________________
સગ -૪
૧૪૩
(કૂતરા) કરતાં વધુ શું મહત્વ હોઈ શકે ? સેવકે જે અવસરે પોતાની શુરવીરતા ના બતાવે તે તેને સેવાધર્મ લાજે. રાજાઓની ખુશામત ફક્ત આજીવિકા પતિ જ કરી રહ્યા તો તેના વૃત્તિદાનનું શું પ્રજન ? (હવે શિશુપાલને ઉદેશીને કહે છે.)
શિશુપાલ રાજા, તને આપેલી કન્યાનું તારી વિદ્યમાનતામાં હું હરણ કરી જાઉં છું, તે તારા જીવિતવડે શું ? તારા અભિમાનને ધિક્કાર થાઓ. લોકમાં તારૂં શિશુપાલ (બાળકોને પાલનાર) નામ સાર્થક બનશે.
હે ભીષ્મરાજા, તારી પુત્રી મને આપેલી નહી હોવા છતાં હું તેને તારા દેખતા જ લઈ જાઉં તો તારું નામ જ ભીષ્મ છે, બાકી રણસંગ્રામમાં તું ભીષ્મ (ભયંકર) નથી.
પિતાની શૂરવીરતાથી અભિમાની બનેલા રૂકિમકુમાર, તે શિશુપાલને સહાય કરી પિતાની બેન શિશુપાલને આપી, એ જ તારી બેનનું હું હરણ કરી જાઉં છું. તે તેની જે તું રક્ષા નહી કરે તો હું માનું છું કે ખરેખર, હજી તું બાળક જ છે. તારા અને શિશુપાલના બંનેના સૈન્યની હાજરીમાં હું રુકિમણને લઈ જાઉં છું તે પિતાની જાતે વીરમાની એવા ઘેટા-બકરા સમાન તમારા સૌન્યનું બલ કયાં રહ્યું ? તમારા બંને રાજાની સાથે કપટ કરીને જે આ કન્યાનું હરણ કરવું હોત તો મારે કંઈ પણ કહેવાનું હતું નહીં. પરંતુ વીરપુરૂષો પિતાના સામર્થ્યથી, પિતાનાં ભૂજાબલથી જ કાર્ય કરે છે. માટે તમે બધા મારી સાથે યુદ્ધ કરીને તમારું પરાક્રમ બતાવો. આ પ્રમાણે કહી બધાને જણાવીને સહુ લેકે જાણે તે રીતે ફરીથી શંખનાદ કરી વનની બહાર સંગ્રામને 5 ભૂમિ પર રથને સ્થાપન કરીને, રૂકિમણીને આશ્વાસન આપીને બંને ભાઈઓ ની પાસે ઊભા રહ્યા. इतः स्नांतोदले केचि-द्दे वार्चनचिककीर्षया । कृत्वा देवार्चनं भावा-दाहरंतश्च केचन ।। १६ ॥ केचित्परस्परं वाता, कुर्वाणा सुखदुःखयोः । लीलया केचिदासीना, गच्छंतः केचिदध्वनि ।। १७॥ दीव्यंतः शारिपाशाभ्यां, केचिन्मित्रः समं मुदा।रमंते प्रमदासाकं, केचित्सुप्ताः प्रमीलया ।। १८ ॥ उन्मत्तान् द्विरदान् केचि-क्रीडयंतो हयान् पुनः रथांश्च सज्जीकुर्वति, केचिद्युद्धाभिलाषिणः ॥ १९॥ तावदाकस्मिकं वाक्यं, श्रुत्वा हृत्क्षोभकारकोरुक्मिण्याश्च हृतिं ज्ञात्वा, सर्वेऽपि चुधुभुर्जनाः ।। २० ॥
આ બાજુ કેટલાક દેવપૂજા માટે સ્નાન કરતા હતા, કેટલાક દેવાર્ચન કરતા હતા, કેટલાક ભોજન કરતા હતા, કેટલાક સુખદુઃખની વાત કરતા હતા, કેટલા કીડા કરતા હતા, કેટલાક નિરાંતે બેઠેલા હતા તો કેટલાક રસ્તામાં ફરતા હતા. કેઈક સોગઠાબાજી રમતા હતા, કે પિતાની સ્ત્રીઓની સાથે વાર્તા–વિનેદ કરતા હતા, કેટલાક નિરાંતે નિદ્રા લેતા હતા, કેટલાક ઉન્મત્ત હાથીઓને અંકુશમાં રાખતા હતા, કેટલાક અન્ધક્રીડા કરતા હતા, કેટલાક પોતપિતાના રથને સજાવતા હતા, ત્યારે ક્ષોભકારી આકસ્મિક શંખનાદ સાંભળીને અને રુકિમણીનું હરણ જાણીને બધા લેકે એકદમ ક્ષોભિત બની ગયા.