________________
૧૫ર
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
રૂક્િમણ કન્યાની પ્રાપ્તિમાં ઘણુ વિન આવવા છતાં વિને નાશ થવાથી પોતાની જાતને કૃતાર્થ માનતા બલભદ્ર અને કૃષ્ણ ખૂબ જ સંતોષ પામ્યા, અને રૂકિમણું પણ કૃષ્ણને પતિ તરીકે મેળવવાથી ખૂબ જ સંતેષ પામી. સઘળીયે સ્ત્રીઓ કરતાં પિતાની જાતને ધન્ય માનવા લાગી.
रामोऽवादीदिदं सर्व, भाग्यतस्तव माधव । माधवोऽप्यवदभ्रातः, प्रासादोऽयं तवैव च।।१६॥ प्रशंसामिति कुर्वाणौ, परस्परं सहोदरौ । कौतुकं पथि पश्यंतौ, प्राप्तौ रैवतकाचलं ॥ १७ ॥ अदृष्टचरमालोक्य, प्रोत्तुंग तं शिलोच्चयं । रुक्मिणी पुंडरीकाक्षं, विनयेन व्यजिज्ञपत् ।। १८ ॥ स्वामिन्नयं गिरिस्तुंगः, किमाह्वयः प्रवर्तते । स्वरुपमस्य कीदृक्षं, विस्तारः कीदृशस्तथा ॥ १९॥ दामोदरो जगौ देवी-मस्ति रैवतकाभिधः । निर्जराणामनेकेषां, क्रीडास्थानमयं गिरिः ।। २० ॥ विमलाचलतीर्थस्य, द्वितीयं श्रृंगमस्त्यदः । शतयोजनविस्तार-समन्वितशिलोच्चयः ॥२१॥ स्वरूपमुज्जयंताद्रे-रीगाकण्ये रुक्मिणी । अत्र यात्रां करिष्यामि, कल्पमानेत्यमूमुदत् ।। २२॥
બલભદ્ર કૃષ્ણને કહ્યું: “ભાઈ આ બધુ તારા ભાગ્યથી જ બન્યું છે ત્યારે કૃષ્ણ કહે: નહી નહી, બંધુ, આ બધે તમારે જ પ્રાસાદ છે. આ પ્રમાણે એકબીજાની પ્રશંસા કરતા, સ્તામાં નવા નવા કૌતુકોને જોતા રૈવતાચલ (ગીરનાર) પાસે આવ્યા. કયારે પણ નહીં જોયેલા એવા ઊંચા પર્વતને જોઈને રૂકિમણીએ વિનયપૂર્વક કૃષ્ણને પૂછ્યું :–“સ્વામિન્ આ ઊંચા પર્વતનું નામ શું? તેનું સ્વરૂપ શું? તેમજ તેને વિસ્તાર કેટલો છે ? કૃણે કહ્યું – દેવિ, આ રૈવતાચલ- નામને પર્વત છે કે જે અનેક દેવેની ક્રીડાભૂમિ છે. વિમલાચલ તીર્થનું આ બીજુ શિખર કહેવાય છે. તેને સે જન (૪૦૦ ગાઉ=૮૦૦ માઈલ) ને વિસ્તાર છે.
ઉજ્જયંતગિરિનું આવા પ્રકારનું સ્વરૂપ જાણીને રૂકિમણીએ ખૂશ થઈ અને મનમાં સંકલ્પ કર્યો કે હું અહીંની યાત્રા કરીશ.”
भुवनानंदनं तस्य, वनं नंदनसन्निभं । बहुजातितरुवात-फलपुष्पलतायुतं ।। २३ ॥ चंद्रादिभिः शुम लग्ने, तत्र पवित्रकानने । रामेण रुक्मिणीहयोंः, कारितं पाणिपीडनं ।। २४ ॥ जातं तदादितस्तस्य, महत्त्वं निखिले वने।कस्य कस्य क्षितौ स्यान्न, महत्त्वं महिताश्रितः ॥ २५ ॥
ફલ પુષ્પ અને લતાથી યુક્ત અનેક જાતના વૃક્ષોથી સુશોભિત નંદનવન સમાન તે પર્વતના ભવનાનંદન નામના પવિત્ર વનમાં ચન્દ્ર આદિને યોગ પ્રાપ્ત થતા શુભલગ્નમાં બલભદ્ર કૃષ્ણ અને રુકિમણીનું પાણિ ગ્રહણ કરાવ્યું. ત્યારથી માંડીને ભવનાનંદન વનનું મહત્વ જગતમાં પ્રસિદ્ધ થયું. ખરેખર મહાન પુરુષોની નિશ્રાથી કેને મહત્વ ના મળે? અર્થાત્ એ પણ મહાન બને છે.