખીજી બધી પવિત્ર અને ગુણવાન્ પત્નીએ હોવા છતાં વચન અને શરીરથી ખીજે ક્યાંઇ તેમના પ્રેમ જતા નહી. અર્થાત્ દિનરાત રૂકિમણીની પાસે જ રહેતા.
नवीनत्वेन रुक्मिण्या, यद्ययं तनुचेतसी । दत्तवान् प्रचुरं प्रीत्यै, दीयतां तर्हि दीयतां ॥७४॥ वृद्धाया धीप्रबुद्धाया, विशुद्धाया मुदे मम । वाङ्मात्रमपि नो दत्ते, धिग्धिप्रेम वृषाकपेः ॥ ७५ ॥ નતેષુ વિવોન્નેવ, ઋતિષિવતિયુવતઃ | ાંતાહાવિયોગેન, સસ્યાડમર્વાઢયોગિની || ૭૬ II स्नानं शरीरशुश्रूषां परिधानं सुवाससां । न साकरोद्रमण्यो हि भूषिताः कांतसंगमे ॥ ७७ ॥ रुक्मिणीमालतीपुष्प - माघ्रायाच्युत षट्पदः । ऐच्छत्करीरपुष्पाभां, सत्यभामां हृदापि न ॥ ७८ ॥ रुक्मिण्या अधिकं मानं, श्रावं श्रावं जनोक्तितः । सत्यभामा सपत्नीत्वात्, दुःखिनी समभूद् भृशं ॥ ७९ ॥ वियोगादुःखिनीं पश्ये – त्सत्यभामां यथा यथा । तुष्येद भीष्टसंप्राप्ते - नारदोऽपि तथा तथा ॥ ८० ॥
‘રૂકિમણી નવી અને કેમલ દિલની હાવાથી કૃષ્ણ પ્રીતિથી તેને ભલે ઘણુ ઘણું આપે. પરંતુ બુદ્ધિશાલિની પવિત્ર અને સહુથી મોટી એવી મને એક વચન માત્ર પણ દેતા નથી. એટલું જ નહી. મારા સામે પણ જોતા નથી. ખેર, ધિક્કાર હેા કૃષ્ણના પ્રેમને, કહેવત છે કે ‘નવું નવું નદન.’ જોઇએ, રૂકિમણી ઉપર પશુ કૃષ્ણના પ્રેમ કયાં સુધી ટકી શકશે ?' આ પ્રમાણેના વિરહમાં ઝુરતી વિયાગીની સત્યભામા રૂકિમણી પ્રત્યેના કૃષ્ણના પ્રેમ જોઇને દુઃખી દુઃખી થઈ ગઈ. સ્નાન, વિલેપન આદિ શરીરની સુશ્રુષા કરતી નથી, તેમજ સુંદર વસ્ત્રાલંકાર પણ ધારણ કરતી નથી. ‘પતિવ્રતા સ્ત્રીએ પતિના વિરહમાં કેાઈ શણગાર સજતી નથી.' રૂકિમણી રૂપી માલતીના પુષ્પની સુવાસ પ્રાપ્ત કરીને કૃષ્ણ રૂપી ભ્રમરના હૃદયમાં કરમાયેલા કરીરના પુષ્પ સમાન સત્યભામાની સ્મૃતિ પણ આવતી નથી.
લેાકેાના મુખે રૂકમણીના અધિક માન-પાન-સ્નેહ સાંભળી સાંભળીને સપત્ની (શાકય) એવી સત્યભામા અત્યંત દુખી થતી હતી. કૃષ્ણના વિરહથી સત્યભામાને જેમ જેમ દુઃખી થતી જુવે છે તેમ તેમ નારદ વધુ ને વધુ ખૂશ થાય છે. પાતાના અપમાનના બદલે સત્યભામાને મલી રહેલા જાણી નારદને અત્યંત સાષ થયા